________________
જોશી જયેષ્ઠારામ હરજીવન – જોશી દેવકૃષ્ણ પીતામ્બર
દેશી. જવેષ્ઠારામ હવન “ધર્મધુરંધર ગોસ્વામીષર્ષ શ્રીમદ્ દેવકીનંદનાચાર્ય ચરિત્ર’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
જોડી ઠાકોરલાલ કાશીરામ (૩૧-૭-૧૯૩૦): હાસ્યલેખક. જન્મ અમલસાડમાં, બી.કોમ. સુધીનો અભ્યાસ.
હાસ્યરસિક પ્રસંગે આપના ‘હાયુદ્ધ’(૧૯૬૩), ‘આનંદહાણી’ (૧૯૬૭), ‘મિલન'(૧૯૬૯) અને હાસ્યારોપણ’ (૧૯૭૩) જેવા નિબંધસંગ્રહો એમણે આપ્યા છે.
પામાં.
જોશી ડાહ્યાલાલ મૂળશંકર: ‘દિલ્હીના છેલ્લા રાજપૂત પૃથ્વીરાજ ચૌહાણ સમ્રાંકી નાટક’ (૧૯૦૪) તથા ‘અંબિકાસ્તુતિ’(૧૮૯૪) ના .
૨.ર.દ.
દેશી તુલસી, આફ્રિકાના અવિસ્તારમાં રજૂ કરેલી જાસૂસી પ્રણયકયા 'નીલમ' – ભા. ૧-૨ (૧૯૭૦)ના કર્તા, ચં.ટો. જોશી ત્રિકમજી પુરુષોત્તમદાસ : ચોપાઈબદ્ધ ‘સુબાધાક્ષરી’ (૧૯૧૫) -ના કર્તા.
..દ.
જોશી ત્ર્યંબકલાલ જીવરાજ: નવલકથાઓ ‘શયતાનસદન અથવા પાપપનન’(૧૯૧૩) અને રાજા રામકૃષ્ણ થવા રણીની રણભૂમિ’(૧૯૨૨)ના કર્તા. ચં.ટો.
જેથી દિક્ષણકુમાર ગૌરીશંકર (૫-૧૧-૧૯૧૯): ચરિત્રલેખક, નવલકથાકાર, સંપાદક. જન્મ કરિયાણા (સૌરાષ્ટ્ર)માં. ‘ધૂમકેતુ’ના પુત્ર. ૧૯૪૧ માં ભૌતિકશાસ્ત્ર સાથે ગુજરાત કોલેજ, અમદાવાદથી બી.એસસી. વ્યવસાયે કાપડની મિલમાં બ્લીચિંગ-ફિનિશિંગ માસ્ટર. હાલ નિવૃત્ત.
મહાભારત અને રામાયણ પર આધારિત પૌરાણિક નવલકથાઓ ‘કુરુક્ષેત્રને પંથે’- ભા. ૧-૬ (૧૯૭૫-૭૯) અને ‘રઘુકુલિતલક રામ'- ભા. ૧-૩ (૧૯૮૬) એમણે આપી છે.
ધૂમકેતુ અને મેઘાણીની મૈત્રીનું રોચક શૈલીમાં આલેખાયેલું શબ્દચિત્ર ‘બે સાહિત્યસખા’ (૧૯૭૫)માં છે. ‘ધૂમકેતુના જીવનઘડતરની વાતો' (અન્ય સાથે, ૧૯૬૫) અને ‘ધૂમકેતુની ઉમર યાત્રા’(૧૯૭૧)માં ધૂમકેતુનાં જીવનસંભારણાંનું નિકટતાના સ્પર્શવાળું આલેખન છે; અને એમાં તેમની સાહિત્યિક-કૌટુંબિક જીવનછબી ઉપસાવીને લેખકે પિતૃતર્પણ કર્યું છે. આ ઉપરાંત એમણે 'ધૂમકેતુની વાર્તાનો' (૧૯૬૬), ‘ધૂમકેતુની સાહિત્ય વિચારણા’ (૧૯૬૯) તથા ‘ધૂમકેતુની જીવન-વિચારણા’ (૧૯૭૦) નું સંપાદન પણ કર્યું છે
બ..
