________________
ભાયાણીસાહેબ - ભાવસાર મફતલાલ અંબાલાલ
‘કમળના તંતુ' (૧૯૭૯) નામે આપી છે. પ્રા' (૧૯૬૮)માં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાંથી લીધેલાં મુકતકોના અનુવાદ છે. “મુકતકમાધુરી' (૧૯૮૬) પણ એમના અનુવાદગ્રંથ છે.
ભાવનગરિયા શ્યામજી રણછોડ: નાટક ‘ચંદ્રહાસ અને ચન્દ્રકળા' (૧૮૮૦)ના કર્તા.
ભાયાણીસાહેબ : અંગત પ્રેમ અને વ્યાંગના સ્વાદથી ડો. હરિવલ્લભ ભાયાણીના વ્યકિતત્વને ઉપસાવતે રઘુવીર ચૌધરીને ચરિત્રનિબંધ.
ર.ટો. ભારતને ટંકાર (૧૯૧૯) : અરદેશર ફરામજી, “ખબરદારને કાવ્ય
સંગ્રહ. એમાં ‘સ્વપ્ન, ‘મનન’, ‘ગુંજન’ અને ‘ગર્જન’ એમ ચાર વિભાગ છે. પહેલામાં ભૂતકાળની ગાથા વ્યકત કરતાં, બીજામાં નિરાશા ને વિષાદ દર્શાવતાં, ત્રીજામાં આત્મભાન સાથે સ્વદેશની ઉન્નતિનાં, તે ચેથામાં દેશદય માટે રણસંગ્રામની હાકલનાં કાવ્યો છે. સંગ્રહની કુલ સત્તર રચનાઓમાં ‘સ્વપ્ન” સુંદર છે; તે “રત્નહરણ', 'પ્રકાશનાં પગલાં’, ‘ભારતને વિજયધ્વજ અને શંખનાદ” વગેરે પણ નોંધપાત્ર છે. એકતા, બંધુતા, સમાનતાને સ્વતંત્રતાના આદર્શો અહીં છે અને કવિ “યુગમૂતિ બની જાણે તત્કાલીન યુગની મૂર્તિમંત ભાવના ગાય છે. મધુરતા, સરળતા અને ગેયતા આ રચનાઓની વિશિષ્ટતા છે.
ધ.મા. ભારતીબહેન સારાભાઈ : બાળનાટક ‘ધરલટી' તથા બે નારી'નાં
ભાવસાર અંબાલાલ હાલચંદ, ડાયર' (૧૧-૧૦-૧૯૧૯) : કવિ. જન્મ ગાંધીનગર પાસેના પેથાપુરમાં. ૧૯૩૭માં મૅટ્રિક. દરજીકામ.
‘ઝરણાં' (૧૯૬૨) એમને ૧૨૫ મુકતકોને સંગ્રહ છે. સ્થૂળ વિષયોને અને ક્યાંક ભાવાલેખનને અનુસરતાં મુકતકો મુખ્યત્વે બુદ્ધિચાતુર્યના અંશનેઉપસાવે છે. “અંગડાઈ (૧૯૬૩) ચમત્કૃતિનો આશ્રય લેતી અણસરખી ગઝલોનો સંચય છે.
રાંટો. ભાવસાર કિરીટ કાન્તિલાલ (૧૦-૧૨-૧૯૩૮) : સૂચિકાર. જન્મ
અમદાવાદમાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૧માં બી.એ., ૧૯૬૩માં એમ.રો, ૧૯૬૭માં બી.લિબ.એસસી., એમ.એલ.આઈ.એસસી. પ્રારંભમાં ભ. જે. વિદ્યાભવન, અમદાવાદમાં હસ્તપ્રતભંડાર સાથે, પછી એમ. જે. પુસ્તકાલય સાથે સંલગ્ન. ૧૯૬૮થી ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રંથપાલ.
‘ગુજરાતી સામાયિક લેખ સૂચિ' (૧૯૭૫)ઉપરાંત એમણ તપાસ નિબંધસૂચિ' (૧૯૭૫) પણ આપેલી છે. “સૂચીકરણ : ઇતિહાસ અને વહેવાર' (૧૯૮૭) એમનું સંપાદનપુસ્તક છે.
