SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પંડ્યા શુકદેવ નાથાલાલ –પાટણકર નરભેરામ જમિયતરામ પંડયા હરિપ્રસાદ : વાર્તાસંગ્રહ ‘શબદતણખા' (૧૯૫૭)ના કર્તા. નડિયાદમાં. અમદાવાદમાં રવિશંકર રાવળની કલાશાળામાં ચિત્ર- કલાની સાધના. પછીથી વિવિધ વર્તમાનપત્રોમાં વ્યંગચિત્રકાર. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન. મુખ્યત્વે મૃત્યુની અનુભૂતિને નિરૂપતી રચનાઓને એમને મરણોત્તર કાવ્યસંગ્રહ 'કાવ્યો' (૧૯૭૯) પ્રગટ થયો છે. પંડથા હરિલાલ ગ.: કવિ. ગીતાનો સંગ્રહ ‘પયણી' (૧૯૪૨), રાષ્ટ્રગીતને સંગ્રહ “ચિનગારી' (૧૯૪૬) તથા “સૂરજમુખી અને દાડમડી' (૧૯૪૯) એ બાળકાવ્યોના ચાર સંગ્રહ એમણે આપ્યા છે. નિ.વા. પંડ્યા હર્ષવંત પ્રેમશંકર, ભંહ' (૬-૨-૧૯૩૬) : નવલકથાકાર. જન્મ ગુંદા (જિ. જામનગર)માં. વતન ભાણવડ. ૧૯૬૫ માં બી.એ. ૧૯૬૯માં એમ.એ. એમણે પ્રાયશ્ચિત્ત' (૧૯૬૪), ‘એકતારો' (૧૯૬૬), 'મહેરામણ' (૧૯૬૮), 'ફાગણનું એક ફૂલ' (૧૯૭૧), 'મધરાતનું સૂર્યમુખી' (૧૯૭૨) વગેરે, વાસ્તવિકતાનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતી સામાજિક નવલકથાઓ ઉપરાંત કેટલીક નવલિકાઓ આપી છે. ‘ટહુકાર” એમને બાળગીતોને લધુસંગ્રહ છે. નિ.વા. પંડ્યા હસમુખ સવાઈલાલ, બંસી' (૩૧-૧૨-૧૯૧૭) : કવિ. જન્મ મુંબઈમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે ૧૯૪૨માં બી.એ. આરંભે આકાશવાણી પર ઉદ્ઘોષક, પછીથી દવાનો વ્યવસાય. એમણે ભજન, ગઝલ અને મુકતકોને સંગ્રહ ‘બંસીનાદ’ (૧૯૭૦) આપ્યો છે. પંડયા શુકદેવ નાથાલાલ, સંજય’ (૨૯-૮-૧૯૪૦) : જન્મ કૌકામાં. એમ.એ., બી.ઍડ. શ્રીમતી માણેકબા કૃષિ વિદ્યાલય, અડાલજમાં શિક્ષક. એમણે ‘રઢિયાળી રાતે' (૧૯૬૬) કાવ્યસંગ્રહ ઉપરાંત મૃત્યુનો જન્મ' (૧૯૭૪) અને 'કુમાર નાટકો' (૧૯૭૭) જેવા અકાંકીસંગ્રહ આપ્યા છે. ૨.૨,દ. પંડ્યા સવાઈલાલ ઈશ્વરલાલ (૧૭-૧૧-૧૯૦૪, ૧૯-૯-૧૯૮૧): કવિ, ચરિત્રકાર. જન્મ પછેગામ (જિ. ભાવનગર)માં. ૧૯૨૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. શિક્ષક. એમણે જીવનઉલ્લાસનાં તથા ચિંતનથી રસાયેલાં ગીત-કાવ્યોનો સંગ્રહ “કાવ્યગંગા' (૧૯૫૬) તથા કરુણપ્રશસ્તિ મેઘમાલા” (૧૯૭૧) આપ્યાં છે. બ્રકન એક્સલ્સ' (૧૯૩૦) અંગ્રેજીમાં લખેલી ત્રીસ કવિતાઓને સંગ્રહ છે. “નિર્વાણગુંજન' (૧૯૬૬) સંસ્કૃતમાંથી કરેલ અનુવાદ છે. બેટાદકરની શતાબ્દી નિમિત્તે એમણે બોટાદકરનું જીવનચરિત્ર ‘સમ્પ્રણયના ગાયક બોટાદકર” (૧૯૭૮) લખ્યું છે. નિ.. પંડ્યા સુધાબહેન નિરંજન (૧૯-૨-૧૯૪૬) : વિવેચક, સંપાદક. જન્મ ભરૂચમાં. ૧૯૬૬ માં બી.એ. ૧૯૬૯માં એમ.એ., ૧૯૭૮ માં પીએચ.ડી. ‘તત્ત્વજ્ઞના સીમાસ્તંભ' (૧૯૮૫) એ એમને શ્રી વા. મ. શાહ પરને શોધનિબંધ છે. ‘સુન્દરમ્ નાં ગીત' (૧૯૮૪), ‘શબ્દયોગ” (૧૯૮૪), ‘વા. . શાહમૃત મસ્તવિલાસ' (૧૯૮૭) વગેરે એમનાં સંપાદનો છે. પંડયા સુરેન્દ્ર: જુઓ, કાજી હસમુખલાલ મણિલાલ. પંડ્યા સામેશ્વર મૂળજીભાઈ : પદ્યકૃતિ “ભકતમણિકાવ્ય' (અન્ય સાથે, ૧૯૦૯) ના કર્તા ૨.ર.દ. પંડયા હરિતકુમાર મનુભાઈ (૧૯-૮-૧૯૩૩) : વાર્તાકાર. જન્મ વતન ભરૂચ જિલ્લાના ભાલોદમાં. અભ્યાસ એમ.એ., બી.ઍડ. થોડો વખત શાળામાં શિક્ષક, એ પછી ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક. ‘નિહારિકા' (૧૯૭૯) એમનો વાર્તાસંગ્રહ છે. ‘તમન્ના' (૧૯૮૩) એમની લઘુનવલ છે. વ્યાપ્તિનું ફૂલ’(૧૯૮૧) એમને બાળવાર્તાઓને સંગ્રહ છે, તો “ઊંદરો અને બાજ' (૧૯૮૧) બાળનાટકોને સંગ્રહ છે. “બાળક” (૧૯૮૧) એમને સંપાદનગ્રંથ છે. જ.ગા. પથકી અર્પાદિયારજી બરજોરજી: ફારસી ભાષાને ભેમીયો'(૧૮૭૯) -ના કર્તા. મૃ.મા. પસાર લખમશી જેશંગભાઈ : પદ્યકૃતિ “શત્રુંજય ઉદ્ધાર તથા સ્તવન' (૧૯૨૮)ના કર્તા. પાગલ: જુઓ, સ્વામી પરમાનંદજી. પાગલ મહારાજ : ભજનસંગ્રહ 'પાગલનો પ્રેમપ્રલાપ' (૧૯૫૫)ના કર્તા ૨.ર.દ. પાઘડીવાલા નસરવાનજી નવરોજજી : પારસીઓના સ્મશાનનું નિરૂપણ કરતી પદ્યકૃતિ ‘ડુંગરવાડાને ખેલ' (૧૮૭૫)ના કર્તા. પાટણકર જયસુખલાલ લક્ષમીરામ : ત્રિઅંકી નાટક ‘સત્યવિષે (અન્ય સાથે, ૧૮૮૩)ના કર્તા. ૨.૨,દ. પાટણકર નરભેરામ જમિયતરામ: ત્રિઅંકી નાટક “સત્યવિજ્ય’ (અન્ય સાથે, ૧૮૮૩)ના કર્તા. ૨.ર.દ. ૩૫૪: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy