________________
દલાલ રતિલાલ વિઠ્ઠલદાસ – દલાલ સુરેશ પુરુષોત્તમદાસ
‘બિનસાંપ્રદાયિકતા શું છે?” (૧૯૭૫), ‘બિનસાંપ્રદાયિકતા અને મુસ્લીમ માનસ' (૧૯૭૩) રિપોર્ટિંગના સિદ્ધાંતો' (૧૯૭૭), 'જનસંપર્ક અને જાહેરખબર' (૧૯૭૭), ‘લેખ લખવાની કળા (૧૯૮૦), ‘અખબારનું અવલોકન' (૧૯૮૧), “અનામત આંદોલન અને અખબાર' (૧૯૮૨) વગેરે એમનાં પત્રકારત્વની નીપજરૂપ પુસ્તકો છે. ‘રૂબરૂ' (૧૯૭૯) એ મુલાકાતને સંચય છે; તો “ફિલ્મદર્શન' (૧૯૮૪) સો વર્ષના ભારતીય ફિલ્મઉદ્યોગને અવલોકત ગ્રંથ છે. “ગુડબાય મિ. અપૂર્વ' (૧૯૭૯) એમને અનુવાદગ્રંથ છે. એમણે ‘અ ક્રિટિકલ સ્ટડી ઓફ ગુજરાતી પ્રેસ નામે અંગ્રેજી પુસ્તક પણ લખ્યું છે.
૨.ર.દ. દલાલ રતિલાલ વિઠ્ઠલદાસ, ‘મસ્તાન ફકીર” (૨૯-૯-૧૯૮૮): બાળસાહિત્યકાર. જન્મ રાંદેરમાં. વતન અંકલેશ્વર. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અંકલેશ્વરમાં, ઉચ્ચશિક્ષણ સુરત અને મુંબઈમાં. અસહકારની લડતને કારણે ઇન્ટરથી અભ્યાસ છોડી વેપારમાં જાડાયા. ગણિત, વિજ્ઞાન, સાહિત્ય, વનસ્પતિશાસ્ત્ર અને રમતગમત એમના રસન: વિષયો.
એમણે બાળકોની રમતા' (૧૯૩૪), 'ફળકથા'- ભા. ૧થી ૩ (૧૯૩૫-૧૯૩૬), 'ગબે ગાંધી' જેવી બાળપયોગી પુસ્તિકાઓ લખી છે.
શ્ર.વિ. દલાલ રમણિકલાલ જયચંદભાઈ, પરિમલ', 'પ્રણયતિ ' ('૪-૧૦-૧૯૦૧, ૧૭-૧૨-૧૯૮૮): નવલકથાકાર, નાટયકાર, સંપાદક. જન્મ કપડવંજ તાલુકાના કાકખડમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં ગુજરાત કોલેજ, અમદાવાદથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૨૮માં પૂના લૉ કૉલેજમાંથી અંતિમ એલએલ.બી.ની પરીક્ષા. ૧૯૨૯થી અમદાવાદમાં વકીલાત. અમદાવાદમાં અવસાન.
અંગાર' (૧૯૩૩), ‘નારીહૃદય' (૧૯૩૫), 'સુવર્ણા' (૧૯૪૧), ‘તિરક્ષા' (૧૯૪૪), ‘તવન' (૧૯૬૮), ‘અનુપમ' (૧૯૮૧) વગેરે એમની નવલકથાઓ છે. 'પુષ્પાંજલિ' (૧૯૨૯), ધૂમ્રશિખા’ | (૧૯૩૧), 'ભડકા' (૧૯૩૫) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘પ્રતિજ્ઞા(૧૯૩૨), 'રાજાની રાણી' (૧૯૩૮), ‘રાજકીય પ્રહસન' (૧૯૭૪) એમનાં નાટકો છે.
એમણે 'જંઘીસખાન' (૧૯૩૮), ‘સ્વામી વિવેકાનંદ' (૧૯૬૪) જવાં ચરિત્રો આલેખ્યાં છે. આ ઉપરાંત એમણે ૧૯૭૭માં વિખ્યાત વિભૂતિઓ,વૈજ્ઞાનિકો, પથપ્રદર્શો, યુદ્ધવીરો,કલાકારો, પ્રવાસીઓની પરિચયાત્મક શ્રેણી આપી છે. કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ ઝવેરદાસ શાહનાં અનેક પુસ્તકો એમણે સંપાદિત કર્યા છે. ‘નાગાનન્દ'(૧૯૨૭) જેવો સંસ્કૃતનાટકને અનુવાદ પણ એમણે આપ્યો છે.
