________________
પટેલ નટુભાઈ પટેલ નારાયણ મેઘજી
સંચય “વહાર' (૧૯૭૩) જવાં સંપાદન પણ આપ્યાં છે.
પટેલ નટુભાઈ : ત્રિઅંકી સામાજિક નાટક ‘કાંતિવીર' (૧૯૬૮) ને!! કર્તા.
પટેલ નટુભાઈ ગિરધરલાલ : મા ભામી ઇત' (૧૯૬૭) ન.
કર્તા. પટેલ નરસિંહભાઈ : કાવ્યસંગ્રહ ‘જીવનની દુહાઈ' (૧૯૫૯), બાલવાર્તારાં ગ્રહ ‘સાણલાં' (૧૯૫૮), જીવનચરિત્ર ‘સુરત જિલ્લાના મહાજન' તથા રવીન્દ્રનાથ ઠાકરકૃત કથા આ કાહિની'ના અનુવાદના કર્તા.
પટેલ નાગરદાસ ઈશ્વરદાસ (૧૬-૧૨-૧૮૯૮, ૨૩-૨-૧૯૧૯): બાળસાહિત્યકાર, અનુવાદક, સંપાદક. જન્મ કુંડારી (મિયાગામ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બામણગામ, નાર અને વડોદરામાં. અંગ્રેજી ધોરણ પાંચ સુધીના અભ્યાસ પછી વ્યવસાય. ‘બાલજીવન માસિકના વ્યવસ્થાપક. મુંબઈમાં મેસર્સ માલવી રાગ છે.ડદાસની ફિરા સાથે સંલગ્ન. ‘ચાંદની' માસિકના તંત્રી.
એમણે “શિશુ સબોધ' (૧૯૧૩), ‘દશકીર્તન' (૧૯૨૨), ‘નવવલ્લરી' (૧૯૨૩), 'વ્યોમવિહાર' (૧૯૩૦) જેવા કાવ્યસંગ્રહ અને ‘અમારી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૨૫), ‘અમારી બીજી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૨૬), ‘અમારી ત્રીજી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૨૭) જેવા વાર્તાસંગ્રહા થા ‘પ્રાણશંકર પંડિતજીનાં પરાક્રમ' (૧૯૩૮), ‘પરીઓને પ્રદેશ' (અન્ય સાથે, ૧૯૩૭), ‘બાલવિનાદ’ (અન્ય સાથે, ૧૯૩૮), ‘રતની' (૧૯૩૮) અને ‘નની સાહસકથાઓ' (૧૯૩૦) જવા બાલવાર્તાસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત એમણ ‘સફેદ ઠગ' (૧૯૨૪), ‘શશીકલા અને વીરપંચશકા' (૧૯૨૬), ‘મનનાં અદ્ભુત પરાક્રમો' (૧૯૨૯), ‘જયનાં અભુત સાહો' (૧૯૩૦) અને ‘કાળના કિનારે (૧૯૩૦) જવા અનુવાદો પણ આપ્યા છે.
પટેલ નરસિહભાઈ ઈશ્વરલાલ (૧૩-૧૦-૧૮૭૪, ૨૭-૧૦-૧૯૪૫):
ચરિત્રલેખક, અનુવાદક, સંપાદક. જન્મ નાર (તા. આણંદ)માં. પ્રિવિયર રjધી કોલેજ-અભ્યારા, જર્મન ઈસ્ટ આફ્રિકામાં વસવાટ. જર્મન, અંગ્રેજી, બંગાળી ભાષાઓ પર પ્રભુત્વ. શાંતિનિકેતનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક. આણંદમાં પાટીદાર આશ્રમની સ્થાપના અને પાટીદાર' માસિકનું સંપાદન-પ્રકાશન.
