________________
નાયક મહાસુખરામ કેશવલાલ નાયક સુરેશચંદ્ર પ્રાણજીવન
આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ' (૧૯૮૮) તથા ‘વસંતવિલાસ' (૧૯૭૪) એમનાં સંપાદન છે; તો “સુદામાચરિત’ | (૧૯૬૭), ‘અભિમન્યુઆખ્યાન' (૧૯૬૭) વગેરે એમનાં સહસંપાદનો છે.
ચં.ટો. નાયક લલ્લુભાઈ મોતીરામ: પદ્યકૃતિ ‘મનતરંગ' (૧૮૯૮)ના કર્તા.
નાયક મહાસુખરામ કેશવલાલ, પથિક' (૧૯૫૪, ૧૮-૨-૧૯૮૭) : કવિ. જન્મ મહેસાણા જિલ્લાના જગુદણ ગામે. ધોરણ બે સુધી. અભ્યાસ. ૧૯૨૧-૨૨માં કરાંચી લાહોરમાં બાળકલાકાર તરીકે. ૧૯૩૩-૩૪માં કલકત્તાની ખટાઉ, આલ્ફ્રેડ થીએટ્રીકલ કંપનીમાં. ૧૯૩૮-૩૯માં દેશી નાટક સમાજ, મુંબઈમાં. ૧૯૪૦-૪૨ દરમિયાન આર્યનૈતિક નાટક સમાજમાં. પછીથી નશાબંધી પ્રચારક , તરીકેની પ્રશસ્ય કામગીરી. ‘પથિકનાં પ્રેરણાગીત' (૧૯૬૯) અને ‘સંજીવની' (૧૯૭૬) એમનાં કાવ્યપુસ્તકો છે.
ચં.ટો. નાયક મુકુન્દ કે.: રહસ્યકથા 'દિલાવર ડિટેકટીવ (૧૯૬૦)નાક.
નિ.. નાયક મૂળચંદ વલ્લભ : નાટયકૃતિઓ પૃથ્વીપુત્ર' (બી. આ. ૧૯૨૦) અને સત્તાના મદ’ (બારમી આ. ૧૯૩૫)ના કર્તા.
નિ.વા. નાયક મોહનલાલ કિનાદાસ : ભકિતગીતાના સંગ્રહ 'કાવ્યકીર્તન’ (૧૯૧૫) ના કતાં.
નિ.વા. નાયક યશવંત ગુલાબરાય (૬-૭-૧૯૦૯) : કોશકાર. જન્મ સુરત જિલ્લાના વેગામ ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વેગામ, દાંડી અને નવસારીમાં. ૧૯૨૮ માં વડોદરા કોલેજમાંથી બી.એસસી. અને ૧૯૩૨ માં એમ.એસસી. મુંબઈ રૉયલ ઇન્સ્ટિટયુટમાં નોકરી કરતાં કરતાં ૧૯૩૭માં પીએચ.ડી. અમદાવાદની ગુજરાત કોલેજમાં અધ્યાપક અને આચાર્ય. ૧૯૬૭માં સી. યુ. શાહ સાયરા કોલેજના આચાર્ય.
એમની પાસેથી પદાર્થવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનને પારિભાષિક કોશ' (૧૯૪૩) તથા શાળા-કોલેજોમાં ઉપયોગી થાય તેવાં કેટલાંક વિજ્ઞાનવિષયક ગુજરાતી પાઠ્યપુસ્તકો મળ્યાં છે.
નિ.વા. નાયક રઘુવીર, નેહાધીન’: નવલકથાઓ ‘ધીરે રંગાયાં ચંબલ તારાં વહેણ’ અને ‘ચંબલને કેસરી’ના કર્તા.
નિ.વા. નાયક રણજિત: નાટયકૃતિ ‘અમારી પ્રતિજ્ઞા(૧૯૩૨)ના કર્તા.
