________________
પટેલ પર પી. (અંદાસ)- પટેલ પ્રમાદકુમાર ભગુભાઈ
(૧૯૭૬), રામાયણ કિશોરકથ: (૧૯૮૦), 'શ્રીકૃષ્ણ કિશોરકથા' (૧૯૮૦), ‘સત્યયુગની કથાઓ'- ભા. ૧-૨ (૧૯૮૧) એ એમના બાળ-કિશોરહિત્યને ગ્રંથે છે. “અલપઝલપ' (૧૯૭૩) એમની બાળપણ-કિશોરજીવનની આત્મકથા છે. “પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૫૮), “પન્નાલાલને વાર્તાવૈભવ' (૧૯૬૩), ‘વીણેલી નવલિકાઓ' (૧૯૭૩),પૂર્ણયોગનું આચમન' (૧૯૭૮), ‘લેકગુંજન' (૧૯૮૪) એ એમના સંપાદનગ્રંથે છે. ‘અલકમલક (૧૯૮૬), ‘સર્જનની સુવર્ણ મરણિકા' (૧૯૮૬) એમના અન્ય પ્રકીર્ણ ગ્રંથ છે.
1. પટેલ પરસુ પી. (અમદાસ) : પદ્યકૃતિ “અષર્થનાના કર્તા.
નિરૂપણ છે.
એમનાં પ્રકીર્ણ પ્રકાશનેમાં ભારતનાં નવા યાત્રાધામાં નવી દૃષ્ટિના પ્રવાસગ્રંથ તરીકે વિશિષ્ટ ભાત પાડે છે. એમણે “માણસાઈની વાતો' અને “મંગલ વાત' જેવાં સંપાદનો પાર આપ્યાં છે.
પ.ભ. પટેલ પુરુષોત્તમ હરગોવિંદદાસ : અશોક બાલપુસ્તકમાળાની પુસ્તિકા “કોણ, કેમ અને શું ?' (૧૯૪૦)ના કર્તા,
પટેલ પારસ : નવલકથા “શબને ભર્યું દિર' (૧૯૭૬)ના કતાં.
પટેલ પુરુરામ હરગવિદદાસ (ર-૫-'૧૯૩૯) : નવલકથાકાર. જન્મ ટુંડાવ (જિ. મહેસાણા)માં. ૧૯૫૮માં એ.એસ.સી. ૧૯૬૫ -માં બી.એ. ૧૯૬૮માં બી.ઍડ. ૧૯૭૩ માં એમ.એ. ૧૯૬૮ થી માધ્યમિક શાળામાં સુપરવાઈઝર પછી આચાર્ય.
એમણે 'ઉઘાડે બારણ' (૧૯૬૯), ‘નારી નવલે રૂપ' (૧૯૬૯), ‘માનવ સૌ માટીના' (૧૯૭૧), 'માટી કેરી માયા'(૧૯૭૧), ‘રમકડાં સંજાગનાં (૧૯૭૨), ‘અડધા રે શું ચાંદલિયો ?' (૧૯૭૬), ‘પ્રીતનાં ઝાંઝવાં (૧૯૮૩), 'નારી તું હજી ના ઓળખાણી' (૧૯૮૩), ‘અજંપાનાં વમળ' (૧૯૮૮) અને ‘આઘાત-પ્રત્યાઘાત (૧૯૮૮) જેવી સામાજિક નવલકથાઓ આપી છે.
પટેલ પુરુષોત્તમ હીરાચંદ : નવલકથા “વિદ્યાભ્યારાનાં વિવિધ પ્રયોજના' (૧૯૦૨)ના કર્તા.
પટેલ પુરુષોત્તમદાસ લલાભાઈ : નવલકથા ‘અપકુમારી અથવા કાશમીર પર હલ્લો (૧૯૧૪)ના કર્તા.
પટેલ પથાભાઈ રામજીભાઈ : પદ્યકૃતિ ‘પયા ભજનાવલી' (૧૯૩૮)ના કતાં.
