________________
ભટ્ટ પૂર્ણાનંદ–ભટ્ટ બાપાલાલ ભાઈશંકર
૧૯૮૨માં ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમ સ્કંધને લગતું પ્રદાન’ વિષય પર પીએચ.ડી. કપડવંજ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
અંત:સ્થા' (૧૯૮૩) એમનો કાવ્યસંગ્રહ છે. એમના કેટલાક વિવેચનલેખો પણ પ્રગટ થયા છે.
જ.ગા. ભટ્ટ પૂર્ણાનંદ : દસ વાર્તાઓને સંગ્રહ “પિતાજીને વનપવેશ” (૧૯૪૭)ના કર્તા.
નિ.વે. ભટ્ટ પૂર્ણાનંદ મહાનંદ : નવલકથા 'ગૃહિણી' તથા વ્યાણવિષયક પુસ્તક ‘ગુજરાતી ગ્રામર' (૧૮૮૯)ના કર્તા.
નિ.. ભટ્ટ પૂર્ણિમા ચંદ્રશંકર (૧૬-૧૦-૧૯૩૯): વિવેચક, સંપાદક. જન્મ
અમદાવાદમાં. ૧૯૫૫માં એસ.એસ.સી., ૧૯૫૯માં બી.એ., ૧૯૬૧માં એમ.એ., ૧૯૮૪માં પીએચ.ડી. ૧૯૬૨ થી આજ દિન સુધી એસ.એલ.યુ. કૅલેજ, અમદાવાદમાં પહેલા અધ્યાપક પછી આચાર્ય.
‘નવલરામ પંડયા : વ્યકિતત્વ અને વાડમય' (૧૯૮૭) એમને મહાનિબંધ છે. કુંવરબાઈનું મામેરું' (અન્ય સાથે) એમનું સંપાદન
ભટ્ટ પ્રાણશંકર પ્રેમશંકર (૧૮૬૧, ૧૯૧૮) : કવિ, અનુવાદક.
જામનગરમાં. ગુજરાતી છ વોરણ સુધીના અભ્યાસ પછી સંસ્કૃતને વિશેષ અભ્યાસ
એમની પાસેથી કાવ્યસંગ્રહ 'કાવ્યકુસુમ'(૧૮૯૪), નિબંધકૃતિ આપણે ઉદય કેમ થાય?(૧૮૯૬) તથા અનુવાદો ‘અ - સિદ્ધિ’ અને ‘અષ્ટાંગહૃદય' (૧૯૧૩) તેમ જ પ્રકીર્ણ પુસ્તક ‘વૈદ્યવિદ્યાનું તાત્પર્ય (૧૮૯૭) મળ્યાં છે.
નિ.. ભટ્ટ પ્રેમશંકર હરિલાલ, જનક, નચિકેત' (૩૦-૮-૧૯૧૪, ૩૦-૭-૧૯૭૬) : કવિ, વિવેચક. જન્મ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ધ્રાંગધ્રા-હળવદમાં. ૧૯૩૮માં શામળદાસ કોલેજ, ભાવનગરથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૪૦માં એ જ વિષયમાં એમ.એ. પાંચ વર્ષ બર્મા શેલ કંપનીમાં પ્રકાશન અધિકારી. પછી ખાલસા સેફિયા અને સિદ્ધાર્થ જેવી મુંબઈની કોલેજોમાં અધ્યાપન. ૧૯૫૬ થી ૧૯૬૬ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં આચાર્ય. ૧૯૬૬ થી ૧૯૭૬ સુધી દહેગામ કોલેજના આચાર્ય. ૧૯૭૬ માં નિવૃત્ત. હૃદયરોગથી અવસાન. " ગાંધીયુગીન કવિતાનું અનુસંધાન કરતો “ધરિત્રી' (૧૯૪૩), લોકસાહિત્યને પાસ દાખવતે તીર્થોદક (૧૯૫૭), કર્ણ જીવનવિષયક કાવ્યરચના “મહારથી કર્ણ' (૧૯૬૯), મહાભારતના કથાપ્રવાહમાંથી દ્રૌપદી, દ્રૌણ અને ભીષ્મની અગ્નિજયોતને નિરૂપતે ‘અગ્નિજયોત' (૧૯૭૨) તેમ જદીપબુઝાયો' (મરણોત્તર, ૧૯૭૭) એમના કાવ્યસંગ્રહો છે. શ્રીમંગલ' (૧૯૫૪) એમનું પદ્યરૂપક છે.
