________________
પંડ્યા ગિરધરભાઈ કકલભાઈ પંડયા જગજીવન કાશીરામ
ગુજરાતી સાહિત્યના પિષણ-સંવર્ધનનું કાર્ય પણ એમણે અનેકરૂપે એના “વકીલ' બનીને કર્યું. ગોવર્ધનરામ, મનઃસુખરામ વગેરેના સહવાસથી એમની સર્જનપ્રવૃત્તિ પ્રેરિત રહી.
‘સ્નેહાંકુર' (૧૯૧૪) એમનો સ્નેહને વિષય કરીને લખાયેલી ચૌદ કાવ્યકૃતિઓને સંગ્રહ છે. એ પૈકી કોકિલે, રેલવ મીઠાં ગીત' કે ‘વહાલાંને આમંત્રણ” જેવી રચનાઓમાં પ્રાસાદિક બાનીનો પરિચય મળે છે. “પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર' (૧૯૧૪), ‘પાંચ પ્રેમકથાઓ' (૧૯૧૬), ‘કાવ્યકુસુમાંજલિ (૧૯૩૦) વગેરે એમની અન્ય કૃતિઓ છે. ‘ચંદ્રશંકરનાં ગદ્યરત્નો” એમના વિભિન્ન વિષયો પરના લેખો-નિબંધન, સંમુખલાલ પંડયા સંપાદિત મરણોત્તર સંગ્રહ છે. વિદ્રત્તાપૂર્ણ વિચારસામગ્રી અને શિષ્ટ ગૌરવાન્વિત શૈલીયુકત ગદ્યને એમની વકતૃત્વશકિતને લાભ પણ મળ્યો છે. સંસારસુધારો', ‘હિન્દુધર્મ અને અર્વાચીન જીવન’ વગેરે એમના વિચારપૂર્ણ નિબંધો વકતવ્યની પ્રત્યક્ષતા ને પ્રભાવ ધરાવે છે.
વડોદરા જિલ્લાનું ઊંડેરા. શિક્ષક. એમની પાસેથી બાળકાવ્યોનું પુસ્તક ‘સોનાગાડી’ મળ્યું છે.
નિ.વા. પંડયા ગિરધરલાલ કાલભાઈ : “હેમંતકુમારી નાટક' (અન્ય સાથે, ૧૯૧૩)ના કર્તા.
નિ.વે. પંડયા ગિરધરલાલ રેવાશંકર (૧૮૯૮, ૧૯૨૦) : કવિ. જન્મસ્થળ જામનગર તાલુકાનું ખંભાળીયા ગામ. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ૧૯૧૯માં બી.એ. અભ્યાસ દરમિયાન જામનગરના લતીપુર ગામમાં અવસાન.
ગીત, કાવ્યો, રસદર્શન અને જીવનઝરમરનું સંકલિત પુસ્તક ગિરિધર ગીતાવલી' (૧૯૨૩) એમનું મરણોત્તર પુસ્તક છે.
નિ.. પંડથા ચંદ્રકાન્ત જેઠાલાલ (૩૧-૮-૧૯૨૦): આત્મકથાકાર. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં. નવસારી હાઈસ્કૂલમાં શિક્ષક,
એમની પાસેથી આત્મકથા ‘જવાળા અને જ્યોત' (૧૯૬૬) તથા પ્રવાસવર્ણનનું પુસ્તક “સુદામાએ દીઠી દ્વારામતી' (૧૯૭૬)
મુદામાએ દીઠા દ્વારામતી (૧૯૭૬) મળ્યાં છે.
નિ.. પંડથા ચંદ્રમુખ ધનવંતરામ: કથાકૃતિ “શ્રીરામચરિત્ર'ના કર્તા.
નિ.. પંડ્યા ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ (૨૪-૫-૧૮૬૩, -): ચરિત્રકાર.
જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક કેળવણી સુરતમાં. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. મુંબઈ સચિવાલયમાં સહાયક સચિવ. ૧૯૨૨માં નિવૃત્ત.
એમની પાસેથી “ઋગ્વદીય સંસ્કારિકા' (૧૯૨૫), “પંચાક્ષર મુકતાવલી' (૧૯૩૧), પરમેશ્વરનું મહત્ત્વ' (૧૯૩૨), ‘વડનગરા નાગર ગરબાવળી' (૧૯૩૩), ‘સૂરતના સ્વર્ગસ્થ અગ્રણી નાગરોપુરુષ' (૧૯૫૮) વગેરે કૃતિઓ મળી છે.