એમણે બંગાળી અને અંગ્રેજી ગ્રથો પર આધારિત લત્તાકુમારી (૧૯૦૩), “ગરીબી ' (૧૯૦૫), ‘મહાવીર ગાફિલ્ડ’ (૧૯૦૯),
આ વિથ કોણે રરયું?” (૧૯૧૦) અને ઈટાલીને મુકિયા” (૧૯૨૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણ અંગ્રેજી માંથી સામાજિક પ્રોત્સાહન' (૧૯૦૧) અને ‘પાપીને પસ્તાવો’ (૧૯૨૨), બંગાળીમાંથી ‘પમાલયા' (૧૯૦૪), ‘મહારાષ્ટ્ર જીવનસંધ્યા' (૧૯૦૮), ‘રાજપૂત જીવનપ્રભાત' (૧૯૦૮) અને “નૈવેદ્ય' (૧૯૨૯) તથા જર્મન ભાષામાંથી ‘તરંગવતી' (૧૯૨૩), બુદ્ધ અને મહાવીર' (૧૯૨૪) અને નાટક ‘વિહેમ ટેલ’ જવા અનુવાદો આપ્યા છે.
પટેલ નાથાભાઈ કાળિદાસ : પદ્યકૃતિ ‘પાકિશન પાલકું યાને
સુરતની શહાણી' (૧૯૨૩)ના કર્તા.
પટેલ નાથાભાઈ મરભાઈ: નવલકથાઓ ‘માગ્યચક્ર' (૧૯૬૨), | ‘જીવનરાંગ્રામ' (૧૯૬૪) અને ‘વીરસિંહની વીરતા' તથા કાવ્ય
સંગ્રહ ‘રસઝરણાં' (૧૯૭૮)ના કતાં.
પટેલ નાથાલાલ ઈશ્વરદાસ : પદ્યકૃતિ “રણછોડજી વર્ણન'ના કર્તા.
પટેલ નરીમાન : નાટક “અદેખી' (અન્ય સાથે, ૧૯૫૧) ના કર્તા.
પટેલ નાથાલાલ લીલાચંદ ઉર્ફ કવિરાજ કનૈયાલાલ: પદ્યકૃતિ ‘જમાનાના ઝેરી રંગ યાને હિદદેવીના પોકાર (૧૯૩૫)ના કતાં.
પટેલ નરોત્તમભાઈ ધનજીભાઈ, ‘મિ. પટેલ’ : નવલકથા ‘દી
જીવનસાર’ અને ‘શૂરાતની શમશર' તથા ગઝલમાળા ‘સબ્રાધસિંધુ(૧૯૧૮)ના કર્તા.
પટેલ નાનાલાલ દલપતરામ : પદ્યકૃતિઓ ચતુરસુંદર ગૂર્જર
ગરબાવલી' (૧૯૨૪), ‘રાપુંજ' (બી. આ. ૧૯૩૫) તથા પ્રભુ, પ્રણય અને પ્રકૃતિન નિરૂપતી ‘ઝાંખી' (૧૯૬૫)ના કર્તા.
પટેલ નારણદાસ દ્વારકાદાસ : ‘શ્રી વાઘેશ્વરી માતાના ગરબા” (૧૯૧૧)ના કર્તા.
પટેલ નલિનકાન્ત કરસનદાસ (૩૦-૧-૧૯૨૮) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ડાકોરમાં. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૬૦માં બી.એ. મશીનરી સ્પેરપાર્સને વ્યવસાય.
એમણે સામાજિક નવલકથાઓ ‘બાલ રાધા, બેલ' (૧૯૭૭), સંગમ' (૧૯૭૭), શૌર્યનવલકથા “વહેતો સાગર' (૧૯૭૯) અને ‘ફૂલ ખીલ્યું પથ્થરમાં' (૧૯૮૪): નવલિકાસંગ્રહ ‘ગંગા-જમના' (૧૯૭૮); કાવ્યસંગ્રહો ‘હરિયાળી' (૧૯૮૦) અને ‘કાગળ પર ચાસ' (૧૯૮૫) તથા માહિતી પુસ્તિકા (ડાકોર તીર્થ’ આપ્યાં છે.
૨.ર.દ.
પટેલ નારણભાઈ : વ્યાકરણ પ્રવેશ'- ભા.૩ (અન્ય સાથે, ૧૯૩૩) -કર્તા.
પટેલ નારાયણ મેઘજી : કાવ્યસંગ્રહ'ના કર્તા.
૨૨,દ.
૩૦૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.alinelibrary.org