________________
ત્રિવેદી અમૃતરાય છે.– ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર
ત્રિવેદી અમૃતરાય છે.: સમાજ શિક્ષણ સાહિત્યપત્રિકા-શ્રેણી તળે
તૈયાર થયેલી પ્રૌઢવાચનથી ‘ગધેડાને ગંગાજળ’, ‘ગધેડાની ગાય’, ‘મા-બાપની સેવા' (૧૯૬૨), ‘સાર તપ અને બીજી વાર્તા (૧૯૬૨) તથા ‘મયાનું બલિદાન'ના કર્તા.
ત્રિવેદી અમૃતલાલ કહાનજી: નવલકથા “મહાશ્વતા(૧૯૮૫)ના કર્તા.
ત્રિવેદી અમૃતલાલ રતનજી, ‘
દિકુમાર' (૧૯૦૩): નવલકથાકાર, વાર્તાકાર. જન્મસ્થળ લીંબડી. ૧૯૨૦ની અસહકારની ચળવળમાં સરકારી શાળા છેડી, રાષ્ટ્રીય શાળામાંથી વિનીત. રાજકીય, પ્રવૃત્તિને કારણે અભ્યાસ છોડી વર્તમાનપત્ર માટે લેખ અને સિનેમા કંપનીઓ માટે સિનેરિયેનું લેખન.
હંસ યાને મઠને ભેદ' (૧૯૨૭), ‘મહારાષ્ટ્ર કેસરી' (૧૯૨૭), ‘ડગમગાતી મહોલાત’ (૧૯૨૯), 'રૂઢિનાં બંધન' (૧૯૨૯), હવસના ગુલામ' (૧૯૩૦), ‘સમાજનો સડો' (૧૯૩૮), “મોગલ દરબારના ભેદભરમ' (૧૯૩૧), ધીખતા અંગારા' (૧૯૩૨) જેવી સામાજિક નવલકથાઓ ઉપરાંત “સોરઠી શૌર્યકથાઓ' (૧૯૩૧) તથા “સોરઠી પ્રેમકથાઓ' (૧૯૩૨) પણ એમના નામે છે.
૨.ર.દ. ત્રિવેદી અરવિદચંદ્ર અંબાલાલ: એકતા, સ્વરાજ, ભારત ભાગ્યોદય, વિદ્યાર્થી, વર્તમાનપત્ર અને કિસાન જેવા વિષયો પર સૂત્રાત્મક સંવાદોને સંગ્રહ ‘વિશ્વાંજલિ' (૧૯૪૬)ના કર્તા.
ત્રિવેદી ઇન્દુકુમાર વૃજલાલ, ‘લોક' (૨૫-૩-૧૯૨૫) : કવિ.
જન્મ પાટણ (જિ. મહેસાણા)માં. ૧૯૬૨ માં ઇતિહાસ અ. ગુજરાતી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. સાતેક વર્ષ ફૂડ કોલ ખાતામાં કામગીરી. ૧૯૫૯થી ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર સુપરિન્ટેન્ડન્ટ.
પ્રથમ કાવ્યસંગ્રહ 'કવચિત્ '(૧૯૬૫) ના પૂર્વાર્ધમાં પ્રણયકાવ્યો અને ઉત્તરાર્ધની રચનાઓની ગતિ અન્ય વિષયો તરફ વસ્તુલક્ષી ઢબની છે. પ્રતીકોને ઉપયોગ નોંધપાત્ર છે. ગીત, ગઝલ, છંદોબદ્ધ અને અછાંદસ રચનાઓનો સંગ્રહ સંનિવાસ' (૧૯૮૫)માં મુખ્યત્વે પ્રકૃતિને તેમ જ કેટલીક સાંપ્રત નગરજીવનની વિડંબનાને વિષય બનાવતી રચનાઓની રીતિ પરંપરાગત છે. અહીં ‘કવચિત્ નાં કાવ્યોનું પુનર્મુદ્રણ તેમ જ ‘આર્જવ’ શીર્ષકથી સૂચિત કાવ્યસંગ્રહનાં કાવ્યો સમાવિષ્ટ છે.
