________________
ફોજદાર નટવરલાલ વિઠ્ઠલજી – બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ
બ: જુઓ, બહેરામજી બમનજી. બકુલેશ : જુઓ, ગજકંદ રામજી અરજણ. બકોર : હાસ્યરસિક કૃતિઓ રમતારામ', ‘સનમની શોધમાં', ‘અક્કલના ખાં', 'કલમચાબુક', 'હાસ્યમંઝિલ” તથા “આનંદઘર (૧૯૪૬)ના કર્તા.
ગૂંગળામણમાંથી જન્મેલા કંટાળાનું છે. કલ્પને, સ્મૃતિસાહચર્યો, સ્વપ્ન અને પ્રતીકોનો આશ્રય લેતી કૃતિની શૈલી વાર્તાતત્ત્વવાળી ઓછી અને પાત્રના મનોગતને ઉઘાડનારી વિશેષ છે.
જ.ગા. ફોજદાર નટવરલાલ વિઠ્ઠલજી (૧૮-૬-૧૯૨૦) : નવલકથાલેખક. જન્મ બીલખામાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ.
શિસ્ત કે સેવા?' (૧૯૭૮), “હમદર્દ દીવાન' (૧૯૮૦) જેવી નવલકથાઓ તથા “સોરઠના સપૂત' (૧૯૮૩) અને દુઃમનની ખાનદાની' (૧૯૮૩) જેવા વાર્તાસંગ્રહો એમના નામે છે.
ચં.ટી. ફોજદાર રતનબેન (૧૯૦૯): ‘ગુરુસ્તુતિસ્તવન’ અને ‘ગંગાધારા (૧૯૪૮)નાં કર્તા.
બકોર પટેલ : હરિપ્રસાદ વ્યાસની, પશુસૃષ્ટિનાં નામધારી પાત્રાને લઈને ચાલતી બાળવાર્તાકોણીનું પ્રમુખ પાત્ર.
શ..
ફોટોગ્રાફર પેસી કાવસજી: નવલકથા 'પ્રેમનું પ્રબળ' (૧૯૩૬)ના કર્તા.
૨.ર.દ. ફોફલિયા હીરાલાલ: વાર્તાકાર. ૧૯૩૪માં મૅટ્રિક થયા પછી તરત જ શેઠ નાગજી પુરુષોત્તમની કંપનીમાં જોડાયા. મુંબઈ છત્રીબજારના એસોસિયેશનના પ્રેસિડન્ટ, વર્ષોથી તેના ચૅરમૅન.
એમના વાર્તાસંગ્રહ “રંગમેળો' (૧૯૫૨), શ્રાવણભાદરવો (૧૯૬૨) અને “રાતે વાત' (૧૯૬૯)ની વાર્તાઓ સીધી સાદી લખાવટ પણ આકર્ષક ને ચમત્કૃતિભરી-કલાપૂર્ણ માવજતને લીધે તથા સમગ્રને સંક્ષેપમાં સમાવી લેવાના કસબને કારણે સફળ બની છે. મારી સારી વાર્તાઓ' (૧૯૮૦) એમના ત્રણ નવલિકાસંગ્રહમાંથી ચૂંટેલી વાર્તાઓને સંચય છે. માનસશાસ્ત્રીય પ્રશ્નોની ચર્ચા કરતો લેખસંગ્રહ “હું કેવો છું?”(૧૯૭૯) વ્યકિતત્વના વૈવિધ્યનું વાસ્તવિક મૂલ્યાંકન મેળવી, જીવનને સંવાદી બનાવવા પૂરતું પુસ્તક છે. નવરંગ મેળો જાદુ, કસોટી, ગણિત, કોયડા, રમતગમત, અવધાન વગેરે વિષયોને રજૂકરતું બાલોપયોગી પુસ્તક છે. “અંતરમંથન” અન્ય સાથે લખેલું જીવનચરિત્ર છે.