બીજલ' (૧૯૪૮) લઘુ નવલકથાનું પુનર્મુદ્રણ “આછા ઉજાસ ઘેરા અંધકાર' (૧૯૭૩) નામે થયું છે.
મધુપર્ક' (૧૯૪૭) અને ‘આચમન' (૧૯૬૭) જેવા વિવેચનગ્રંથમાં અભ્યાસપૂત દૃષ્ટિ ધરાવતા લેખે છે. પ્રેમામૃત' (૧૯૭૮) એમને અવસાનોત્તર પ્રકાશિત વિવેચનસંચય છે.
ચયનિકા(૧૯૪૨) અને “સુદામાચરિત્ર'(૧૯૬૩) એમનાં સંપાદન છે.
ચં.ટો. ભટ્ટ બહેચરલાલ નથુરામ: બાળપુસ્તક' (૧૮૮૬) ના કર્તા.
નિ.વો. ભટ્ટ બળદેવ કૃષ્ણરામ : પદ્યકૃતિઓ શ્રી માલતીસ્વયંવર (૧૮૮૫)
અને હનુમાનચરિત્ર', વાર્તાસંગ્રહ ‘શ્રી ભેજ સુબોધ રત્નમાલા (ત્રી. આ. ૧૯૦૮) તથા સંશોધનાત્મક કૃતિ 'વનપર્વ (૧૮૯૦)ના
ચંટો. ભટ્ટ પ્રબંધ માણેકલાલ (૨૦-૧૨-૧૯૧૩, ૧૪-૨-૧૯૭૩) : કવિ.
જન્મ કોટડાસાંગાણી (જિ.રાજકોટ)માં. વતન ભાવનગર. ૧૯૩૪ -માં મૅટ્રિક. ૧૯૩૮ માં શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે સ્નાતક. ૧૯૪૦માં રેલવે ખાતામાં નોકરી. ૧૯૪૩માં ભાવનગરમાં રેવન્યુ ખાતામાં થાણેદાર. ૧૯૪૮માં નાયબ વહીવટી અધિકારી અને ૧૯૫૪માં મહાલકારી. ૧૯૬૬માં નિવૃત્ત થઈને અમદાવાદ જિલ્લાના સાદરા ગામમાં પંચાયતી રાજય તાલીમ કેન્દ્રના અધ્યાપક. ૧૯૭૩માં સાદરામાં અવસાન.
મુકુંદરાય પારાશર્ય સાથેના એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ચન' (૧૯૩૮)માં કથાવસ્તુવાળાં કાવ્યો આકર્ષક છે. “અંતરીક્ષ' (૧૯૬૨) અને ‘સરોરુ' (૧૯૮૨)ની કવિતા મૃદુ તેમ જ રમણીય અભિવ્યકિતને કારણે વિશેષ આસ્વાદ્ય છે.
નિ.વો. ભટ્ટ પ્રવીણ : બાળકાવ્યોને સંગ્રહ “ફૂલડાંના કર્તા.
નિ.વો. ભટ્ટ પ્રવીણકુમાર મણિલાલ (૧-૫-૧૯૪૯) : કવિ, ચરિત્રકાર. જન્મ કપડવંજ તાલુકાના લસુંદ્રા ગામમાં. એમ.એ. સુધીને અભ્યાસ. પત્રકારત્વને વ્યવસાય.
એમની પાસેથી કાવ્યસંગ્રહ‘ટેરવાં' (૧૯૮૪), ચરિત્રલક્ષી પુસ્તક ‘કૃષ્ણમૂર્તિચરિત' (૧૯૮૩) અને ચરિત્રવિકાસ દર્શાવતી કૃતિ ‘રાધા' (૧૯૮૪) મળ્યાં છે.
નિ.વો.
નિ.. ભટ્ટ બાપાલાલ ભાઈકર : ગરબીઓ, કથાત્મક કાવ્યો અને આખ્યાનોનો સંગ્રહ “સુબોધ ગરબાવળી' (૧૯૦૦)ના કર્તા.
નિ..
૪૧૬: ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org