SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ મૂળશંકર મેહનલાલ – ભટ્ટ મોહનલાલ મગનલાલ ભટ્ટ મૂળશંકર મોહનલાલ (૨૫-૬-૧૯૦૭, ૩૧-૧૦-૧૯૮૪) : ચરિત્રલેખક, નિબંધલેખક, અનુવાદક. જન્મસ્થળ અને વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૨૧ માં વિનીત. ૧૯૨૭માં મુખ્ય વિષય સંગીત અને ગૌણ વિષયો હિન્દી-ગુજરાતી સાથે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સ્નાતક. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી દક્ષિણામૂર્તિ-ભવનમાં તથા ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી તેની ભગિનીસંસ્થા ઘરશાળામાં શિક્ષક તથા ગૃહપતિ. ૧૯૪૫ થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાના અધ્યાપનમંદિરમાં શિક્ષક અને આચાર્ય. ૧૯૫૩થી ૧૯૬૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં ગૃહપતિ, અધ્યાપક અને આચાર્ય. નિવૃત્તિ પછી ભાવનગરમાં રહી દક્ષિણામૂર્તિ, લોકશકિત સંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય કુળ જેવી વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ તરીકે પ્રવૃત્ત. ભાવનગરમાં અવસાન. એમણ “મહાન મુસાફરો' (૧૯૩૮), ‘તાનસેન (૧૯૪૭), ‘ગાંધીજી : એક કેળવણીકાર' (૧૯૬૯) 'દલપતરામ : સુધારાને ' માળી' (૧૯૭૧) અને 'નાનાભાઈ' (અન્ય સાથે, ૧૯૮૩) જેવાં ચરિત્રે તથા ‘દલપતરામની વાતો' (૧૯૫૭), 'દેશદેશની લોક કથાઓ' (૧૯૮૨) તેમ જ હિંદીમાં ‘ગામાતા કા વરદાન(૧૯૮૨), ‘પ્રભુ કા પ્રકાશ' (૧૯૮૩) અને “દત્ય સે દેવ (૧૯૮૩) નામે વાર્તાપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત રોમણે ‘વાંચતાં આવડી ગયું' (૧૯૫૭), જીવંત શિક્ષકની વ્યાખ્યાને સવિસ્તર ચર્ચનું ‘શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ' (૧૯૭૧) તથા બાળઉછેર તેમ જ શિક્ષણની ગુરુચાવીઓનું નિરૂપણ કરતાં ‘બાળકોને વાર્તા કેમ કહીશું?' (૧૯૫૬), 'વાચનપટ' (૧૯૫૬), ‘ઘરમાં બાળમંદિર” (૧૯૬૨), ‘બાળકો તોફાન કેમ કરે છે?” “કેળવણી વિચાર” (૧૯૬૬) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. લેખનકાર્યની સાથે જ એમણે કરેલા અનુવાદો પૈકી, કિશોરોમાં અત્યંત લોકપ્રિય બનેલી લેવર્ન, સ્ટીવન્સન વગેરેની સાહસકથાઓ ‘સાગરસમ્રાટ’ (૧૯૩૩), “સાહસિકોની સૃષ્ટિ' (૧૯૩૪), ‘પાતાળપ્રવેશ' (૧૯૩૫), ‘ખજાનાની શોધમાં' (૧૯૩૫), ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા'(૧૯૩૯), ‘ચંદ્રલોકમાં' (૧૯૪૦), ધરતીના મથાળે' (૧૯૪૨), ‘ગગનરાજ (૧૯૫૬)ના તથા તેસ્તોયકૃત નાટક ‘પાવર ઑવ ડાર્કનેસ’ અને વિકટર હ્યુગોકૃત નવલકથા “લા મિઝરેબ્લ'ના અનુક્રમે “અંધારના સીમાડા’ (૧૯૬૪) અને દુ:ખિયારા' : ૧-૨ (૧૯૪૫) નામે અનુવાદો ઉપરાંત ‘તારાઓની સૃષ્ટિ' (૧૯૪૬), ‘સભ્યતાની કથા' (૧૯૬૧), ‘આનંદ અને અજવાળાંની