________________
ઠાકુર રામચંદ્ર નારાયણ - ઠાકોર જ્યાબેન જયમલ
આ ઉપરાંત એમણે 'ગુજરાતીનું અધ્યયન' (અન્ય સાથે) પુસ્તક અને ગાંધીજીનાં લખાણોમાંથી પસંદ કરેલાં વિચારવલાણાનું સંપાદન ‘ગાંધીવાણી' (૧૯૬૬) આપ્યાં છે.
બા.મ. ઠાકુર રામચંદ્ર નારાયણ, ‘ગિરજાં ગાર', “ધનંજય રાજ રાઘવ', ‘મંજુલ ઈવઈ', 'મુસાફર માલી' (૧૭-૧૨-૧૯૦૮): નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, નાટયલેખક. જન્મ ચિત્રોડા (જિ. સાબરકાંઠા)માં. ૧૯૨૯માં મુંબઈથી મૅટ્રિક. ૧૯૩૩માં મુખ્ય વિષય પાલી સાથે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. અને ૧૯૩૬ માં એ જ વિષયમાં એમ.એ. પ્રારંભમાં વ્યાયામશિક્ષક. કેટલેક વખત પત્રકાર, છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મમાં લેખક, નિર્માતા, દિગદર્શક.
બૌદ્ધકાલીન મહાન નર્તકી આમ્રપાલીના ત્યાગની કથા આલેખતી ઐતિહાસિક નવલકથા “આમ્રપાલી': ૧, ૨ (૧૯૪૩)ની વસ્તુસંકલના અને એને વેગીલો કથાપ્રવાહ નાંધપાત્ર છે. મીરાંના જીવનસંદર્ભ સાથે અઠ્ઠાવીસ પ્રકરણોમાં વિસ્તરતી ચરિત્રપ્રધાન નવલકથા 'મીરાં પ્રેમદિવાની' (૧૯૪૫)ના ઉત્તરાર્ધમાં આપેલા પરિશિટમાં મીરાંનાં ૧૦૦ પદ મૂક્યાં છે. સાંપ્રત જીવનરીતિમાં પ્રવેશેલી ભૌતિકતા અને તજજન્ય દૂષણ પર પ્રકાશ ફંકની સામાજિક નવલકથા 'ધન, જાબન - ધૂન' (૧૯૬૪)માં સંવાદકલા નાંધપાત્ર છે. “અખંડ આનંદ' સામયિકમાં ક્રમશ: છપાયેલ ચરિત્રાત્મક લખાના સંગ્રહ ‘ગિરજા ગેર' (૧૯૬૪) અને ગિરા ગાના સેટો' (૧૯૬૯)માંની અનુક્રમે તેર અને અઢાર કટાક્ષકથાઓની શૈલી મુખ્યત્વે હાસ્યપ્રધાન છે. “બુદ્ધિધન બીરબલ' (૧૯૪૪) એમની ઐતિહાસિક નવલકથા છે, તે ‘સ્ત્રીગીતા અથવા વિકાળી ગામડીયણ' (૧૯૪૦) સામાજિક નાટક છે. “શેફાલી' (૧૯૫૩) તથા હોઠ અને હૈયાં' (૧૯૬૨) એમના વાર્તાસંગ્રહો છે. ‘શ્રી સહજાનંદ સ્વામી' (૧૯૮૨) અને “મા આનંદમયી' (૧૯૭૪) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે.
કૌ.બ્ર. ઠાકોર અજિતસિહ ઈશ્વરસિંહ (૧૪-૫-૧૯૫૦): કવિ. જન્મ
સુરત જિલ્લાના વાંકાનેડામાં. વતન તરસાડી. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૭૧ માં સુરતથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ત્યાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૩માં 'અલંકાર સર્વરવ : એક અધ્યયન’ પર પીએચ.ડી. પ્રારંભમાં રાષ્પીપળામાં, પછી સુરતમાં વ્યાખ્યાતા. અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં રીડર.
એમના ‘અલુક' (૧૯૮૧) કાવ્યસંગ્રહમાં અછાંદસ રચનાઓ, ગઝલો અને લઘુકાવ્યોમાં આધુનિક પરંપરાનું અનુસંધાન છે.
ચં.ટો. ઠાકોર આધાદરા : ભાષાવિષયક ગ્રંથ 'પાલિ પ્રબોધ' (૧૯૨૯)ના કર્તા.
પાસેથી બાળકોને આકર્ષે તેવી અનેક કૃતિઓ મળી છે. ગરીબ, ત્યજાયેલાં નાનાં બાળકોની કરુણ કથની વર્ણવતાં અનેક પ્રસંગચિત્રો “આપણાં મિત્રો' (૧૯૩૫)માં તથા કુરૂપ બાળક ઈસપની હૃદયસ્પર્શી રીતે કહેવાયેલી કથા “કુબડાની રૂપકથા' (૧૯૬૩) માં મળે છે. આ ઉપરાંત, બાપુજીની અને બીજી વાતો' (૧૯૩૩), ‘વેરાયેલાં ફૂલ' (૧૯૩૩) જંગલમાં રખડતાં' (૧૯૩૪), ‘ટન ટન્ ટ’, ‘રૂખીની બાધા અને બીજી વાતો' (૧૯૫૦) તથા ‘રૂપીના બાગમાં', 'સંજવારીમાંથી સેનું', 'કોઈ ઊઠયું નહિ', ‘બા ગઈ ત્યારે’, ‘બાળકોએ ગાયેલાં’, ‘સૈનિકના પત્રો', ‘આપણા આરામ માટે’, ‘પંચમહાલને દેવજી, રબર’, ‘માનવમિત્રો' ‘અંતરને ખૂણેથી’, ‘અંતરે અંતરે, ‘અજવાળાં' વગેરે કૃતિઓ પણ એમણે આપી છે.
નિ.વા. ઠાકર કરણસિહ લાલસિહ (૩૦-૮-૧૮૯૫) : ચરિત્રકાર. ૧૯૧૩ માં
મૅટ્રિક. ૧૯૧૮ માં જૂનાગઢથી બી.એ. ૧૯૨૦-૨૫ દરમિયાન ભારતનાં સ્થળામાં વેપાર અંગે પ્રવાસ. ૧૯૨૬ થી ૧૯૫૫ સુધી જૂનાગઢ હાઈસ્કૂલમાં શિક્ષક.
‘શ્રીમન્નથુરામ શર્માજી' (૧૯૪૫) જીવનચરિત્ર ઉપરાંત ‘વ્રજવિહાર યાને મથુરાની તીર્થયાત્રા' (૧૯૨૫) અને “માનવકર્તવ્ય (૧૯૫૩) જવાં પુસ્તકો એમણ આપ્યાં છે.
એ.ટી. ઠાકોર કુસુમબહેન (૧-૧૦-૧૯૧૦): કવિ, વાર્તાકાર, બાળસાહિ૧કાર. જન્મ ઘાઘા (સૌરાષ્ટ્ર)માં. કે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે બી.એ. યુ.એસ.એ.ની આયોવા યુનિવરિટીમાંથી બી.એ. અને એમ.એ. ઑલ ઇન્ડિયા કલ્ચરલ યુનિવર્સિટીમાંથી ૧૯૬૨ માં ડી.લિ. મુંબઈની દોરાબજી ટાટા સ્કૂલ ઑફ સેશ્યલ વર્કમાં કાઉન્સિલર, હાફકીન ઇસ્ટિટટ અને મુંબઈની કેન્સર હૉસ્પિટલમાં સામાજિક કાર્યકર.
એમણ બાળસાહિત્યમાં “વાર્તા રે વાર્તા' –ભા. ૧, ૨ (૧૯૫૭, ૧૯૫૮) તેમ જ વાર્તાસાહિત્યમાં 'વાર્તાવિહાર' (૧૯૬૧), 'પત્રમ્ પુષ્પમ (૧૯૬૧), 'પ્રેમાવતાર અને બીજી વાતો' (૧૯૬૨)
અને “અક્ષતનાં અમૃત' (૧૯૬૩) વગેરે પુસ્તકો આપ્યાં છે. ‘મદાર (૧૯૬૧) એમને ભકિતકાવ્યોનો સંગ્રહ છે. '
મૃ.મા. ઠાકોર ચંદુલાલ: નાટતત્ત્વવાળી કૃતિ “સંવાદઃસંગ્રહ': ૩ (ભાઈચંદ પ્રજાદાસ શાહ સાથે, ૧૯૨૮)ના કર્તા.
કૌ.. ઠાકર ચંદુલાલ શંકરલાલ: શબ્દકોશ ‘પૉકેટ ગુજરાતી-ઈંગ્લિશ
છે , કૌ.બ્ર. ઠાકોર જયાબેન જયમલ (૧૯-૧-૧૯૨૬) : નવલકથાકાર, વાર્તા
કાર. જન્મ વિરમગામમાં. વતન અમદાવાદ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૪૭માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૯માં સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ.
ઠાકોર કપિલા ઇદ્રજિત/માસ્તર કપિલા: બાળવાર્તાકાર. એમની
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૭૩
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org