________________
પટેલ પન્નાલાલ નાનાલાલ
• પુરુષ સાથેના પ્રેમને લીધે લગ્નજીવન પર પડતી અઢાર અને એમાંથી રાતી પરિસ્થિતિ, જે પછીથી મળેલા જીવનમાં પ્રભાવક રૂપ લઈને આવે છે તેનું આલેખન પહલાં આ નવલકથામાં થયું છે. મુંબઈમાં લેખકને થયેલા ફિલ્મજગતના અનુભવમાંથી લખાયેલી ‘યૌવન'-ભા. ૧-૨ (૧૯૪૪) કામની અતૃપ્તિમાંથી જન્મતી પરિસ્થિતિઓને આલેખે છે. ‘નવું લેાહી' (૧૯૫૮)માં પ્રેમનું તત્ત્વ છે, પરંતુ નાયકમાં રહેલાં સવાપરાયણતા અને આદર્શા"ખતા ઉપસાવવા તરફ લેખકનું લક્ષ રહવાથી કથા ઉદ્ શાક્ષી બની છે. ‘પડઘા અને પડછાયા' (૧૯૬૦) દરેક રીત ઘસાઇ ગયેલા એક રાજવીના પુત્ર અને શહેરની ટીમંત કન્યા વચ્ચેનાં પ્રણય-પરિણયની કથા છે. ‘અમે બ બહના'- ભા. ૧-૨ (૧૯૬૨) બે બહેનના એક પુરુષ પ્રત્યે જાગતા સૂમ પ્રણયસંવેદનને આલેખતી, અરવિંદની ફિલસૂફીના પ્રભાવવાળી કથા છે. ‘આંધી અષાઢની’(૧૯૬૪) એ આત્મકથાત્મક રીતિમાં લખાયેલી કવામાં એક ખાનદાનકુટુંબની સ્ત્રી અપરિચિત પુરુષને દેહ સાંપ છે એમાંથી જ વંટોળ જામે છે તેને આલેખ છે. ‘પ્રણયનાં જૂજવાં પાત’(૧૯૬૯), ‘અલ્લડ છોકરી' (૧૯૭૨), “એક અનોખી પ્રીત' (૧૯૭૨), ‘નથી પરણમાં નથી કુંવારાં'(૧૯૩૪), ‘રો મટિરિયલ ('૧૯૮૩) એ પ્રણય કે વિજાતીય આકર્ષણ જેના કેન્દ્રમાં હાય. તવી, શહેરી પરિવેશવાળી નવલકથાઓ છે. ‘મલાલસિંગ' (૧૯૭૨) એ ભૂતકાલીન રાજપૂતયુગની પ્રેમ અને શૌર્યની સૃષ્ટિને ખડી. કરતી ઇતિહાસકથા છે.
પ્રણય પરથી નજર ખસેડીને એમણ કેટલીક મિના અનુભવ અને શૈલીવાળી નવલકથાઓ લખી છે. ‘પાછલે બારણ' (૧૯૪૭) દેશી રાજયોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોની ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા છે. ‘વળી વતનમાં(૧૯૬૬) ગામડામાંથી શહેરમાં આવી લક્ષાધિપતિ બની ગયેલા એક પુરુષના વતન સાથેના અનુબંધની કથા છે. ‘એકલો' (૧૯૭૩) આત્મકથાત્મક નવલકથા છે. 'કાગ' (૧૯૭૯) ચમત્કારી તવાવાળી આધ્યાત્મિક અનુભવની કથા છે. ‘પગેરું' (૧૯૮૧) એક અનાથ માનવીએ કરેલાં પરાક્રમ અને પરોપકારને આલેખતી કથા છે. અંગારો' (૧૯૮૧) જાસૂરની કથા છે. ‘પરમ વૈષણવ નરસિંહ મહેતા (૧૯૮૩) તથા ‘જેણે જીવી જાણ્યું'(૧૯૮૪) એ અનુક્રમે મધ્યકાલીન ભકત નરસિહ મહેતા અને લોકસેવક રવિશંકર મહારાજનાં જીવન પરથી લખાયેલી ચરિત્રકથાઓ છે. ‘નગદનારાયણ’ (૧૯૬૭) અને ‘મરકટલાલ' (૧૯૭૩) હળવી શૈલીની નવલકથાઓ છે.
છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન એમણે ‘પાર્થને કહો ચડાવે બાણ’ -ભા.૧-૫(૧૯૭૪), ‘રામે સીતાને માર્યા જો!'-ભા. ૧-૪ (૧૯૭૬), ‘કૃષ્ણજીવનલીલા'- ભા. ૧-૨ (૧૯૭૭), ‘શિવપાર્વતી’ - ભા. ૧-૬ (૧૯૭૯), ભીષ્મની બાણશૈય્યા'-ભા. ૧-૩(૧૯૮૦), કચ-દેવયાની' (૧૯૮૧), ‘દેવયાની-યયાતિ'- ભા. ૧-૨ (૧૯૮૨), ‘સત્યભામના માનુષી-પ્રણય' (૧૯૮૪), ‘(માનવદેહે) કામદેવ રતિ' (૧૯૮૪), ‘(મહાભારતને પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા' (૧૯૮૪), ‘અર્જુનને વનવાસ કે પ્રણયપ્રવાસ' (૧૯૮૪), પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪), 'શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ' (૧૯૮૪), ‘શિખંડી - શ્રી
કે પુરુપ?” (૧૯૮૪), ‘રવનીધેલા બળદેવજી' (૧૯૮૪), 'દેવભાનુમતી પ્રણય' (૧૯૮૪), 'કુજા અને શ્રીકૃષણ' (૧૯૮૪), ‘(નરમાં નારી) ઈલ ઈલા' (૧૯૮૬), ‘(અમરલેક મૃત્યુલોક, સદ્ધ
જીવન) ઉર્વશી પુરાવા' (૧૯૮૬) એ મહાભારત, રામાયણ અને પુરાણની કથાને વિષય બનાવી, મૂળનાં વડ તાતં ને ચમત્કારી અંશા જાળવી રાખી, મૂળને ઘણી જગ્યાએ નવા અર્થ આપીને રચલી કથાઓ આપી છે.
