________________
ભકતકવિ નરસિંહભાઈ રામભાઈ – ભગત નિરંજન નરહરિલાલ
ભકતકવિ નરસિંહભાઈ રામભાઈ : નાટક ‘માલિની'ના કર્તા.
ભગત દેવરામ કથા : પદ્યકૃતિ “કીર્તનસંગ્રહ' (૧૯૮૫)ના કર્તા.
ભગત નટુ : પદ્યકૃતિ 'શ્રી મનમોહન ભજનાવલી'- ભા. ૨ (અન્ય સાથે, ૧૯૫૯)ના કર્તા.
ભકતરાજ માણેકેશ્વરજી ગંગારામ : નાગરી લિપિમાં મુદ્રિત ભકિત- પૂર્ણ પદોને સંગ્રહ “પ્રભુલીલાપદસંગ્રહ' (૧૯૨૬)ના કર્તા.
૨,૨,દ. ભકિતદાસજી ગુરુ વિઠ્ઠલદાસજી : પદ્યકૃતિ ‘ભકિતકાવ્યસંગ્રહના કર્તા.
૨.૨.દ. ભકિતપ્રિય : જુઓ, મેવચા પ્રેમલાલ ગ. ભકિતરામ જેઠારામ : પદ્યકૃતિ ‘રમપદ રાસંગ્રહ' (૧૮૯૬)ના
ભગત નંદલાલ રતિલાલ, “નંદુ ભગત': પદ્યકૃતિ “શ્રીનાથજી ભજનાવલિ'- ભા. ૧-૨ (૧૯૫૭)ના કર્તા.
કત.
ભગત અમૃતલાલ માધવલાલ : પદ્યકૃતિ “શ્રીકૃષ્ણકીર્તનમાળા’ (૧૯૫૪)ના કર્તા.
૨.૨,દ. ભગત ગણપતરામ કાશીરામ : પદ્યકૃતિ 'બાજી મહારાજને પાઠના કર્તા.
ભગત ચુનીલાલ આશારામ, (શ્રી) મોટા” (૪-૯-૧૮૯૮, ૨૩-૭-૧૯૭૬) : આત્મચરિત્રકાર, નિબંધલેખક, પ્રવાસકથાલેખક. જન્મસાવલી (જિ.વડોદરા)માં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૧ -માં વડોદરા કોલેજમાંથી ઇન્ટરમિડિયેટ દરમિયાન કોલેજ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૨ થી ૧૯૪૧ સુધી ગુજરાત હરિજન સેવક સંઘના કાર્યકર તરીકે સેવા અને જીવનસાધના. સાહિત્ય, યુવકપ્રવૃત્તિ, વિજ્ઞાનરસંશોધન, અધ્યાત્મસાધના જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે સમાજમાંથી ભંડોળ એકત્રિત કરીને તેમ જ પોતાનાં પુસ્તકોની સંપૂર્ણ આવક આપીને વિવિધ જાહેર સંસ્થાઓને પ્રોત્સાહન. સાધક-મનીષી. ફાજલપુર (જિ.વડોદરા)માં અવસાન.
જીવનચરિત્ર, પત્ર, પ્રાર્થના, સંસ્મરણ અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપમાં સતત લખતા રહેલા આ સર્જકે મુખ્યત્વે આત્મ-અનુભવને વાચા આપી છે. તેમ કરતાં ગદ્ય અને પદ્ય ભેદ એમણે નથી કર્યો. ‘મનને' (૧૯૪૦), ‘તુજ ચરણે’(૧૯૪૪), ‘જીવનપગલે' (૧૯૪૪), ‘હૃદયકાર’, ‘ગંગાચરણે' (૧૯૪૫), ‘કર્યગાથા' (૧૯૪૭), ‘અભ્યાસીને (૧૯૬૭) તથા ‘જીવનરસાયણ’ (૧૯૭૨), ‘જીવનસૌરભ' (૧૯૭૨), ‘જીવનસ્પંદન' (૧૯૭૩), ‘જીવનપ્રવાહ' (૧૯૭૫) જેવી જીવનલક્ષી પાંત્રીસેક નોંધપાત્ર પુસ્તિકાઓ એમણે આપી છે.
જીવનસંદેશ' (૧૯૪૮), ‘જીવનપાથેય’(૧૯૪૯), “જીવનપ્રેરણા (૧૯૫૦), “જીવનમંથન' (૧૯૫૬)વગેરે એમણે સાધનામાર્થીઓને લખેલા પત્રના સંચયો છે. એમનાં પુસ્તકો પૈકી તુજ ચરણે', મનને’ અને ‘જીવનસંગ્રામના અનુક્રમે “ઍટ ધાય લોટસ ફટ’, ‘ટૂ ધ માઇન્ડ’ અને ‘સ્ટ્રગલ ઑવ લાઇફ” નામે અંગ્રેજીમાં અનુવાદો થયા છે.
૨.૨.દ.
ભગત નિરંજન નરહરિલાલ (૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડયો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલિફન્સ્ટન કોલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ. ડી. આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આ કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં “સંદેશ” દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક, ૧૯૭૭માં 'ગ્રંથ' માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રમાસિક ‘સાહિત્યના તંત્રી. ૧૯૪૯ માં કુમારચન્દ્રક. ૧૯૧૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
ગાંધીયુગાર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરની મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતી આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યકિતની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાને અને બદલેરની નગરસૃષ્ટિના વિષયનો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. 'છંદોલય' (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાને નવો વળાંક સૂચવ તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધન અને આસ્વાદ આપતા કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી” (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતે આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતે જવાય છે. ‘અલ્પવિરામ' (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓને સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતે પહેલીવાર અહીં નજરે ચડે છે. 'છંદોલય' (સંવ.આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહામાંથી ચૂંટેલાં કાવ્યો તથા સંસ્કૃતિમાં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોને ગુચ્છ પ્રવાલદ્વીપ' નામે અહીં અંતે આપ્યો છે. પ્રવાલદ્વીપ' કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોને
૪૦૪: ગુજરાતી સાહિત્યકેશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org