________________
ત્રિવેદી ચુનીલાલ ભગવાનજી – ત્રિવેદી જેઠાલાલ નારાયણ
ત્રિવેદી જટાશંકર: ‘વ્યાકરણના નવીન પાઠો' (૧૯૪૦) ના કર્તા.
ત્રિવેદી જનક નંદલાલ, 'સરોજ ત્રિવેદી' (૧૦-૬-૧૯૪૪) : નવલકથાકાર. જન્મ કોઠી (જિ. રાજકોટ)માં. ૧૯૬૧માં મૅટ્રિક. વિવિધ રેલવેસ્ટેશનો પર સહાયક સ્ટેશનમાસ્તર. ત્રિમાસિક ‘મુદ્રાંકન'ના સંપાદક. એમણ ‘નથી' (અન્ય સાથે, ૧૯૮૬) નામ નવલકથા આપી છે.
ત્રિવેદી જયસુખલાલ માનશંકર : ત્રણ ખંડમાં વિભકત અઠ્ઠાવીસ પઘોને સંગ્રહ ‘શિવસ્તવન'ના કર્તા.
ગુજરાતીનું અધ્યાપન. છેલ્લે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક.
પિંગલ દર્શન' (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. “ઊર્મિકાવ્ય' (૧૯૬૬)માં 'ઊમિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલ “કવિ નાકર -- એક અધ્યયન' (૧૯૬૬) એમને નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન કવિ નાકરની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમાજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન ગુજરાતી ગ્રંથકાર' કોણીની ‘નાકર” (૧૯૭૯) પુસ્તિકામાં તથા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ખંડ ૨માં જળવાયું છે. ચાસદનું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ‘ભાવલોક' (૧૯૭૬) અને ‘ભાવમુદ્રા' (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખે છે. ‘ભાવમુદ્રા'માં 'ગુજરાતીમાં છંદોરચના' એ દીદ લેખ ગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે.
‘આપણાં ખંડકાવ્યો' (૧૯૫૭), ‘સુદામાચરિત્ર' (૧૯૬૩), ‘કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪), ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭), ‘વિરાટ પર્વ' (૧૯૬૯), 'કાલેલકર ગ્રંથાવલિ' (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ” તથા “ગ્રંથ અને ગ્રંથકાર'- ભા. ૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે.
જ.ગા. ત્રિવેદી ચુનીલાલ ભગવાનજી: પદ્યકૃતિ 'રામચરિત્ર' (૧૯૧૨)ના કર્તા.
કૌ.બ્ર. ત્રિવેદી જગજીવન કલ્યાણજી (૨૦-૧-૧૯૮૬): જન્મ મોટાવડા (જિ.રાજકોટ)માં. અધ્યાપન ટેનિંગ કોલેજ, રાજકોટથી ૧૯૫૨ માં ગુજરાતી વિષય સાથે ઉત્તીર્ણ. ૧૯૨૭થી રાજકોટ તેમ જ જિલ્લાનાં વિવિધ ગામડાંઓમાં અધ્યાપનકાર્ય.
એમણે નિબંધ સ્વરૂપનું ગદ્ય-પુસ્તક “આત્મદર્શનની વાટે' (૧૯૭૬) આપ્યું છે.
કી.. ત્રિવેદી જગજીવન શિવશંકર : કથાત્મક ગદ્યકૃતિ શહેનશાહી દિલહી- ' દરબાર' (૧૯૨૧)ના કર્તા.
કૌ.બ્ર. ત્રિવેદી જગદીશ લક્ષ્મીશંકર (૬-૭-૧૯૨૮): કવિ. જન્મ બાલાસીનેરમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. કેટલાંક વર્ષો સુધી કિશનસિંહ ચાવડાના પ્રેસ સાથે અને સંસ્કૃતિના પ્રકાશન સાથે સંલગ્ન. પછીથી નવજીવન મુદ્રણાલયમાં.