પટેલ પીતાંબર નરસિહભાઈ, પિનાકપાણિ', રાજહંસ', ‘સૌજન્ય (૧૦-૮-૧૯૧૮, ૨૪-૫-૧૯૭૭): નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહરાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષાગ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬ માં મંટ્રિક. ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી બી.એ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬ થી આકાશવાણી, અમદાવાદમાં. ભવાઈ-મંડળના પ્રણેતા. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. 'સંદેશ'ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક. ફિલ્મના નિર્માણમાં પણ સક્રિય.
ગાંધીયુગના પ્રભાવ તળે લખતા થયેલા, પન્નાલાલ અને પેટલીકરના અનુગામી આ લેખક પ્રાદેશિક નવલકથાકાર છે. રોિ જીવ’(૧૯૪૨), 'પરિવર્તન' (૧૯૪૪), 'ઊગ્યું પ્રભાત' (૧૯૫૦),
ખેતરને ખોળે'-ભા. ૧-૨ (૧૯૫૨), ‘તેજરેખા' (૧૯૫૨), ‘આશાભરી' (૧૯૫૪), ‘અંતરનાં અજવાળાં' (૧૯૬૦), 'ચિરંતન જત' (૧૯૬૦), 'ધરતીનાં અમી' (૧૯૬૨), 'કેવડિયાને કાંટો' (૧૯૬૫), “ધરતીનાં મોજાં' (૧૯૬૬) વગેરે નવલકથાઓમાં એમણે ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક છતાં માંગલ્યલક્ષી નિરૂપણ કર્યું છે. ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણને સંદેશ છે. ખેતરને ખોળે' એમની ઉત્તમ નવલકથા ગણાય છે.
એમણે 'વગડાનાં ફૂલ' (૧૯૪૪),મિલાપ' (૧૯૫૦), ‘દ્ધાદીપ (૧૯૫૨), 'કલ્પના' (૧૯૫૪), છૂટાછેડા' (૧૯૫૫), ‘શમણાંની રાખ' (૧૯૫૬), ‘સૌભાગ્યને શણગાર' (૧૯૬૩), ‘નીલ ગગનનાં પંખી' (૧૯૬૪) રૂડા સરોવરિયાની પાળ' (૧૯૬૪), 'સતને દીવા' (૧૯૬૫), ઝૂલતા મિનારા' (૧૯૬૬) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ વાર્તાઓમાં ગુજરાતી ગ્રામજીવન, સમાજજીવન, શહેરીજીવન ઉપરાંત ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો
પટેલ પ્રભુદાસ ભીખાભાઈ, 'પ્ર(૧૯૬, ૧૯૪૨) : કવિ, નવલકથાકાર.
એમણે પીડિત-દલિતોની વ્યથાને સહૃદયતાથી પોતાની વાણીમાં ઝીલીને, સાદી ભાષા અને લોકકંઠે વસી જાય તેવા સરળ ઢાળી તથા છંદોમાં રચાયેલાં અનેક કાવ્યો દીવડિયા (૧૯૪૨)માં આપ્યાં છે. કેટલાંક કાવ્ય ધ્યાન ખેંચે છે. અસહકારની લડતની ભૂમિકા પર રચાયેલી નવલકથા “દેશદ્રોહી' (૧૯૪૨)માં એમણે રાષ્ટ્રજીવનના એક પ્રકરણને કંઈક વધુ પડતા ઘેરા રંગે આલેખ્યું છે.
નિ.વા. પટેલ પ્રભુરામ નાનશા : પદ્યકૃતિ 'વરસાદ વિલાપ' (૧૯૫૧)ના કર્તા.
પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ (૨૦-૯-૧૯૩૩) : વિવેચક. જન્મ ખારા-અબ્રાહ્મા(જિ. વલસાડ)માં.વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્ય
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org