________________
પાઠક નાગરલાલ મેહનલાલ - પાઠક ભગવતીકુમાર મનસુખલાલ
એમના પ્રથમ કાવ્યસંગ્રહ “સંવેદના' (૧૯૪૨)માં મુખ્યત્વે વિષાદના ભાવનું નિરૂપણ કરતી રચનાઓ સૌનેટ, ખંડકાવ્ય, ગીતકાવ્ય અને છાંદસ કાવ્યના સ્વરૂપે મળે છે. ‘મે: ભનાં પાણી’ (૧૯૪૭) બે સ્ત્રીપત્રો અને બે પુરુષપાત્રોના આધારે, કેળવણી અને સંસ્કૃતિના પ્રભાવે સર્જાતી લગ્નજીવનની સમસ્યાનું નિરૂપણ કરતી એમની સામાજિક નવલકથા છે. 'પારકી જણી' (૧૯૫૦) દંભી સમાજની ટીકાત્મક છણાવટ કરતું નાયિકાપ્રધાન, પ્રશ્નપ્રધાન સામાજિક નાટક છે. ‘ભાડે આપવાનું છે' (૧૯૧૬) એમનું ત્રિઅંકી પ્રહસન છે, તો એકાંકીસંગ્રહ વંશાખી વાદળ' (૧૯૫૯)માં
તાલાયકી ધરાવતાં મૌલિક નાટકો છે. વડોદરાની મ. સ. યુનિવસિટીમાં આપેલાં એકાંકીના સ્વરૂપ અને વિકાસ અંગેનાં વ્યાખ્યાનોને સંગ્રહ ‘એકાંકી : સાહિત્ય અને સ્વરૂપ' (૧૯૫૬) તથા નાટકની પાશ્ચાત્ય વિભાવનાની ચર્ચા કરતું પુસ્તક ‘પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો' (૧૯૬૮) એ એમના રાંરોધનાત્મક વિવેચનનાં ઉદાહરણ છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં છાંદસ-અછાંદસ પ્રકારની ૧૩૭ જેટલી રચનાઓના કાવ્યસંગ્રહ ‘લહેરાતાં રૂપ' (૧૯૭૮), યુસુફ મહદઅલીના ચરિત્રલેખાના અંગ્રેજી પુસ્તકને અનુવાદ ‘આપણા નેતાઓ' (૧૯૪૪) તથા પ્રકીર્ણ પુસ્તક “સમાજવાદની પુનર્વિચારણા' (૧૯૪૪)નો સમાવેશ થાય છે. પાઠક નાગરલાલ મોહનલાલ : ‘ભાગ્ય મહાદય નાટકના કર્તા.
૨.૨.દ. પાઠક પુરુષોત્તમ ઘેલાભાઈ : પદ્યકૃતિ “શૂરવીર દેવરાજ' (અન્ય સાથે, ૧૯૧૬)ના કર્તા.
૧૯૩૫ પછી મિલ ઉદ્યોગમાં વહીવટી ક્ષેત્રે કામગીરી. સત્યાગ્રહની લડતમાં સક્રિય ભાગ. યોગ-વજ્ઞાન ઉપરાંત ચિત્ત-માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં વિશેષ રચિ.
એમના પંદર પ્રવેશાવાળા સંકુલ નાટક ‘અનંતા' (૧૯૨૧)માં રવીન્દ્રનાથ ટાગોરનાં ભાવનાપ્રધાન નાટકોની અસર વરતાય છે. ‘ઢીંગલી' (૧૯૨૨) ઇબ્સનના ‘ડોલ્સહાઉસને સરળ છતાં નવાં સાહિત્યિક પરિબળાની વિશિષ્ટ છટા દાખવતા એમને અનુવાદ છે. એમનો મરણોત્તર એકાંકીસંગ્રહ ‘અનુપમ ગૌરી અને બીજાં એકાંકીઓ' (૧૯૭૮)માં માનવીના મનોગતને વ્યકત કરવી પ્રતીકોના કરેલા ઉપયોગમાં નારકારની સર્જકતાનો પરિચય મળે છે. એકાંકીના પૂર્વવરૂપ જેવાં આ લધુનાટકો એક અંકનાં પણ ત્રણથી પાંચ પ્રવેશનાં છે. વસ્તુ, પાત્ર, સંવાદ અને નાટસંવિધાનમાં તત્કાલીન નાટકોની સરખામણીમાં નવીનતા અને પ્રયોગશીલતા દેખાડતી રચનાઓ તરીકે એનું મહત્ત્વ છે. ‘ના’ (૧૯૫૮) એમનું ત્રિઅંકી નાટક છે. પ્લેટોના પુસ્તક 'પ્લેટોઝ રિપબ્લિકનો અનુવાદ ‘પ્લેટોનું આદર્શ નગર' (૧૯૩૭) નામે આપ્યો છે. પાશ્ચાત્ય ફિલસૂફીની દૃષ્ટિએ શ્રી અરવિંદનું તત્ત્વજ્ઞાન’ (૧૯૫૫)માં એમણે શ્રી અરવિંદની યોગસાધનાને પશ્ચિમની દાર્શનિક વિચારધારાઓ સાથે મૂલવી છે. એમનું ઇતિહાસવિષયક પુસ્તક ‘ઇતિહાસનો અભ્યાસ' (૧૯૭૦) આર્નલ્ડ ટોયબીના પુરાતકનો અનુવાદ છે. ‘મજજાતંત્ર, ચિત્તશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર' (૧૯૭૩)ની વિજ્ઞાન વ્યાખ્યાનમાળ માં પ્રગટ થયેલી પુસ્તિકા એમાંનાં અભ્યાસ અને વિશદ નિરૂપણને કારાગ નોંધપાત્ર છે. માનવચેતના' (૧૯૭૦)માં વિદ્યાબેન નીલકંઠ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાને પ્રકાશિત થયાં છે.