ઉમાશંકર સુંદરમ્ ની કાવ્યશૈલીને અનુસરતી બેતાલીસ રચનાઓના સંગ્રહ ‘હરિચંદન' (૧૯૬૨)માં મુકતક, સૉનેટ તેમ જ છંદોબદ્ધ રચનાઓ છે.
કૌ.બ્ર.
ત્રિવેદી જયંતીલાલ ચીમનલાલ, ‘જ્યાનંદ', 'જાગીન’ (૨૮૭ ૧૯૨૧): કવિ. જન્મ મધ્યપ્રદેશના કીબુઆમાં. ૧૯૪૨ માં મૅટ્રિક. પહેલાં જ્યુપિટર મિલમાં, પછી ૧૯૪૩થી ૧૯૭૯ સુધી રેલવેમાં ગાર્ડ.
ઊગમે' (૧૯૬૩) અને ‘મૌનની ક્ષણામાં' (૧૯૮૧) જેવા કાવ્યસંગ્રહ તેમ જ ‘રામરસાયણ ભજનાવલિ' (૧૯૭૪) અને રામબાવની ગીતાબાવની' (૧૯૮૦) જેવા ભજનસંગ્રહા એમના નામે છે.
ચં.ટો. ત્રિવેદી જયેન્દ્ર ગિરિજાશંકર, ‘નિષાદચંદ્ર’, ‘પ્રિયાંશુ પાઠક'
(૨૫-૭-૧૯૨૬): વિવેચક. જન્મ ભાવનગરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એસસી. ૧૯૫૩માં બનારસ હિંદુ યુનિવસિટીમાંથી હિંદી વિષયમાં એમ.એ. ૧૯૫૧-૫૫ દરમિયાન મહિલા કોલેજ, ૧૯૧૫૫-૬૩ દરમિયાન શામળદાસ કોલેજ, ભાવનગરમાં અધ્યાપક. ૧૯૬૩થી ગાંધી મહિલા કોલેજમાં આચાર્ય.
‘પ્રેમચંદ' (૧૯૬૫) અને 'કબીરના વારસ' (૧૯૭૩) એમના ચરિત્રગ્રંથ છે. “સુંદરમ્ નાં કાવ્યો' (૧૯૭૬) એમનું સંપાદન છે.
.ટી. ત્રિવેદી જિતેન્દ્રકુમાર વિજયશંકર (૧૫-૫-૧૯૨૫): ચરિત્રકાર,
જન્મ જેતપુરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. જહાંગીર ટેસ્ટાઇલ મિલ્સ, અમદાવાદમાં જુનિયર આસિસ્ટન્ટ. ‘સંન્યાસી' (૧૯૭૬) એમનો ચરિત્રગ્રંથ છે.
ચ.ટા.
ત્રિવેદી જેઠાલાલ નારાયણ, કવિરાજ ટી. જે. નારાયન’
(૨૫-૨-૧૯૮૮): જન્મ રાંધેજા (જિ. ગાંધીનગર)માં. પ્રાથમિક શિક્ષણ વતન રાંધેજામાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-અમદાવાદમાં. ૧૯૨૭માં મૅટ્રિક. ૧૯૪૩માં ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાંથી અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. વડોદરા મહેસૂલી ખાતામાં ૧૯૨૮થી ૧૯૪૩ સુધી કારકુન અને સર્કલ ઈસ્પેકટર. ૧૯૪૩ થી ૧૯૫૬ સુધી નાયબ મામલતદાર. ૧૯૫૬ થી તાલુકા અધિકારી. ૧૯૫૯ થી, બાવનમે વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી ગાંધીપ્રેરિત આદર્શાથી ગ્રામનિવાસ.
‘પાંખડી' (૧૯૩૮) અને 'મંદારમાલા' (૧૯૬૩) જેવા મુકતકસંગ્રહો તથા “અલકા' (૧૯૪૯) અને “પંચમ' (૧૯૭૭) જેવા
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org