નિ.. પંડયા ચંદ્રશંકર ધીરજરામ : બાળવાર્તાઓ 'સીતાહરણ’ અને ‘સાત સાગરનાં મોતી'ના કર્તા.
નિ.. પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર (૧૬-૬-૧૮૮૮, ૨૩-૧૨-૧૯૩૭) : કવિ, નિબંધકાર. જન્મ નડિયાદમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કોલેજ તેમ જ જૂનાગઢની બહાઉદ્દીન કે લેજમાંથી ઉચ્ચશિક્ષણ. ૧૯૦૬ માં બી.એ. નાદુરસ્ત તબિયતને લીધે એમ.એ.ને અભ્યાસ અધૂરો રહ્યો. ૧૯૧૩માં એલએલ.બી. અભ્યાસકાળ દરમિયાન જ ૧૯૦૫ માં સમાલોચક શૈમાસિકનું તંત્ર હાથ પર લીધું. એમનું વ્યકિતત્વ સાહિત્યભકિત અને રાષ્ટ્રભકિતના ગજબના સમન્વયરૂપ હતું. કેંગ્રેસનાં સભાસંમેલનો કે હોમરૂલની ચળવળમાં સક્રિય રહેલા એમણે ‘ધિ યુનિયન’, ‘શ્રી ગુર્જરસભા” જેવી યુવાનોને સંગઠિત કરતી સંસ્થાઓ મુંબઈમાં રહીને સ્થાપી. એ જ રીતે
પંડયા ચંદ્રિકા યશવંતરાય : પ્રવર્તમાન રાજકારણને કટાક્ષનું નિશાન બનાવતા નવ હાસ્યલેખોનો સંગ્રહ ‘મારો દેશ'નાં કર્તા
નિ.વા. પંડયા ચંપકલાલ ગિરજાશંકર : ‘કાળીવિય એટલ બાલામજીની વાર્તા'ના કર્તા.
નિ.વા. પંડ્યા ચુનીલાલ ગોવિંદરામ : પદ્યવાર્તા ‘શૂરવીર છેલની વાર્તા | ૧૯૭૬) અને કાવ્યસંગ્રહ 'મુરલી મહિમા'ના કર્તા.
નિ.વા. પંડયા ચુનીલાલ દામોદર : “અંબિકા ગરબાવળી'ના કર્તા.
નિ.વા. પંડ્યા છગનલાલ ભાઈશંકર : પદ્યકૃતિ ફત્તેસિંહ લગ્નમહોત્સવ’ (૧૯૮૪) અને નાટકૃતિ વનરાજ ચાવડો (૧૮૮૫)ના કર્તા.
નિ.વા. પંડ્યા છગનલાલ હરિલાલ (૧૭-૧૦-૧૮૫૯, ૨૩-૫-૧૯૩૬) :
નવલકથાકાર, અનુવાદક. જન્મ નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. મુંબઈની ઍલિફન્સ્ટન કોલેજમાંથી ૧૮૮૦માં બી.એ. શિક્ષક, ઍજ્યુકેશનલ ઇન્સ્પેકટર તથા બ્રિટિશ સરકારની નોકરી.
એમની પાસેથી અંગ્રેજી કૃતિ પર આધારિત નવલકથા ‘એક અપૂર્વ લગ્ન' (૧૯૧૬) અને 'વિશુદ્ધસ્નેહ (૧૯૧૯) તથા ‘મનેરંજક વાર્તાવલી’- ભા. ૧-૨ (૧૯૧૮) જેવી કૃતિઓ મળી છે. “કાદમ્બરી' (૧૮૮૨), ‘ક્રાઈસ્ટનું અનુકરણ’-પુ. ૧-૨ (૧૯૧૫), ‘ક્રોબેટને ઉપદેશ' (૧૯૧૮) વગેરે એમની અનૂદિત કૃતિઓ છે.
નિ.વા. પંડયા જગજીવન કાશીરામ : સબોધ વચનાવલી'ના કર્તા.
નિ.વો.
ગુજરાતી સાહિત્યકોશ - :૩૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org