નિ.વા. પાઠક બળદેવપ્રસાદ આર.: ‘યુરોપના પ્રવાસ'ના કર્તા.
પાઠક બાલકૃષ્ણ લક્ષ્મણદાસ : પદ્યકૃતિઓ ‘રસિકભાત સંગ્રહ) (૧૮૮૭) તથા ‘સીતાજીના બાર મહિનાના કર્તા.
પાઠક પ્રભાશંકર જયશંકર : પદ્યકૃતિ 'કમી ડુંમનાથનું શિવાલય (૧૯૧૩) તેમ જ પુસ્તિકાઓ “આદભૂત જીવન’, ‘આત્મરામાયણ’ અને ‘બાલરામાયણના કર્તા.
૨.ર.દ. પાઠક પલાદ જીવણલાલ, ‘બિસ્મિલ' (૧૩-૧૦-૧૯૦૯,
' ૨૩-૯-૧૯૭૭) : કવિ, વાર્તાલેખક. જન્મ અમદાવાદમાં. ૧૯૩૦માં બી.એ., ૧૯૩૪ માં એલએલ.બી. ચાર ભે દાંતા સ્ટેટમાં મૅજિસ્ટ્રેટ, પછી ગુજરાત રાજ્યમાં વિવિધ ખાતાંમાં અધિકારી. નાની બચત ખાતામાંથી વિભાગીય નિયામક તરીકે નિવૃત્ત. અમદાવાદમાં અવસાન.
એમને પ્રકૃતિ અને પ્રણયનું પરંપરિત નિરૂપણ કરતો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘ખરતા તારાને પ્રગટ થયો છે. આ ઉપરાંત વિવિધ સામયિકોમાં એમનાં નાટકો અને વાર્તાઓ પ્રકાશિત થયાં છે.
પાઠક બાળકરામ હરિનારાયણ : ‘રાજનગરના રાજવી'ના કર્તા.
પાઠક બાળાશંકર હિમતરામ : “ચતુરકળા' (૧૮૯૪) તથા ‘ચંદ્રસેનપ્રભાવતી નાટકનાં ગાયન' (૧૮૯૪) ના કર્તા.
પાઠક પ્રાણજીવન વિશ્વનાથ, ‘આરાયક’, ‘રામાનુજ (૨૧-૮-૧૮૮૮, ૨૭-૧૦-૧૯૭૫) : નાટયલેખક. જન્મસ્થળ જામખંભાળિયા (જામનગર). ૧૯૧૮ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ., ૧૯૩૧ માં એમ.એ. ગૂજરાત વિદ્યાપીઠ અને વડોદરા કોલેજમાં શિક્ષક અને અધ્યાપક.
પાઠક ભગવતીકુમાર મનસુખલાલ (૧૮-૧૦-૧૯૩૯) : કવિ. જન્મ ચોરવાડ (જિ. જૂનાગઢ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૬૬ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૭૨માં બી.ઍડ. ૧૯૭૪માં એમ.ઍડ. ૧૯૭૬ માં એમ.એ. ચૌદ વર્ષ માધ્યમિક શાળામાં શિક્ષક. પછીથી દ્વારકાની ઍજ્યુકેશન કોલેજમાં અધ્યાપક. એમણે ગઝલસંગ્રહ “અગોચર ફોર' (૧૯૮૩) આપ્યો છે.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org