નિ.વે. ફોરાં (૧૯૪૪): જયંત ખત્રીને પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદ વાર્તાઓ જુદા જુદા સ્તરની છે. “યાદ અને હું, “અમે' અને વરસાદની વાદળી'માં અભિગમ ઊર્મિશીલ છે; તે ‘આનંદનું મેત’ અને ‘બે આની’ વાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપુ’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને દામો અરજણ’, ‘કાળા માલમ', હીરો ઝૂંટ’, ‘બંધ બારણા પાછળ, “અવાજ-અજવાળાં', ‘શેર માટીની ભૂખમાં જાતીય વૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દૃષ્ટિકોણથી આલેખન છે. “અમે બુદ્ધિમાનો ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાના વ્યવહારમાં રહેલી વાસ્તવદૃષ્ટિની ઊણપને, તે “એક મહાન મૈત્રી' સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરૂપે છે.
બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ, ‘ચન્દનમ્ ', ચન્દ્ર (૨૦-૮-૧૯૩૨): નવલકથાકાર, નવલિકાકાર, નાટયલેખક, પ્રવાસકથાલેખક, આત્મકથાલેખક. જન્મ પાલનપુરમાં. ૧૯૫૨માં મુંબઈથી બી.એ. થઈ કલકત્તા ગયા. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૬૩ માં ઇતિહાસ
અને રાજકારણ વિષયોમાં એમ.એ. ૧૯૭-૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનનું અધ્યાપન. ૧૯૮૦થી ૧૯૮૨ એ બે વર્ષ માટે મુંબઈની એલ. એસ. રાજા આર્સ ઍન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ. ત્યારપછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.
‘પડઘા ડૂબી ગયા' (૧૯૫૭), ‘મા’ (૧૯૫૯), ‘એકલતાના કિનારા(૧૯૫૯), ‘આકાર' (૧૯૬૩), ‘એક અને એક' (૧૯૬૫), ‘પેરેલિસિસ' (૧૯૬૭), “જાતકકથા' (૧૯૬૯), 'હનીમૂન?(૧૯૭૧),
અયનવૃત્ત' (૧૯૭૨), “અતીતવન' (૧૯૭૩), ‘લગ્નની આગલી રાતે' (૧૯૭૩), ‘ઝિન્દાની' (૧૯૭૪), 'સુરખાબ (૧૯૭૪), ‘આકાશે કહ્યું'(૧૯૭૫), “ીફ મરીના' (૧૯૭૬), યાત્રાના અંત' (૧૯૭૮), “દિશાતરંગ' (૧૯૭૯), ‘બાકી રાત’ (૧૯૭૯), હથેલી પર બાદબાકી' (૧૯૮૧), ‘હું, કોનારક શાહ.” (૧૯૮૩), “લીલી નસોમાં પાનખર' (૧૯૮૪), ‘વંશ' (૧૯૮૬) જેવી નવલકથાઓ એમણે આપી છે. નવલકથાના લેખનને તેઓ માઁઈને ખેલ’ ગણે છે. જીવનને સમગ્રતયા ભેળવીને અને વિશે લખવાને દાબ એમને વર્તાય છે. સર્જકને પલે અનુભવ ને એ વિશેની ઇમાનદારી પ્રાથમિક મહત્ત્વનાં, બીજું બધું ગૌણ. વાચકોનો સ્વીકાર સરળતાની એકમાત્ર કટી. એને તેઓ ખુશકિસ્મતી ગણે છે. આગવી શૈલી, મહાનગરજીવનનાં વિષાદ, વેદના ને એકલતાના આલેખન વગેરેથી તેઓ આધુનિક નવલકથાકાર ગણાયા છે. પરંતુ એમનાં સર્જનમાં વ્યકત થતું અસ્તિત્વવાદી વલણ કૃતિમાં કવચિત જ અનુસ્મૃત થઈને આવે છે. પાત્રોની નિતાન્ત નિર્ભાન્તિના દાવાને તેઓ રંગદર્શિતાને પાસ આપીને મધ્યમવર્ગીય બનાવી દે છે. પરંતુ થોડીક ધૂળ ઘટનાના આધારે માનસિક સૃષ્ટિના અને એના સંદર્ભના અને પરિવેશના કદીક તાજગીભર્યા વર્ણનની ચમત્કૃતિ ઉપજાવતી શૈલીથી વાચકને વાર્તારસમાં ખેંચી જવામાં તેઓ સફળ રહે છે. “આકારમાં આશાસ્પદ એંધાણ આપી, “જાતકકથામાં વૈચારિક પ્રામાણિકતા પાત્ર પર લાદી, “પેરેલિસિસમાં કંઈક અંશે એનું સુખ, ઘટ્ટ પોત તેઓ
ધી.મ.
૩૮૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org