________________
પ્રબોધાનંદ સ્વામી - પ્રશાંત’ ક્ષણ
પ્રભુરામ પંડયા : જુઓ, ભમરા મંચેશા સારાબજી. પ્રમદા : સંસ્મરણકથા ‘યૌવનનાં સ્મરણા' (૧૯૨૦)નાં કર્તા..
નિ.વા. પ્રમાદધન : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચન્દ્ર'ની નાયિકા કુમુદસુંદરીને કાંપટ અને ટૂંકી બુદ્ધિને પતિ. સરસ્વતીચન્દ્રની ગુણાનુરાગી કુમુદસુંદરી આવા પતિના મૃત્યુ પછી પણ છેવટ સુધી પતિપરાયણ રહે છે.
રાંટો. પ્રમાદ : નવલકથાઓ ‘જન' (૧૯૩૮), ‘બલિદાન', “એક ભૂલ એક રાજ’ અને ‘કાગજ કી નાવના કર્તા.
નિવા. પ્રલય : પાણીનાં વિવિધ સાહચર્યાથી પ્રલય અને પ્રણયની ધરી પર
અનેક નાદમુદ્રા અને ભાષામુદ્રા પ્રગટાવતી સિતાંશુ યશશ્ચન્દ્રની દી કાવ્યકૃતિ.
ર.ટી. પ્રલોચન : નવલકથા ‘અમૃતના પાલા' (૧૯૨૬)ના કતાં.
જેટલી રચન:ખોને પ્રિયકાંત મણિયારને કાવ્યસંગ્રહ, અમેરિકાને ૨. પરિચિત પરિવેશ આ સંગ્રહની ઉદ્દીપનસામગ્રી છે. એના પડકારમાંથી કવિ પદ્યબંધ છેઃડી પહેલીવાર મેટા પ્રમાણમાં ગદ્યકૃતિઓ અાપી છે. એમાં, અમેરિકાના પ્રવાસનાં, પ્રવાસથી પાછા ફર્યા પછી સ્વદેશ અંગેની પ્રતિક્રિયાનાં અને પ્રણયનાં એમ ત્રિવધ પ્રકારનાં કાવ્યો જોઈ શકાય છે. કવિના પ્રબળ સળંગમાં અધીરાઈ છે અને તેથી કાવ્યનું રચનવિધાન ઓછું સુદૃઢ છે. પ્રણયનિરૂપણ પણ કયારેક હું સુભગ રહ્યું છે. તેમ છતાં, ‘ન્યૂયોર્ક -એક હરણ જેવું ઉત્તમ પ્રવાસકાવ્ય અને ‘ઈસુની ઉકિત’ તેમ જ ‘એ લેક' જેવી ઉત્તમ અછાંદસ રચનાઓ અહીં મેળે છે.
રહો. પ્રધાનંદ સ્વામી : પ્રવાસવર્ણનનું પુસ્તક ‘બરફતે બદરીનાથ (૧૯૬૪)ના કર્તા.
નિ.વા. પ્રભાકર : ચીન સાથેના સંઘર્ષની પશ્ચાદ્ભૂમાં લખાયેલું, દેશભકિતપ્રેરક પુસ્તક ‘લાખણી ધરતી' (૧૯૬૩)ના કર્તા.
નિ.વા. પ્રભોજતિ : જુઓ, પંજવાણી પ્રભાવતી. પ્રભાતને તપસ્વી (૧૯૩૭) : રમણભાઈ નીલકંઠ જન ‘પરિહારમય અનુકરણ” અને ન. ભે. દિવેટિયા જેને ‘છાયાકાવ્ય” કહે છે તે અંગ્રેજી પેરડી’ માટે વધુ રૂઢ થયેલા પ્રતિકાવ્ય’ પર્યાય આપનાર ખબરદારે “કવિ ન્હોટાલાલ’ના ઉપનામથી આપેલું પહેલું પ્રતિકાવ્ય. ગાંધીજીને સંબોધીને લખાયેલ ન્હાનાલાલકૃત ‘ગુજરાતનો તપસ્વી'ની અપદ્યાગદ્ય શૈલીની વિડંબનારૂપે આ પ્રતિકાવ્ય લખાયેલું છે. એમાં મૂળ કાવ્યના ભાવાનું નહિ, પણ તેની રૌલીનું અનુકરણ કરી તેને ઉપહાસ કરવાનું પ્રયોજન છે. મૂળ કાવ્યની શૈલી યોજી બહુધા ઉચ્ચારસામ્ય જાળવવાને અહીં યત્ન છે. ‘સુવર્ણ મહોત્સવ’ સામે રૂપેરી મહોત્સવ', તે ‘કવિ ન્હાનાલાલની સામે ‘કવિ મહેઠાલાલ’ જેવા સમુચિત પ્રતિશબ્દો યોજાયા છે. એમાં ડોલનશૈલીને ઉગ્ર વિરોધ, ઉપહાસ તથા મૂળનાં વલણ, ઘાટ, વિચાર, ઢબ આદિને કલાત્મક પ્રતિકાર છે; પણ મૂળ કવિ પ્રત્યેનો ડંખ નથી.