વાતો' (૧૯૭૬) વગેરે અનુવાદો નોંધપાત્ર છે. લોકમિલાપ દ્વારા પ્રકાશિત ‘આપણે સંસ્કારવારસો' નામના ગ્રંથસંપુટ નિમિત્તે સ્વામી આનંદની કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતું “ધરતીની આરતી' (૧૯૭૭) તથા ‘ગિજુભાઈના લેખ” (૧૯૭૫) જેવાં સંપાદન ઉપરાંત હિંદી ભાષાની સે વાર્તાઓનું “બચ્ચે કી કહાનિયાં' (૧૯૮૦) નામનું સંપાદન પણ એમણે કર્યું ભટ્ટ મૂળશંકર રામજી : નાટયકૃતિ પ્રબોધચંદ્રોદય નાટકના કર્તા. નિ.. ભટ્ટ મૂળશંકર લક્ષ્મીરામ : મહારાણી મીનળદેવીના જીવનવૃત્તાંતને ગદ્ય-પદ્યમાં નિરૂપતી કૃત ‘મીનળદેવી' (૧૯૧૭) ના કર્તા. નિ.વી. ભટ્ટ મેઘનાદ હરિશ્ચંદ્ર, રાવણદેવી (૨૪-૧૦ ૧૯૩૬) : કવિ, નવલકથાકાર. જન્મ સુરત જિલ્લાના ઓલપાડ ગામે. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૬૦માં સીડનહામ કોલેજ, મુંબઈથી બી.કોમ. મફતલાલ ગૃપના ઍકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન. “છીપલાં' (૧૯૮૦) કાવ્યસંગ્રહમાં આધુનિક ચેતના ને સામગ્રી સાથે કામ પાડતી એમની રચનાઓ રસપ્રદ છતાં ઓછી પરિણામગામી બની છે. “અમથાનુભવ' (૧૯૮૦) એમની લઘુનવલ છે. ચ.ટા. ભટ્ટ મોતીરામ હરિશંકર : નવલકથા ‘હાલના સુધારાને સપાટો' (૧૯૧૮)ના કર્તા. નિ.વા. ભટ્ટ મેહનલાલ ઈશ્વર : કાવ્યસંગ્રહ 'સુભાષિતસહસ્ત્રી' (૧૯૬૩)ના કર્તા. નિ.વે. ભટ્ટ મોહનલાલ છગનલાલ: રહસ્યકથા “સ્ત્ર શકિત યાને ડિટેકટીવ નાવેલ' (૧૯૩૬) ના કર્તા. નિ.વા. ભટ્ટ મેહનલાલ દલસુખરામ, ‘માહિતીચંદ્ર (૬-૭-૧૯૦૧, ૬-૮-૧૯૬૨) : કવિ, વાર્તાકાર. જન્મ વડાલીમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ કપડવંજ અને અમદાવાદમાં. મૅટિક પછી ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. મુખ્ય વ્યવસાય પત્રકારત્વે અને પ્રફરીડિંગ. 'પ્રજાબંધુ', 'ગુજરાત સમાચાર', જયોતિર્ધર” અને ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામગીરી. એમની દશ વાર્તાઓ આપતા સંગ્રહ ‘દિગંત' (૧૯૩૮)માં સામાજિક નીતિરીતિને કારણે મુશ્કેલીમાં મુકાતાં મનુષ્યોની કથા આલેખાઈ છે. “મંજૂષા' (૧૯૪૨) અને ‘અયુતપુર પંથ” (૧૯૫૬) એમના કાવ્યસંગ્રહ છે. સૂરજ બોલાવે' (૧૯૫૪) અને મતીને દાણા' (૧૯૬૧)માં એમનાં બાળગીત સંકલિત થયાં છે. પારસનાં ફૂલ' (૧૯૫૪)માં ચિંતનકણિકાઓ અને કેટલીક ઉન્નત ભાવનાઓ ગદ્યકંડિકાઓરૂપે સંગૃહીત છે. નિ.. ભટ્ટ મેહનલાલ મગનલાલ (૨-૮-૧૮૯૮) : નવલકથાલેખક. જન્મ રાજપીપળા (જિ. ભરૂચ)માં. ૧૯૨૦માં અસહકારની લડત અંગે ઈન્દોરની મેડિકલ સ્કલ છોડી. ૧૯૨૧ થી ‘નવજીવન’ અને સ્વરાજ’ સાથે સંલગ્ન. લેખ લખવા બદલ અવારનવાર જેલની સજા. ‘નવજીવન’ના મેનેજિંગ ટ્રસ્ટી. પછીથી રાષ્ટ્રભાષાપ્રચાર કર્ય. એમણે જેલજીવનની કથા લાલ ટોપી' (૧૯૩૧) આપી છે. નિ.. મ.સ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy