________________
પંડયા પીયૂષ પુરુષોત્તમ–પંડ્યા ભાનુશંકર મૂળશંકર
કૃતિઓ છે. આ ઉપરાંત એમની ગઝલો-હઝલે તેમ છંદોબદ્ધ કાવ્યો વિવિધ સામયિકોમાં પ્રકટ થયેલાં છે.
શ.. પંડયા બળવંતરાય દાદર (૧-૧-૧૯૩૫) : નાટયલેખક. જન્મ રાજકોટ જિલ્લાના ઢાંકમાં. ૧૯૧૩ માં મૅટ્રિક.
અંતર વહયું આકાશ' (૧૯૮૭) એમનો રેડિયો નાટકની રાંગ્રહ છે. ગાયત્રીચાલીસા' (૧૯૬૦) એમને અનુવાદ છે.
પંડથી બાલકૃષણ ભાગીલાલ: પદ્યકૃતિઓ ‘વિદ્યામાહાત્મ', ‘જ્ઞાતિસુધારો' (૧૮૯૦), ‘ખેડાવાળ બોધક-બાવની', ‘બમનજીના છંદ' (૧૮૯૯) અને બજારવિરહ' (૧૯૦૨)ના કર્તા.
નિ.વા. પંડદ્યા બાલકૃષ્ણ હરિકૃષ્ણ : પદ્યકૃતિ “સનાતન ધર્મ' તથા ‘અધ્યામ ભજનસંગ્રહ' (૧૯૨૭) ના કર્તા.
પંડ્યા બુલાખી રણછાડ : કાવ્યકૃતિઓ આધુનિક અંધશ્રદ્ધા' (૧૯૧૬), ‘શ્રીમાન માધવતીર્થ સ્વામીને કેલાસવાસ' (૧૯૧૬), ‘કુલીનની કન્યા' (૧૯૧૭), ‘સાવિત્રીચરિત્ર' (૧૯૧૯) અને રાસ માલિકા' (૧૯૩૨)ના કર્તા.
દર્શાવે છે. ‘માસીનાં હેર' (૧૯૬૪) એ પ્રહસનશૈલીનું ત્રિઅંકી સામાજિક નાટક છે. બહેરતી બમનશ” એલન મેલવિનના હાસ્યનાટકનું રૂપાંતર છે. ભકત કવયિત્રી મીરાંબાઈના જીવનના આધારે લખાયેલું નાટક “મીરાં હરિદર્શન કી પ્યાસી' (૧૯૬૫) સાત દૃશ્યોમાં વહેંચાયેલું આધ્યાત્મિક શૈલીનું નાટક છે. ઓસ્કર વાઈલ્ડના નાટક “લેડી વિન્ટરમીઅર્સ ફેન'નું રૂપાંતર એમણે ‘જગતના કાચના માં' (૧૯૬૭) નામે કર્યું છે. બારને ટકોરે” (૧૯૬૯) એમનું વાસ્તવલક્ષી સામાજિક નાટક છે, જે ચાર અંકમાં વહેંચાયેલું છે. ચાર અંકનું ‘બહેનબા (૧૯૭૦) પિતાના વાત્સલ્યભાવનું નિરૂપણ કરતું ઊર્મિપધડન સામાજિક નાટક છે.
આ ઉપરાંત “જાગે અંતર રામ' (૧૯૭૧), “અખંડિત સ્થાન’ (૧૯૭૨), ‘બાંધી મુઠ્ઠી રાખની' (૧૯૭૩), “બીકણ બીલી” (૧૯૭૫), ‘દેવના દીધેલ' (૧૯૭૬), ‘હોળીનું નાળિયેર' (૧૯૭૮) વગેરે એમનાં ત્રિઅંકી નાટકો છે.ચાર અંકમાં વહેંચાયેલું લાગણીપ્રધાને સામાજિક નાટક ‘જિંદગીની વેઠ - બા' (૧૯૭૪) પણ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત એમણ છ એકાંકીઓના સંગ્રહ ‘માટીની પછીત' (૧૯૮૨) પણ આપ્યો છે. ‘સહિણી' (૧૯૭૧) એમને કથાસંગ્રહ છે. મઘદૂત - એક દર્શન' (૧૯૮૦) એમને સચિત્ર ભાવાનુવાદ છે.
