________________
ડગલી વાડીલાલ જેચંદ - કુમાસિયા નવરોજજી માણેકજી
ડગલી વાડીલાલ જેચંદ (૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫): નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથ- મિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી “આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ. માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍકસપ્રેસ'ના ફાઇનેન્શિયલ ઑડિટર, ૧૯૬૩ -માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર. ૧૯૬૭માં આર્થિક સાપ્તાહિક 'કૉમર્સ'ના તંત્રી- પદે. દેશના અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક. પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. સામાન્ય જનકેળવણી માટે પરિચય- પુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત. નર્મદચન્દ્રકવિજેતા. મુંબઈમાં અવસાન.
આ લેખકનું નિબંધક્ષેત્રે વિશેષ પ્રદાન છે. શિયાળાની સવાર- તડકો' (૧૯૭૫)ના છત્રીસ અંગત નિબંધમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતો નિપજાવી છે. મનની ઉઘાડી બારીનું એમાં
પ્રતિબિબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિદી લહેકોને કારણે એમના નિબંધમાં તાજગી છે. “રંકનું આયોજન' (૧૯૮૦) માં આર્થિક શાસ્ત્રીય નિબંધ છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. કવિતા ભણી' (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધે આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દૃષ્ટિકોણ સામે એમણે શાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉમાપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. થડા નોખા જીવ' (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, સેઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખા છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે.
‘સહજ’ (૧૯૭૬) એમને, સાહિત્યપ્રીતિ ધરાવતા સહૃદયને કાવ્યસંગ્રહ છે. એમાંની છાંદસ-અછાંદસ મળીને કુલ અડસઠ રચનાઓમાં ‘માંહ્યલાની મુસાફરી’ છે અને ‘સચ્ચાઈની શોધ પણ છે. કયાંક સહજ લયસૂઝ પ્રગટ થઈ છે, કયાંક કલ્પનનિષ્ઠ ભાષાની સ્વાભાવિકતા જોવાય છે.
આ ઉપરાંત ‘સૂનાં સુકાન’ (૧૯૫૪) યશવંત દોશી સાથે લખેલી એમની નવલકથા છે. યશવંત દોશી સાથે કે. એ. અબ્બાસના પુસ્તક “એન્ડ વન ડિડ નોટ કમ બેંકને અનુવાદ (ડૉ. કોટનીસ” (૧૯૪૯) નામે આપ્યો છે. “સૌને લાડકવાયો' (૧૯૪૭) યશવંત દોશી સાથે એમણે કરેલું ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથનું સંપાદન છે. એમના નામે “એઝરા પાઉન્ડ’, ‘બેનિત્સિન’, ‘પંડિત સુખલાલજી’ વગેરે કુલ વીસેક પરિચયપુસ્તિકાઓ છે.
અંગ્રેજીમાં બાર જેટલાં પુસ્તકો એમણ સંપાદિત કર્યા છે; અને ૧૯૬૭થી આરંભી છેક સુધી 'કૉમર્સ' સાપ્તાહિકમાં ‘અંડિટર્સ નોટબુક' કૉલમમાં સતત વ્યકિતઓ અને ઘટનાઓ પરત્વેનાં લખાણમાં માર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવી છે.
ચં.ટો. ડગલું ભર્યું કે : ટેક અને શૌર્યને બિરદાવનું નર્મદનું જાણીતું કાવ્ય.
ચં.ટો. ડણાક કૃપાશંકર કુશલજી: ‘નવલચંદ્ર નાટકનાં ગાયને' (૧૯૦૪) -ને કર્તા.
નિ.વે. ડણાક સતીશચન્દ્ર શાંતિલાલ (૨૬-૧૧-૧૯૪૫): કવિ, સંપાદક.
વડોદરામાં. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૩માં ગુજરાતી, હિંદી વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં એ જ વિષયોમાં એમ.એ. પ્રારંભમાં શિક્ષક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી નગરપાલિકા મહિલા આર્ટ્સ કોલેજ, ઉમરેઠમાં અધ્યાપક. ૧૯૭૭ થી ત્યાં જ આચાર્ય.
દીર્ઘકાવ્ય “લાંબી સડક, ટૂંકી સડક' (૧૯૬૮) ઉપરાંત શકયતા (૧૯૭૪) અને “એકાન્તવાસ' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહો છે. ‘લેહીને લય' (અન્ય સાથે, ૧૯૭૬), નાટયચર્ચા' (૧૯૭૭) અને “ગઝલનું નવું ગગન' (૧૯૭૮) એમનાં સંપાદન છે.
એ.ટી. ડાહ્યાભાઈ કેસરીસિંહ: ભવાઈની અસરવાળી ફાસ પ્રકારની કૃતિ
બે બઈરીના એક ધણીને ફારસ' તેમ જ “સુરસેન-ચંદનકુમારી દુ:ખદર્શક નાટક' (૧૮૮૬)ના કર્તા.
કૌ.વ્ય. ડાહ્યાભાઈ ધોળશાજી : જુઓ, ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી. ડાહ્યાલાલ હિંમતરામ: વારાહીવન' (૧૯૦૩)ના કર્તા.
નિ.વે. |. . વી. : ‘ઉનાવાની મઝા ઉર્ફ મઝહારે મીરા' (૧૯૦૭)ના કર્તા.
નિ.વા. ડીમલાઇટ (૧૯૭૩): રઘુવીર ચૌધરીને એકાંકીસંગ્રહ, એમાંનાં
પાંચ એલંકીઓમાં બોલચાલની ભાષાની નજીક જવાન પુરુષાર્થ, તત્કાલીન સામાજિક વાસ્તવને ઉપસાવવાની મથામણ અને સંવાદોને જીવંત રીતે સાંકળી લેવું કટાક્ષનું ઘટનબળ આગળ તરી આવે એવાં છે. 'ડીમલાઇટ’ અને ‘ઢોલ' એકાંકીઓ વિશેષ નોંધપાત્ર છે.
ચં... ડીસાવાલા સાભાઈ હરમસજી; કથાકૃતિ “મનાની ગુફાને હવાલ' ' (૧૯૮૮)ના કર્તા.
નિ.વા. ડુમાસિયા નવરોજજી માણેકજી: “નામદાર આગાખાનને ટૂંકા ઇતિહાસ’ (૧૯૦૪)ના કર્તા.
નિ..
૧૭૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org