________________
પાઠક ભગવાનદાસ – પાઠક રમેશભાઈ હરિદત્ત
પાઠક ભગવાનદાસ : કથાત્મક કૃતિ “ફટ મારી ફૂલી, શેઠને સૂતો મૂકી,
ભટક મા કયાંય ભૂલી'- ભા. ૧ (૧૯૦૫)ના કર્તા.
પાઠક રમણલાલ ધ. (૨૪-૨-૧૯૩૫) : વિવેચક. ૧૯૬૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી.
એમણે વિવેચનગ્રંથ “અખો : એક સ્વાધ્યાય' (૧૯૭૬) તથા હિંદી વિવેચનગ્રંથ 'ગુજરાત કે સંતન કી હિંદી વાણી' (૧૯૬૯) આપ્યા છે.
પાઠક ભગવાનદાસ ડુંગરશી : પદ્યકૃતિ નવલરામવિરહ' (૧૮૮૯).
-ના કર્તા. પાઠક મગનલાલ નિર્ભયરામ : મયૂરધ્વજ આખ્યાન' (૧૯૧૨)ના કર્તા.
૨.ર.દ. પાઠક મધુસૂદન : સામાજિક નવલકથા “ગગનગાખનું પંખેરુભા. ૧-૨ (૧૯૬૮) તથા કુમુદ અને કમલ' (૧૯૭૧)ના કર્તા.
૨.૨.દ. પાઠક મહાશંકર સોમેશ્વર : કિશોરો માટે બોધક નીવડતી વાર્તાઓ
વીર ગટોરગચ્છ’ અને ‘વીર ધનંજય તથા સચિત્ર ‘દમયંતી ચરિત્ર'ના કર્તા.
પાઠક મુઠુંદરાય હરિદર(૧૪-૩-૧૯૧૯) : કોશકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૩૬ માં મેટ્રિક. ૧૯૪૨માં બી.એ. પ્રારંભમાં શિક્ષક, પછી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક. એ પછી ૧૯૬૨ થી ૧૯૭૦ સુધી ક્રાફટ ઓર્ગેનાઈઝર અને ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી શિક્ષણાધિકારી.
એમણે ‘નાગર સર્વસંગ્રહ'- દર્શન પહેલું (૧૯૮૬) અને નાગર સર્વસંગ્રહ'- દર્શન બીજું અને ત્રીજું (૧૯૮૮) આપ્યાં છે.
ચં.ટો. પાઠક મુનિદુમાર જે.: ચરિત્રસંદર્ભગ્રંથ ‘હિંદનાં નામાંકિત નરનારીઓ' (૧૯૪૫) ના કર્તા.
પાઠક રમણલાલ હિમતલાલ, ‘મંજલ અંદારિક પાઠક', ‘વાચરપતિ' (૩૦-૭-૧૯૨૨) : હાસ્યલેખક, પત્રકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ રાજગઢમાં. પ્રાથમિક શિક્ષણ ગઢ (રાજગઢ)માં અને માધ્યમિક શિક્ષણ ગોધરા, પાદરા, ડભોઈ અને કલેલમાં લઈને સુરતની એમ. ટી. બી. કોલેજમાંથી બી.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૪૫થી દાહોદ, હાલોલ વગેરે સ્થળે શિક્ષક. ૧૯૪૮ થી મુંબઈના “હિંદુસ્તાન' દૈનિક સાથે સંલગ્ન. ૧૯૫૦થી દિલહી મુકામે આકાશવાણીના સમાચાર વિભાગમાં સમાચારપ્રસારક. ૧૯૫૭થી 'સોવિયેત સમાચાર'ના માહિતી વિભાગમાં સંપાદક. ૧૯૬૨-૮૦ દરમિયાન રાજપીપળા, બારડોલી, સંખેડા અને ચીખલીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક.