નવલકથાની સમાંતરે ટુંકીવાર્તાઓના રનની એમની પ્રવૃત્તિ પણ સનને ચાલી છે. ‘સુખદુ:ખનાં સાથી' (૧૯૮૦), ‘જિંદગીના ખેલ' (૧૯૬૧), ‘જીવા દાંડ’(૧૯૪૧), ‘લખચોરાસી' (૧૯૪૪), ‘પાનેતરના રંગ' (૧૯૪૬), ‘અજબ માનવી' (૧૯૪૭), ‘સાચાં રામણાં' (૧૯૪૯), ‘વાત્રકને કાંઠ' (૧૯૫૨), ‘ઓરતા' (૧૯૫૪), પરેવડાં' (૧૯૫૬), ‘મનના મારલા'(૧૯૫૮), ‘કડવા ઘૂંટડા' (૧૯૫૮), ‘તિ રામા' (૧૯૬૦), ‘દિલની વાત' (૧૯૬૨), ધરતી આભનાં છેટાં' (૧૯૬૨), ‘ત્યાગી-અનુરાગી' (૧૯૬૩), ‘દિલાસ' (૧૯૬૪), ‘ચીતરેલી દીવાલા' (૧૯૬૫), ‘મોરલીના મૂંગા સૂર' (૧૯૬૬), ‘માળા' (૧૯૬૭), વટનો કટકો' (૧૯૬૯), ‘અણવર (૧૯૭૬), 'કોઈ દેશી કોઈ પરદેશી' (૧૯૭૧), ‘આરામાની નજર' (૧૯૭૨), ‘બિન્ની' (૧૯૭૩), ‘છાણકા' (૧૯૭૫), ‘ધરનું ઘર' (૧૯૭૯) અને ‘નરાટો' (૧૯૮૧) એ વાર્તાસંગ્રહોની પોણા પાંચ જેટલી ગ્રામજીવન અને નગરજીવનનાં માનવીઓની વાર્તાઓમાં ગ્રામપરિવેશમાં પ્રગટ થતી માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી મળી છે. ‘વાત્રકને કાંઠી, “ઓરતા’, ‘ભાથીની વહ’, ‘સાચાં શમણાં', ‘અભ નહીં તો બળે', ‘ધરતી આભનાં છેટાં', ‘રેશમડી', ‘સાચી ગતિયાણીકાપડ વગેરે લગ્નસંviધ અને કુટુંબજીવનની વિભિન્ન ગૂંચાન આલેખતી વાર્તાઓ છે. ‘નેશનલ સેવિંગ', 'મા' જેવી વાર્તાઓમાં ગ્રામપ્રદેશની ગરીબાઈનું મર્મપશી ચિત્ર છે. ‘વનબાળા’, ‘લાઈનદોરી’ અને ‘બલા’ ભીલ સમાજનાં માનવીઓના મનને પ્રગટ કરે છે. ‘નાદાન છોકરી’, ‘મનહર’, ‘વાતવાતમાં’, ‘રંગવતા', ‘તિલોત્તમ' વગેરે મસમાજના માનવસંબંધોની વિવિધ ભાતને ઉપસાવે છે.
‘માઈરાજ' (૧૯૫૨)માં સંગૃહીત રચનાઓને જાક બમણ એકાંકીઓ તરીકે ઓળખાવી છે, પણ એમાં પહેલી કૃતિ 'જમાઈ રાજ' બહુઅંકી નાટકની છાપ ચિત્ત પર પાડે છે. ‘ઢાલિયા સાગસીસમના' (૧૯૬૩) અને ‘ભણે નરસૈયો' (૧૯૭૭) એ એમનાં મૌલિક ત્રિઅંકી નાટકો છે. કંકણ' (૧૯૬૮) અને ‘અલ્લડ છોકરી’ (૧૯૭૧) પોતાની જ નવલકથાઓ અનુક્રમે 'ફકીરો’ અને ‘અલ્લડ છોકરી’નાં નાટયરૂપાંતર છે.‘ચાંદો શેં શામળે?'(૧૯૬૦), 'સપનાના સાથી' (૧૯૬૭) અને ‘કાનન’ એ પશ્ચિમની નાટયકૃતિઓનાં રૂપાંતર છે. ‘સ્વપ્ન' (૧૯૭૮) શ્રી અરવિંદની એક વાર્તા પરથી રૂપાંતરિત નાટક છે.
વાર્તાકિલ્લોલ’ - ભા. ૧, ૨ (૧૯૭૨, ૧૯૭૩), બાલકિલ્લોલ’ - ભા. ૧-૧૦(૧૯૭૨), કપિકુળની કથાઓ'- ભા. ૧-૪(૧૯૭૩), ‘દેવના દીધેલ’- ભા. ૧-૨ (૧૯૭૫), 'મહાભારત કિશોરકથા’
૩૦૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org