કૌ.. ત્રિવેદી ઇન્દ્રવદન (૧૯૩૯): કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ રૂપાલ (ગાંધીનગર)માં. ઇજનેરી વ્યવસાય.
એમણે કાવ્યસંગ્રહ ‘ચિનગારી' (૧૯૭૧), વાર્તાસંગ્રહ ‘એપ્રિલની હવા ને બાવળનાં ફૂલ' તથા નવલકથા 'સરિતાના સાથી” આપેલાં છે.
ત્રિવેદી અશ્વિન મા.: ચરિત્રલેખક. ‘ત્રિભુવનદાસ ગજજરની
જીવનકથા' (અન્ય સાથે, ૧૯૬૦)માં પ્રો.ત્રિભુવનદાસ કલ્યાણજી ગજજરનાં વિવિધ જીવનપાસાંઓનું તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં મૂલ્યાંકન છે. ચરિત્રનાયકના કેટલાક લેખો પણ પ્રસ્તુત ગ્રંથમાં મૂકથા છે.
કૌ.બ્ર. ત્રિવેદી અંબાલાલ વિશ્વનાથ : “મહાકાળી સ્તુતિસંગ્રહ' (૧૯૦૯). -ના કર્તા.
ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ (૧૬-૧૨-૧૮૭૨, ૯-૧૨-૧૯૨૩) : નિબંધકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ લખતરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૮૮૫માં મૅટ્રિક. ૧૮૯૧ -માં બી.એ. ૧૮૯૫ માં મુંબઈથી એલએલ.બી. ૧૮૯૫થી ૧૯૬૪ સુધી રાજકોટમાં વકીલાત. ૧૯૦૪ થી મુંબઈમાં વકીલાત. થોડો સમય ‘સમાલોચક” અને “ઇલી મેલ'ના તંત્રી.
આનંદશંકર ધ્રુવની જીવનદૃષ્ટિ અને શૈલીથી પ્રભાવિત અને પંડિતયુગની દીપ્તિ ધરાવનાર આ નિબંધકારે ગંભીરપણે રાજકારણ, સમાજકારણ તેમ જ સાંસ્કૃતિક પ્રવાહોના દિગ્દર્શન સાથે સાહિત્યવિવેચન પણ કરેલું છે. ગોવર્ધનરામની કૃતિઓ એમના અભ્યાસને વિષય બની છે. શિષ્ટ શૈલી અને લિષ્ટ વિચારનિરૂપણથી એમનાં લખાણો ગદ્યને પ્રભાવ દર્શાવે છે.
રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશી સંપાદિત ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ' (૧૯૭૧) એમનું પચાસ વર્ષ પછીનું મરણોત્તર પ્રકાશન છે. એમણે ‘બ્રિટીશ હિન્દુસ્તાનને આર્થિક ઇતિહાસ' (૧૯૦૯), ‘અકબર' (૧૯૨૩) વગેરે અનુવાદો પણ આપ્યા છે.
ચ.ટા. ત્રિવેદી એન. એચ.: નવલકથા 'કમળાગૌરી' (૧૯૦૯)ના કર્તા.
ત્રિવેદી ઇજજતકુમાર રેવાશંકર (૫-૪-૧૯૩૫): વાર્તાકાર, હાસ્ય
લેખક. જન્મસ્થળ લીલીયા (મોટા). ૧૯૫૫માં મહુવાથી મૅટ્રિક. ૧૯૬૧ માં ઇતિહાસ વિષય સાથે બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૭૦થી શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગરમાં અધ્યાપન.
એમના “મોનાલીસા' (૧૯૮૦) અને “હળવે હાથે' (૧૯૮૫) એ બે હાસ્યલેખોના સંગ્રહ તથા ‘કાંટા : ગુલાબ અને બાવળના’ (૧૯૮૧), 'કાસમ માસ્તરનું વસિયતનામું' (૧૯૮૧) અને ‘સુદામાના તાંદુલ' (૧૯૮૫) જેવા લઘુકથાઓના સંગ્રહો પ્રકાશિત થયા છે.
ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર (૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫):
સંપાદક, વ્યાકરણવિદ. જન્મથળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૭૪માં મૅટ્રિક. ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. આર્થિક
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org