‘બંગ વાડ મય' (૧૯૭૧), ‘હાસ્યલોક' (૧૯૭૯) અને હાસ્યપનિષદ' (૧૯૮૩) એમના હાસ્યલેખોના સંગ્રહો છે, જેમાં તેઓ કટાક્ષ સાથે હાસ્ય જન્માવીને સાંપ્રત પરિસ્થિતિ પર વે પોતાને પ્રતિભાવ દર્શાવે છે. ‘સબસે ઊંચી પ્રેમસગાઈ' (૧૯૫૬), 'પ્રીત બંધાણી' (૧૯૬૧) અને ‘અકસ્માતના આકાર' (૧૯૭૮) એમના વાર્તાસંગ્રહો છે. “ઓથાર'(૧૯૬૮) એમની નવલકથા છે. ‘ભાષાસિદ્ધાંતસાર'માં એમના ભાષાવિજ્ઞાનવિષયક લેખો સંગૃહીત છે. ‘વાર્તાવિલોક(૧૯૭૯) અને “શબ્દને સંગ' (૧૯૮૦) એમના વિવેચનલેખેના સંચયો છે.
‘રમણભ્રમણ (૧૯૭૯), ‘આંસુ અનરાધાર (૧૯૮૦) અને ‘આક્રોશ’ એમના ચિતનનિબંધોના સંગ્રહ છે. સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૮૧) અને ગુજરાતી ઊર્મિકાવ્યો' (૧૯૮૩) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ‘ટકિયોથી ઈમ્ફાલ' (૧૯૪૭), ‘રૉખેવની કોક નવલિકાઓ'(૧૯૫૭), ધીરે વહે છે દોન (૧૯૬૧),
અકબરથી ઔરંગઝેબ અને હું કેમ નિરીશ્વરવાદી છું’ એમના અનુવાદગ્રંથ છે.
બ.જા. પાઠક રમેશચંદ્ર પ્રેમશંકર (૨૪-૭-૧૯૪૭) : કવિ. જન્મ સુરેન્દ્ર નગરના હળવદમાં. ૧૯૬૫માં એસ.એસ.સી. ૧૯૭૫ માં સમાજશાસ્ત્ર-રાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. હળવદની પ્રાથમિક કન્યાશાળામાં શિક્ષક. ‘ટહુકે વન' (૧૯૮૬) એમનો તાન્કાકાવ્યોનો સંગ્રહ છે.
ચં.ટી. પાઠક રમેશભાઈ હરિદત્ત (૨૮-૧-૧૯૨૪, ૭-૧-૧૯૮૭) : કવિ, સંપાદક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૫માં બી.એ. ૧૯૫૭માં ડિપ્લોમા ઇન બાયોકેમિસ્ટ, ૧૯૬૦માં ડિપ્લોમા ઇન હોમિયોપથી. મુખ્યત્વે ગુજરાત રાજ્યના વેચાણવેરા
૨.ર.દ.
પાઠક મેહનલાલ જગન્નાથ : અગિયાર પ્રેરક ઇતિહાસ-કથાઓને સંગ્રહ ‘સત્યકથાઓ' (૧૯૪૬) તથા રહસ્યકથા 'કરોળિયાને કાળપાશ' (૧૯૪૮)ના કર્તા.
પાઠક રણછોડલાલ લક્ષ્મીરામ, ‘દાસ રણછોડ” (૧૭-૬-૧૯૧૮) : કવિ. જન્મ બાકોર (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક શાળાનાં પાંચ ધોરણ સુધી બાકોરમાં અભ્યાસ, પછી ધર્મ સંબંધી સ્વઅધ્યયન. ધર્મપ્રચાર-પ્રસાર તથા કથાકીર્તન. સંન્યસ્ત-નામ તુલસીદાસજી ગુરુ અવિચળદાસજી.
એમણે પરંપરિત ભકિતપૂર્ણ રચનાઓના સંગ્રહ ‘રણમુકત ભજનાવલી’- ૧, ૨, ૩, ૪, ૫ (૧૯૬૦, ૧૯૬૨, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૮૬) આપ્યા છે.
૨.ર.દ. પાઠક રતિલાલ છોટાલાલ, “સ્વામી સ્વયંજયોતિ’, ‘સ્નેહજયોતિ': કાવ્યસંગ્રહ ‘કિરણકલાપ' (૧૯૩૩) અને ‘ભર્ગદર્શન' (૧૯૩૩) તથા અનુવાદ સ્વામી રામતીર્થ :એમના સદુપદેશ’ - ભા. ૮-૯ (૧૯૧૫) ના કર્તા.
૨,૨.દ.
૩૫૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org