________________
દરિયે વહાલે છે. જાણે હેય મારું ગામ – દલપતકાવ્ય
લધાભાની પેઢી છેાડીને જંગબારનાં જંગલમાં વસતા લોકોને ખેતી માટે જાગૃત કરે છે. લવિંગાદિની ખેતી કરાવીને ગુલામને મુકત કરાવવાની સફળ ભેજના પાર પાડે છે. હાલારપ્રમ, માનવતા, સેપેલાં કાર્ય પાર પાડવાની નિષ્ઠા - આ બધાં સારુ રામજીભા જીવસટોસટનાં સાહસ કરે છે. હાલારની બાઈ રુખીને ચાંચિયા અબુ હસને બાન રાખ્યાનું જાણે છે ત્યારે તેઓ તેને છોડાવવા લાલિયા દાંટ જેવા વનવૃત્તિના માણસ સાથે બાથ ભીડે છે. ડિક અને મંગા યાર્કને શોધે છે. જંગલનાં ને દરિયાનાં સાહસ
ખેડી વધુ ને વધુ ગુલામને મુકત અને માણસ બનાવે છે. નવલકથામાં કથાનું આયોજન ચુસ્ત, નાટયાત્મક અને આકર્ષક છે. વર્ણને અને વસ્તુ વાસ્તવનિષ્ઠ છે. ઉપરાંત, ભાષાનું નોંધપાત્ર બળ દાખવતી આ નવલકથા આપણી અલ્પ દરિયાઈ સાહસકથાઓમાં નોંધપાત્ર છે.
૫.૫. દરિયા વહાલા છે જાણે હાય મારું ગામ : સમુદ્રતટ અને વનના સાંનિધ્યમાં પોતાના વિવિધ મિજાજમાં સમુદ્રની વિવિધ ભાવમુદ્રાને ધારવા મથત સુરેશ દલાલને લલિતનિબંધ.
ર.ટી. દર અરુણિકા મનેજ, મુદિતા', ‘રવિરશ્મિ' (૮-૮-૧૯૩૭): જીવનચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ૧૯૫૭માં. બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૨ માં હિંદી સાહિત્યરત્ન. ૧૯૭૦માં પીએચ.ડી. ૧૯૫૯થી ૧૯૮૨ સુધી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની વિવિધ કોલેજમાં અને પછીથી વલસાડની કોલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન.
એમણ “ભગવાન ગૌતમ બુદ્ધ' (૧૯૮૩), “હજરત મહમ્મદ પયગમ્બર (૧૯૮૩) અને નરસિંહરાવ' (૧૯૮૫) જેવી ચરિત્રપુસ્તિકાઓ આપી છે.
દર્શન અને ચિંતન -પુસ્તક ૧-૨ (૧૯૫૭) : પંડિત સુખલાલજીના ગુજરાતી લેખેને સંગ્રહા. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છે ટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ જાયેભિ' દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્ત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગ છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદૃષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે.
ચં,ટા. દર્શનિકા (૧૯૩૧): સંત પુત્રી મીના અંગની ખબરદારની કરુણપ્રશસ્તિ. છ હજાર લીટીનું આ કાવ્ય નવ ખંડમાં વિભકત છે અને દરેક ખંડમાં ઝૂલણા છંદની બે કડીનું મુકતકયુમ સ્વતંત્ર એકમ તરીકે કાર્ય કરે છે. આ એકમે કે ખંડ કાવ્યમાં પૂરતા સુબદ્ધ નથી. સામાન્ય તત્ત્વજ્ઞાનની સામાન્ય અભિવ્યકિત કલ્પકતાને અભાવ સૂચવે છે. સરલ પદાવલિ આકર્ષક બન્યા વગર પ્રસ્તાર સાધી “સૃષ્ટિની અસ્થિરતા'થી માંડી “જીવનનું કર્તવ્ય અને ‘સ્નેહને વિશ્વધર્મ' જેવા વિષયોની ચર્ચાને સમાવે છે. કરણમાંથી શાંતરસની નિપત્તિ કવિનું મુખ્ય ધ્યેય રહ્યું છે.
ચિ.ટા. દલપતકાવ્ય-ભા. ૧-૨ (પ્ર.આ. ૧૮૭૯): પહેલી આવૃત્તિમાં નહિ
છપાયેલાં ઘણાં કાવ્યો ઉમેરી બીજી આવૃત્તિ બે ભાગમાં બહાર પડી છે. નર્મદના પુરોગામી અને સમકાલીન રહેલા દલપતરામની રચનાઓમાં મધ્યકાલીનતાને ઘણાબધા અંશે મજૂદ હોવા છતાં અર્વાચીનયુગનાં પ્રારંભનાં લક્ષણે, નવા વિશે, નવા અનુભવો અને નવા પ્રયોગો જોઈ શકાય છે. અહીં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાને હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, ભકિત, જ્ઞાન, નીતિબોધ અને શામળશાઈ વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશદાર, દેશભકિત, ઇલેકપરાયણતા અને સમાજાભિમુખતા પણ છે. કવિ શાંત અને શાણી રીતે ઉદ્યમપરાયણતાને ચીંધે છે અને જગત તેમ જ જીવન વિશે પ્રાથમિકતાથી વિચારે છે. ઉપરોઢિયું’ જેવા વિષયથી માંડીને અંગ્રેજી રાજકારણ અને નામાંકિત વ્યકિતઓનાં પદ્યાલેખને અહીં મળી આવે છે. સર્વ લોકોને અનુકૂળ પડે તેવી, જેમ બને તેમ સહેલી સરલ અને ઠાવકી કવિતા રચવાનું કવિનું નેમ છે. આથી જનમનરંક, પ્રાસંગિક અને ફરમાસુ રચનાઓ પણ ઘણી છે. વ્રજભાષાના સંસકાર દૃઢ હોવાથી અહીં વાર્થઘટન, કથનચાતુરી અને બહિરંગનો વિશેષ આદર છે. સંસ્કૃત છંદો અને દેશી પદ્યલઢણામાં સફાઈ છે. દવિપ્રબંધ, ગોમુદ્રિકાપ્રબંધ, કમળપ્રબંધ જેવાં
દર મૉજ મનુભાઈ (૨૬-૧-૧૯૩૨): વિવેચક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૬ માં ગુજરાતીસંસ્કૃત વિષયોમાં એમ.એ. વલસાડની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન.
એમણે “સાહિત્ય આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા' (અન્ય સાથે, ૧૯૭૪), ઉપરાંત ‘ભટનું ભોપાળું: સ્ત્રોત અને સંદર્ભ (૧૯૮૯) વિવેચનપુસ્તકો આપ્યાં છે.
દર્પણ: ન્યૂઝિલેન્ડમાં વસતી દર્પણથી અજાણ‘માઓરી' આદિવાસી પ્રજા પોતાના મને ઓળખતી નથી; તેમ સુધરેલી પ્રજા અંદરના મને ઓળખતી નથી; અંદરના મને ઓળખવાથી તો એમાં સુધારાને પણ અવકાશ છે. આવા ચરિત્રવિકાસને બિરદાવતે ફાધર વાલેસને નિબંધ.
ચં.ટી. દર્શક: જુઓ, પંચાળી મનુભાઈ રાજારામ.
૨૧૦: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org