ચં.. દલાલ રાજેન્દ્ર એમનારાયણ (૧૨-૧-૧૮૮૩, ૧૧-૫-૧૯૬૨): નવલકથાકાર, જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં.
૧૮૯૮માં મૅટ્રિક. ૧૯૦૨ માં વડોદરા કૉલેજમાંથી બાલાજી વિષય સાથે બી.એ. સરકારના મુંબઈ ખાતેના સચિવાલયમાં છે માસ કામગીરી પછી શિક્ષણને વ્યવસાય, ત્યારબાદ બૅન્કમાં નક્કી. છેલ્લે શેરબજારમાં. શેરબજારના ઉપપ્રમુખ અને પ્રમુખ. મુંબઈમાં અવસાન. ‘વિપિન' (૧૯૧૦) એ પૂર્વ-પશ્ચિમના સંસ્કારસંઘર્ષ નિરૂપતી એમની સામાજિક નવલકથા છે, તો મોગલસંધ્યા' (૧૯૨૦). મોગલ સલતનતને અસ્ત નિરૂપતી ઐતિહાસિક નવલકથા છે.
નિ.. દલાલ વિઠ્ઠલ રાજારામ : ગુજરાતી શબદાર્થ સંગ્રહ': ૧ (૧૮૯૫)ના કર્તા.
કૌ.બ્ર. દલાલ શાપુરજી ફરામજી : 'પુનરલગ્ન ગાયણ સંગ્રહ' (૧૮૭૧) ના કર્તા.
કૌ.બ્ર. દલાલ સુધીર રામપ્રસાદ (૨૩-૧૨-૧૯૩૩) : વાર્તાકાર, પ્રવાસકથાલેખક. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિશુવિહાર તથા સી. એન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૫૦માં મૅટ્રિક. ૧૯૫૪માં કેમિસ્ટી-ફિઝિકસ વિષયો સાથે
બી.એસસી. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મૅચેસ્ટર યુનિવર્સિટીમાં ટેસ્ટાઇલ ટેકનોલોજીનો અભ્યાસ. અત્યારે શ્રી અંબિકા મિલ્સ, અમદાવાદમાં જનરલ મેનેજર.
પરંપરાની સાથે સંકલિત વિવિધ વિષયો અને તાજગીભરી નિરાળી નિરૂપણરીતિ ધરાવતી એમની વાર્તાઓનો સંગ્રહ ‘વહાઈટ હેર્સ' (૧૯૭૦) નોંધપાત્ર છે. આ ઉપરાંત એમણે જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના ‘લલિતકલા દર્શન’ : ૧ નામના ૧૮માં ગ્રંથમાં વિદેશી ચલચિત્રને ઇતિહાસ આલેખવા સાથે ભારતીય સિનેમા વિશેના લેખો પણ લખ્યા છે.
દલાલ સુરેશ પુરુત્તમદાસ, ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ', ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ' (૧૧-૧૦-૧૯૩૨): કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મૅટ્રિક. ૧૯૧૩ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯ માં પીએચ.ડી. ૧૯૫૬ માં મુંબઈની કે. સી. સાયન્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ. આર. કોલેજ ઑવ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે. જે. સેમૈયા કોલેજમાં અને ૧૯૭૩ થી અદ્યપર્યત એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. કવિતા” માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘એકાન્ત' (૧૯૬૬), ‘તારીખનું ઘર' (૧૯૭૧), “અસ્તિત્વ' (૧૯૭૩), “નામ લખી દઉં' (૧૯૭૫), 'હસ્તાક્ષર' (૧૯૭૭), ‘સિમ્ફની' (૧૯૭૭), 'રોમાંચ' (૧૯૭૮), “સાતત્ય' (૧૯૭૮), પિરામિડ' (૧૯૭૯), “રિયાઝ' (૧૯૭૯), “વિસંગતિ' (૧૯૮૦), ‘સ્કાઈસ્કેપર' (૧૯૮૦), 'ઘરઝુરાપો' (૧૯૮૧), ‘એક અનામી
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org