નિ.વો. નાયક રતિલાલ સાંકળચંદ, દિગંત' (૧-૮-૧૯૨૨): બાળસાહિત્યકાર, વિવેચક. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૫૮માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૬૦થી ૧૯૬૫ સુધી બી. ડી. કૉલેજ, અમદાવાદમાં અને ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી ભવન્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપન. ‘હૈયાનાં દાન' (૧૯૫૩) જેવા વાર્તાસંગ્રહ ઉપરાંત “અલક- મલકની વાતો' (૧૯૫૧), 'કલ્લોલ બાળવાર્તાવલિ' (૧૯૭૪), “શિશુ બાળવાર્તાવલિ' (૧૯૭૭) જેવું બાળસાહિત્ય એમના નામે છે. ‘વિવેચનની વાટે' (૧૯૮૩) એમને વિવેચનસંગ્રહ છે. એમણે વ્યાકરણ અને સ્વાધ્યાયપોથીઓ તેમ જ પ્રશિષ્ટ ગ્રંથના સંક્ષેપ
નાયક વસંતભાઈ રણછોડજી (૧૩-૩-૧૯૦૫, ૧૧-૭-૧૯૮૧): બાળસાહિત્યલેખક. જન્મ ડિંડોલી (જિ. સુરત)માં. શાળાન્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ દક્ષિણામૂર્તિના બાલ અધ્યાપન મંદિરમાં અભ્યાસ. એ પછી સુરત, અમદાવાદ, મોમ્બાસા, દારેસલામ તથા નાઈરોબીનાં બાલમંદિરોમાં શિક્ષક તેમ જ આચાર્ય. ‘બાલમિત્ર' ઉપરાંત વિવિધ બાલમાસિકોનું સંપાદન.
એમણે ચાંદાપોળી'- ભા. ૧-૩(૧૯૩૪), 'ફૂલદાની'-ભા.૧-૩ (૧૯૩૫), ‘લા, બલુ અને કહ્યું' (૧૯૩૫), “ઘેલુના ઘોડા' | (૧૯૩૫), મુરબ્બા ચોર' (૧૯૩૫), “વાંદરાની સિતાર' (૧૯૩૫), ‘વસંતભાઈની વાતો'- ભા. ૧-૪(૧૯૪૮), “હિંડોળે'(૧૯૪૮), “વાર્તા રે વાર્તા'- ભા. ૧-૪(૧૯૪૮), ‘ત્રણ બાળનાટકો(૧૯૪૮), ‘નવરાશની વેળાએ' (૧૯૪૮), ધરતીની મહેક' (૧૯૭૧), શ્રી મોટા’ (૧૯૭૨), 'યે જવાન' (૧૯૭૨), “અલકમલકની વાતો (૧૯૭૨), વાતે જ વાતો'- ભા. ૧-૧૨ (૧૯૭૨), બાળકોના મોતીભાઈ' (૧૯૭૩), ‘તૈયાર હો' (૧૯૭૪) જેવાં બાળગીત, જોડકણાં તથા બાલવાર્તાઓની પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત એમણે ‘બાળઉછેરમાં ડોકિયું' (૧૯૬૯) તથા પૂર્વ આફ્રિકાની બાલવાતો' (૧૯૫૯) અને “સ્વ. કંચનલાલ મામાવાળા : સ્મૃતિગ્રંથ' (૧૯૭૬) જેવાં સંપાદન પણ આપ્યાં છે.
નાયક વિઠ્ઠલદાસ સૂરજરામ: ચતુરંકી નાટક ‘દેવદત્ત-કમળા દુ:ખદર્શક' (૧૮૯૬) તથા પદ્યગ્રંથ ‘કબીર દિગ્વિજય'(૧૯૦૦) અને પદ્યકૃતિ “શિક્ષાપ્રબોધ' (૧૯૦૧)ના કર્તા.
૨.ર.દ. નાયક સાંકળચંદ મોહનલાલ: “રાજરથાન' પત્રનાં ભેટપુસ્તકો ‘અમૃત પુલિન અથવા પરતંત્ર મેવાડ' (૧૯૧૦) અને “રાજપૂત પ્રતિજ્ઞા' (૧૯૧૦) ના કર્તા.
નાયક સી. બી.: પદ્યકૃતિ બહારવટિયા અભગિનું રાવપુરા પોલીસ ગેટ ઉપરનું ખૂની રમખાણના કd.
નાયક સુમન નાયક સુમન : વાર્તાસંગ્રહ 'ખૂની સાથે મુકાબલો' (૧૯૬૬) ના કર્તા.
૨.ર.દ. નાયક સુરેશચંદ્ર પ્રાણજીવન (૧-૧-૧૯૪૩) : જન્મ વતન ઊંઢાઈ (જિ. મહેસાણા)માં. અભ્યાસ બી.એસસી., એલએલ.બી. ૧૯૬૫ થી નરોડા, વડનગર અને સાણંદમાં શિક્ષક. ૧૯૭૨થી ગ્રામ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૫
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org