૫.ના. પંડથી પીયૂષ પુરુત્તમ, ‘જયોતિ' (૨૦-૫-૧૯૪૩) : કવિ. જન્મ જેતપુરમાં. બી.એ., એલએલ.બી. પછી વકીલાત.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘નિમિષ' (૧૯૭૯) અને 'કસક' (૧૯૮૦) મળ્યા છે.
નિ.વા. પંડ્યા પ્રભુદાસ રણછોડજી : ‘કરછી શદાવળી'- ભા. ૧ (૧૮૮૬) -ના કર્તા.
નિ.વા. પંડ્યા પ્રાણજીવન હરિહર (૧૮૬૩,-) : નવલકથાકાર. જન્મ
જૂનાગઢમાં. ગુજરાતી-સંસ્કૃતમાં કેળવણી. જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં અધ્યાપક. પછી મુંબઈ ગયા. ૧૮૯૦માં 'ગુજરાતી પેસમાં સંસ્કૃત ભાષાંતરકાર.
‘બેગમ સાહેબ’, ‘નૂરજહાં', “વિવેકી વિજયા” વગેરે એમની નવલકથાઓ છે. એમણે 'મહાભારત'ના દશ પર્વો તથા ભગવ૬ગીતા’ અને ‘પંચતંત્રનાં ભાષાંતરો પણ આપ્યાં છે.
ર.ટી. પંડઘા બટુકરાય હરિલાલ (૬-૧૦-૧૯૧૮, ૭-૭-૧૯૮૬) : કવિ, સંપાદક. જન્મ ગઢડામાં. પ્રાથમિક અભ્યાસ લીલીયા (મોટા) ઉમરાળામાં. મહુવાની હાઈસ્કૂલમાંથી ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૪૦ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલ.સી.પી.એસ. ભાવનગરના હરકોરબાઈ પ્રસૂતિગૃહમાં ડોકટર. ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી અનિયતકાલિક “મહેફિલ' પ્રગટ કર્યું. ‘પંચામૃત', 'કવિતા' (૧૯૬૧), સ્વ. કપિલ ઠક્કર -મજનૂની કવિતાનું સહસંપાદન ‘સ્વપ્નમંદિર' (૧૯૬૩) એમની મુખ્ય
પંડ્યા ભગવતીપ્રસાદ દેવશંકર (૯-૧૧-૧૯૨૬) : વિવેચક. જન્મ
સાબરકાંઠાના રાયગઢમાં. ૧૯૫૪માં સંસ્કૃત સાથે બી.એ. ૧૯૫૬ માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૪માં પીએચ.ડી. ૧૯૫૬ થી ૧૯૭૭ સુધી સ્વામીનારાયણ આર્સ ઍન્ડ સાયન્સ કોલેજમાં સંસ્કૃતના અધ્યક્ષ. ૧૯૭૭ થી આજ સુધી ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પહેલાં વ્યાખ્યાતા, પછી રીડર. ૧૯૮૨માં ઇન્ટરનેશનલ સંસ્કૃત સિમ્યુઝિયમ, મેકિસકોમાં સંશોધનપત્રનું વાચન.
અલંકારશાસ્ત્ર પરનો ‘અપ્પય દીક્ષિત : કવિ અને આલંકારિક (૧૯૭૪) એમને શોધપ્રબંધ છે. વ્યાકરણશાસ્ત્ર પર પરિભાષેત્વશેખર' (૧૯૮૪) નામક એમનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ઉપરાંત એમણે અનેક સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિઓનું સહસંપાદન પણ કર્યું છે.
ચિ.ડો. પંડયા ભાનુપ્રસાદ મૂળશંકર (૨૪-૪-૧૯૩૨) : કવિ, વિવેચક, જન્મ અમરેલી જિલ્લાના તોરીમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮ માં ગુજરાતી મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં ગુજરાતી - સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૦થી ૧૯૭૦ સુધીની ગુજરાતી નવલકથા : એક આલોચના' પર પીએચ.ડી. ૧૯૬૧ થી ૧૯૬૭ સુધી અમરેલી આર્સ કોલેજમાં, ૧૯૬૭થી ૧૯૬૯ સુધી ધંધુકાની આર્સ કોલેજમાં, ૧૯૬૯થી ૧૯૭૮ સુધી રાજકોટની કુંડલિયા કોલેજમાં અધ્યાપન. ૧૯૭૮ થી ૧૯૮૨ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીડર અને ૧૯૮૨ થી આજ સુધી પ્રાધ્યાપક. ૧૯૬૯ નો કુમારચંદ્રક પાસ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org