ચ.ટા. ભાવસાર કેવળદાસ અમીચંદ : ટૂંટીયાને રાસડો' (૧૮૭૧), “નીતિવર્ધક' (૧૮૭૨), નેમવિવાહ' (૧૮૭૩) તથા “સાબરનો સખા અને બત્રીસાને બેહાલ (૧૮૭૫) જેવી પદ્યકૃતિઓના કર્તા.
નિ.વા. ભાવસાર જગજીવન ત્રિભુવન : નવલકથા “ઇચ્છનકુમારી યાને ભેળે ભીમ'ના કર્તા.
કર્તા.
ભારદ્વાજ : જુઓ, દવે મહાશંકર ઇન્દ્રજી. ભારેલા અગ્નિ (૧૯૩૫): મુખ્યત્વે કાલ્પનિક અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગળ પાંડે જેવાં કેટલાંક ઐતિહાસિક પાત્રો દ્વારા ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામની ઘટનાનું આલેખન કરતી રમણલાલ વ. દેસાઈની નવલકથા. રુદ્રદત્ત, ગૌતમ, યંબક, કલ્યાણી, લ્યુસી વગેરે પાત્રોના સંબંધોને નિરૂપતી આ કૃતિમાં
ઐતિહાસિક ઘટનાઓ પાર્શ્વભૂમિરૂપે રહે છે. સમગ્ર નવલકથા પર રુદ્રદત્તની છાયા પથરાયેલી છે, તે રુદ્રદત્ત પર ગાંધીજીની છાયા. રુદ્રદત્તાની અહિંસાત્મક પ્રતિકારની ભાવના ૧૮૫૭ના સમય સાથે સુસંગત નથી, એવી ફરિયાદ થઈ છે. કથારંભે ગૌતમ,
ત્યંબક અને કલ્યાણી વચ્ચે પ્રણયત્રિકોણનાં એંધાણ વર્તાય છે; પણ આગળ જતાં યંબક સ્પર્ધામાંથી ખસી જતાં કૃતિ કલ્યાણી અને ગૌતમની પ્રણયકથા બની રહે છે. આ કૃતિ એના સર્જકની સૌથી વધુ સફળ અને સંતર્પક ઐતિહાસિક નવલકથા ગણાઈ છે.
દી.મ. ભાર્ગવ : કલપના, માયા, હતાશા વગેરે વિષયોને છવ્વીસ બંદોબદ્ધ રચનાઓમાં નિરૂપતે કાવ્યસંગ્રહ પરાગ' (૧૯૬૪)ના કર્તા.
૨.૨,દ. ભાલચન્દ્ર: નવલકથા રાજપૂત પ્રેમ-રહસ્ય અર્થાત્ પ્રેમમંદિર અને પ્રણયલીલા' (૧૯૩૨)ના કર્તા.
ભાવસાર જીવરામ બલદેવદાસ: પદ્યકૃતિ પારસમણિ અથવા આત્માને ઓળખવાની ચાવી' (૧૯૧૨) તથા રહસ્યવાર્તા “કુંદનમણિ' (૧૯૧૪) ના કર્તા.
મૃ.માં. ભાવસાર જેઠાલાલ રંગનાથ : પદ્યકૃતિ “સંવત ૧૮૫૬ ના ભયંકર દુ:ખના દેખાવનું વર્ણન' (૧૯૦૦)ના કર્તા.
મૃ.મા. ભાવસાર નવલકાન્ત નેમચંદ : ગદ્યકાર, અનુવાદક. જન્મ કાથોટ (જિ. સુરત)માં. ચાંદેદ શાળામાં આચાર્ય. ૧૯૩૩થી ૧૯૪૭ સુધી ધર્મજમાં સુપરવાઈઝ.
એમણે પ્રવાસપુસ્તક ‘સુરતથી સિમલા’ -ભા. ૧-૨ (૧૯૪૫) તથા કેટલાંક વિજ્ઞાનવિષયક પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એક નવલકથાઓના અનુવાદ એમણે કર્યા છે.
મુ.મા. ભાવસાર મફતલાલ અંબાલાલ (૧-૩-૧૯૩૪): વિવેચક. જન્મ વતન મહેસાણા જિલ્લાના મેઉમાં. ૧૯૬૬માં વિસનગર કોલેજમાંથી
૪૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org