ધ.મા. પ્રભાતે પૂજામાં : સવારની પૂજા વખતે અંબાગવરીનાં વહુ અને દીકરી પરત્વેનાં ભિન્ન માનસવલણને લંગમાં પ્રગટાવતું ધનસુખલાલ મહેતાનું એકાંકી.
'પ્રવાસી નાથાનાયેલ પ્રેમચંદ : ઈશુ ખ્રિસ્ત અને પ્રસ્તી ધર્મ વિશેની
પદ્યકૃતિઓના સંગ્રહ સુબાધકાવ્યસંગ્રહ' (૧૯૨૬) તથા ‘જ્ઞાનદર્શક સંગીતસમૂહ'- ભા. ૧ના કતાં.
પ્રવાસી પાગલ : પુષ્ટિમાગી આચાર્યના અનીતિભર્યા આચરણને નિરૂપનું નાટક ‘તબેલાનું તોફાન'ના કતાં.
નિ.વા. પ્રવાહ: ગામની નદીના પ્રવાહ પરથી ભભૂતકાળના અંદરના પ્રવાહમાં ઊતરી અંગ્રેજી સાહિત્યની સંવેદનાથી અંગત સામગ્રી ઉપસાવત દિગીશ મહેતાને લલિતનિબંધ.
એ.ટી. પ્રવેશકો- ગુરછ ૧,૨ (૧૯૫૯, ૧૯૬૧) : બળવંતરાય ક. દાકારના વિવેચનગ્રંથ. આ બંને ગ્રંથમાં જુદા જુદા ગ્રંથોના પ્રવેશો છે. ગુચ્છ ૧માં સર્જનાત્મક કૃતિઓ અને કૃતિસંચા પરના કુલ સદર પ્રવેશકોને અને એક નિવેદનને સમાવેશ છે. આ પ્રવેશકો જુદા જુદા સાહિત્યપ્રકારની કૃતિઓ પરના છે; તે હેમ્લેટ’, ‘નાગાનન્દ’ અને બંકિમચંદ્રની ભાવનામય અદભૂત કૃતિ ‘આનંદમઠ' જેવી અનુક્રમે અંગ્રેજી, સંસ્કૃત અને બંગાળી કૃતિઓ પરના પણ છે. ગુરછ રમાં કુલ સાત પ્રવેશકો છે. તે બધા મોટે ભાગે લલિતેતર સાહિત્યકૃતિઓ પર લખાયેલા છે. લેખકનાં કૃતિ-અભિગમ અને કૃતિ-પરીક્ષણા એકંદરે વ્યકિતત્વની મુદ્રાવાળાં બન્યાં છે.
ચિ.ટા. પ્રશાંત : જુઓ, શાહ શાંતિલાલ મગનલાલ. પ્રશાંત ક્ષણ : વિસામો લઈ ફરી ચીલે મુકાતા સમયરથની સ્થિતિગતિનાં આકર્ષક દૃશ્ય આ૫નું ઉશનસ્ નું સેનેટ.
એ.ટો.
પ્રભાસ્કર જનાર્દન નાનાભાઈ (૮-૬-૧૮૯૧): કવિ. જન્મ વલસાડ જિલ્લાના ઉંડાચ ગામમાં. અંગ્રેજી અને મરાઠી ભાષાનું સારું જ્ઞાન. ખેતીને વ્યવસાય.
એમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયના કમળ-ઋજ ભાવને આલેખતા રાસંગીતના સંગ્રહ ‘વિહારિણી' (૧૯૨૬), “શરદિની” (૧૯૨૮), 'મંદાકિની' (૧૯૭૨) અને રાનંદિની' (૧૯૩૪) મળ્યા છે.
નિ.વે.
૩૮૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org