________________
પાટણની પ્રભુતા - પાઠક જયંત હિમતલાલ
પાઠક કિરપાશંકર કાશીરામ : પદ્યકૃતિ ‘દમયંતી રવયંવરનાં ગાયનોના કર્તા.
પાઠક ગણપતરામ નરભેરામ : “રૂપસિહ-કનકદેવીવિરહ નાટક
ભા. ૧ (૧૮૮૭)ના કર્તા.
પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સેલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલને પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાય પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શકિત ને બુદ્ધિને આશ્રય સ્વાકીરીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજકીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયકિતક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તો આ કૃતિને ઐતિહાસિક રોમાન્સની કોટિમાં મૂકે છે.
જ.ગા. પાટણવાળા અંબાલાલ એચ. : પદ્યકૃતિ ‘સ્તવનસંગ્રહ - ભકિતની મસ્તી' (અન્ય સાથે, ૧૯૭૫)ના કર્તા.
પાઠક ગિરજાશંકર વિશ્વનાથ (૨૧-૫-૧૯૧૯) : કવિ, વિવેચક.
જન્મ રાજકોટમાં. ૧૯૪૨ માં બી.એ. ૧૯૫૩માં બી.એડ. માધ્યમિક શાળામાં શિક્ષક.
એમણે કાવ્યસંગ્રહો 'પ્રતીક્ષા' (૧૯૬૫) અને ‘અભીપ્રા' તથા વિવેચનસંગ્રહ ‘બ.ક.ઠા. - જૂની અને નવી નજરે આપ્યા છે.
પાઠક ગોરાભાઈ રામજી: પદ્યકૃતિ ‘ભારતીય કાવ્યાદર્શના કર્તા.
પાઠક અનંતરાય રામચંદ્ર (૧૫-૩-૧૯૨૯) : વાર્તાકાર. જન્મ પાલીતાણા (જિ. ભાવનગર)માં. એમ.એ., એસ.ટી.સી. બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમણે વીતેલા સમયનાં કુમાશભર્યા સંવેદનોને આલેખતી ચીદ વાર્તાઓનો સંગ્રહ ‘જીવનનાં જળ' (૧૯૮૧) આપ્યા છે.
પાઠક જગજીવન કાલિદાસ (૧૨-૫-૧૮૭૨, ૧૨-૭-૧૯૩૨) : ગદ્યલેખક. જન્મ વતન ભેળાદમાં. પ્રાથમિક શિક્ષણ ભાળ:દમાં. રાજકોટની ટ્રેનિંગ કોલેજમાંથી સિનિયર ટ્રેઇન્ડ. એ પછી શરૂમાં પોરબંદરના મહારાણાના ટયુટર અને પછીથી તાલુકાશાળાના આચાર્ય. કાઠિયાવાડી લોકસાહિત્યના પ્રથમ સંગ્રાહક.
એમની કૃતિઓમાં મુખ્યત્વે ધ્ર વાક્યુદય’નાટક અને રાયચંપક' નામે ઐતિહાસિક નવલકથાનો સમાવેશ થાય છે. અન્ય પ્રકીર્ણ ગ્રંથોમાં ‘લાવણ્યતા અને કામાંધ કામિની', ‘રાણી વ્રજસુંદરી', ‘વ્યવહારનીતિદર્પણ'- ભા. ૧-૨, ‘મુસ્લીમ મહાત્માઓ’, ‘મકરધ્વજવંશી મહીપમાળા’, ‘ઉપનિષદોને ઉપદેશ’ -ભા.૧-૨, ‘વિજ્ઞાન શતક' : ૧-૪, બાળકોને આનંદ' વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બંગાળીમાંથી અનુવાદનાં બે પુસ્તકો ‘નૌકા ડૂબી' અને ‘બંકીમ નિબંધમાળા' તેમ જ વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસને લગતાં કેટલાંક શાળોપયોગી પુસ્તકો પણ એમના નામે છે.
કૌ.બ્ર. પાઠક જગન્નાથ મંછારામ : જીવનચરિત્ર ‘ગૌરાંગપ્રભુ'- પૂર્વ વિભાગ (૧૯૧૨)ના કર્તા.
પાઠક અંબાલાલ શંકરભાઈ : પદ્યકૃતિ “ગાદાવરી માહાભ્ય” (૧૮૯૬)ના કર્તા.
૨.૨,દ. પાઠક ઈલા ઉર્વીશભાઈ વર્મા ઈલા જયકૃણભાઈ (૨૩-૧-૧૯૩૩) : વિવેચક. જન્મ મુંબઈમાં. ૧૯૫૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી
બી.એ. ૧૯૫૬ માં એમ.એ. ૧૯૫૫માં એલએલ.બી. ૧૯૮૦માં પીએચ.ડી. એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીનાં અધ્યાપક. “અવાજ' સંસ્થાનાં સંસ્થાપક અને માનદ મંત્રી. અગ્રણી સ્ત્રી કાર્યકર.
એમની પાસેથી અમેરિકા અને યુરોપની ટૂંકીવાર્તાઓ પરનું વિવેચનપુસ્તક “પાશ્ચાત્ય ટૂંકીવાર્તા' (૧૯૭૬) મળ્યું છે.
નિ.વા. પાઠક કમળાદેવી નર્મદાશંકર : જીવનચરિત્ર ‘આદ્ય જગતગુરુ ભગવાન શંકરાચાર્ય' (૧૯૪૫)ના કર્તા.
૨.ર.દ. પાઠક કાશીપ્રસાદ કૃણદેવ: ‘ત્રિપુરા સ્તવનમંજરીને ઉત્તમ ગાયનસંગ્રહ (૧૯૦૮)ના કર્તા.
૨.૨,દ.
પાઠક જનાર્દન વીરભદ્ર : નર્મદ જન્મશતાબ્દી નિમિત્તે ભાવનગરમાં
આપેલ વ્યાખ્યાન 'નર્મદ જન્મશતાબ્દી વ્યાખ્યાન' (૧૯૩૩)ના કર્તા.
પાઠક જયશંકર મોરારજી : ‘ી મોક્ષદાયક નાટકી ભજનસંગ્રહ (૧૮૯૪)ના કર્તા.
પાઠક જયંત હિંમતલાલ (૨૮-૧૦-૧૯૨૦): કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૩ માં સુરતની એમ. ટી. બી. કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org