________________
પાઠકજી મંગેશરાવ -- પાનાચંદ અમુલખ
માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાથી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિને, વચલા માણસ તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેદીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે.
એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિલંબિત કરી મૂકના સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલને પરિચય આપે છે. રંગદશી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિક રહતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિને લેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે.
૨.સી.
પાઠકજી મંગેશરાવ : રપુરત શહેર વિશેની વૈવિધ્યપૂર્ણ મ હિતી આપનું બાળપયોગી પુસ્તક ‘સૂરત'- ભા. ૧-૨ (૧૯૪૩)ના કર્તા.
નિ.. પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન (૧૫-૩-૧૮૯૫, ૨૩-૩-૧૯૩૫) : નાટયકાર, વિવેચક. જન્મ મુંબઈમાં. વતન સુરત. એમ.એ., બારએટ-૯ો. (ઇલૅન્ડ). મુંબઈની હાઈકોર્ટમાં વકીલાત. ‘વહેમી' (બી. આ. ૧૯૪૮) તથા “જીવતી જલિયટ’ (૧૯૩૬) પ્રહસનાત્મક નાટકોમાં એમણે મનુષ્યમાં રહેલાં વહેમી માનસ તથા પ્રેમ-કામવૃત્તિને હાસ્યના વિભાવ બનાવ્યાં છે. “સંવાદો’ (બી. ના. ૧૯૫૫)માં તેર હાસ્યરસિક નાટયાત્મક સંવાદો સંગૃહીત છે.
એમના વિવેચનસંગ્રહ ‘પરાગ' (૧૯૪૦)માં રસાળ શૈલીમાં લખાયેલા સાહિત્યવિષયક લેખે છે, જેમાં કેટલાંક વ્યાખ્યાને છે. ‘કાવ્યસાહિત્યમીમાંસા' (૧૯૨૯), ‘ગદ્યકુસુમ' (૧૯૩૧) ઇત્યાદિ એમના હરપાદિત ગ્રંથ છે. ‘ગાયટેનાં જીવનસૂત્રો' (૧૯૨૨) એમના અનુવાદગ્રંથ છે.
જ.ગા. પાઠકજી સુરેન્દ્ર ભાલચંદ્ર : સબોધક કથા-વાર્તાઓના સંગ્રહ ‘ટૂંકી વાર્તાઓ', “વાર્તાસંગ્રહ અથવા વાવાબાની વાનગી' (૧૯૨૭) અને હું કરીશ જ-નું માહાભ્ય કે સંકલ્પપ્રશસ્તિ' (૧૯૨૮)ના કર્તા.
નિ.વે. પાડલ્યા રામજી કચરા (૧૪-૮-૧૯૨૯) : કવિ. જન્મ પોરબંદરમાં. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. શિક્ષક. ‘જ્ઞાનસાગર” માસિકના તંત્રી. એમની પાસેથી કાવ્યસંગ્રહ 'પહેલું ફૂલ' (૧૯૬૩) મળ્યો છે.
નિ.. પાદરનાં તીરથ (૧૯૪૬): ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કપેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યકત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે.
અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉોજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવે સ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટો આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભેજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાને પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિકા ને સનિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડોકટરના મનમાં દ્વિધા જગવે છેને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા
પાદરાકર મણિલાલ મેહનલાલ (૧૮૮૭,-) : કવિ, નવલકથાકાર,
જીવનચરિત્રલેખક. જન્મ પાદરા (જિ. વડોદરા)માં. મૅટ્રિક સુધીના અભ્યાસ. મુંબઈમાં ઝવેરાતને વ્યવસાય તથા એક શ્રેષ્ઠીને ત્યાં એરટેટ મેનેજર.
એમણે નિબંધસંગ્રહ ‘નવજીવન’ (૧૯૧૭), નવલકથા ‘સાકી’ (૧૯૧૯), જીવનચરિત્રો “શ્રીમદ્ દેવન્દજી, તેમનું જીવન અને ગૂર્જર સાહિત્ય' (૧૯૨૯) અને ‘કરીમદ્ બુદ્ધિસાગરસૂરિ, તેમનું જીવન અને ગૂર્જર સાહિત્ય' (૧૯૨૪) તથા પદ્યકૃતિઓ પ્રણયમંજરી' (૧૯૨૦), ‘લગ્નગીતો' (૧૯૨૩), 'લગ્નગીત મણિમાળા (૧૯૨૪), “રાષ્ટ્રીય રાસકુંજ' (૧૯૩૮), રાષ્ટ્રીય રાસમંદિર' (૧૯૩૧), ‘રાષ્ટ્રીય નવરાત્રરાસ' (૧૯૩૦)અને ‘મંગલસૂત્ર' (૧૯૩૫) ઉપરાંત ‘સૌભાગ્યસિંધુ અને સૂતિકા શિક્ષણ' (૧૯૨૯) જેવાં પુરના આપ્યાં છે.
પાદલિપ્તાચાર્ય : કથાકૃતિ ‘તરંગવતી' (૧૯૩૩)ના કર્તા.
નિ.વ.
પાદશાહ કિશારચંદ્ર ગુલાબચંદ, ‘સ્નેહી' (૮-૨-૧૯૩૩) : નાટકાર. જન્મ ગોંડલમાં. એલએલ.બી. ૧૯૫૬ થી રાજકોટમાં વકીલાત.
એમની પાસેથી નાટયકૃતિ હસનું બર્મા અને પ્રહસન અને ખી ગૃહખરીદી’ મળ્યાં છે.
નિ.વા. પાનવાળા સી. ટી. : બાલવાર્તાઓ “સાચું રતન' (૧૯૬૧) અને ‘મનના મેળ' (૧૯૬૧) કર્તા.
નિ.વા. પાનાચંદ અમુલખ : પદ્ય ઈત નીતિના બેહાલ વિશે કાવ્ય'-૧ (૧૯૦૮)ના કર્તા.
નિ.વા.
૩૬૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org