જોશી દિનકર ના. (૧૧-૪-૧૯૪૫, ૧૫-૧૧-૧૯૩૮): બી.એ. સુધીનો અભ્યાસ. કકટરની ઓફિસમાં નોકરી, એમની કાળો, વાર્તાઓ, લઘુનવલ, પત્રો, નિબંધો વગેરેનો
૧૪: ગુજરાતી હિત્યકોશ-૨
Jain Education International
રચય 'કોઈ ફરિયાદ નથી' નામે મરણેત્તર પ્રકાશનરૂપે મળ્યો છે. નિ.વા. જોશી દિનકર મગનલાલ (૩૦-૬-૧૯૩૭): નવલકથાકાર. જન્મ ઘડી ભંડારિયામાં. વતન નાગધણીબા જિ. ભાવનગર). પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૬૧ માં ઇતિહાસ અને રાજકારણ વિષયો સાથે બી.એ. મુંબઈમાં દેના બૅન્કમાં બ્રાંચ મૅનેજર,
એમણે ‘દૂર દૂર આરો’(૧૯૬૩), ‘જાણે અજાણે’(૧૯૬૩), ‘તો બે મન પ’(૧૯૬૫), ‘મત્સ્યવેધ’(૧૯૬૬), પવન પર લખાયેલી ‘અદીઠાં રૂપ' (૧૯૬૭), ‘શેષ-અશેષ’(૧૯૭૯), ‘અગનપચારી’(૧૭), પોતાની એક વાર્તા પરથી કાંબાવાયેલી ‘તરસ્યાં પગલાં ત્રણ’(૧૯૭૪), પૂર્વજન્મના સ્મરણને કારણે ઉદ્ભવના ચિત્તાસંઘર્ષને જ કરતી ‘સાન'(૧૯૭૪), ‘અસહ્ય’ (૧૯૭૬), ‘સત્યો ચહેરો' (૧૯૩૮), કટોકટીકાળને નિયત કરતી 'ખાલો રે ખેલ ખુરશીના’(૧૯૭૮), કર્ણના જીવન પર આધારિત કંકુના સૂરજ આપના’(૧૭), દરબારના કથાવસ્તુને રજૂ કરી. “સૂયર ધીમા તો '(૧૯૮૧), ‘બરફની ચાદર’ (૧૯૯૧), સાચાં મેકનીનો ચારો’(૧૯૯૨), ‘આ પગ નીચેનો રસ્તા’(૧૯૮૨), ‘અગિયારમી દિશા’(૧૯૯૨), “આપણે કાંક મળ્યાં છીએ’(૧૯૮૩) અને ‘૩૬ પ૬ ઉન’(૧૯૯૩)
વાઓ આપી છે.
આ ઉપરાંત અનધાર'(૧૯૬૪), 'વનપ્રવેશ' (૧૯૬૫), ‘તરફડાટ’(૧૯૬૬), 'એક લાવારિસ શબ'(૧૯૭૪) અને એક વહેલી સવારનું રપ.”(૧૯૮૦) વાર્તાસંગ્રહ આપ્યા છે. ૧૯૫૪ ૧૯૬૪ના એક દાયકાની વાર્તાઓનું સંપાદન ‘યાદ’(૧૯૬૭) તેમ જ અનુવાદ-પુસ્તક ‘પંજાબી એકાંકી’(૧૯૭૮) પણ એમણે નાખ્યા છે.
પા.માં.
જોશી દિનુભાઈ ભવાનીશંકર: બાળવાર્તાકાર. ગુજરાતના દરિયાકિનારાનો અને વણવાના પરિચય આપતી ‘ગુંજવ’(૧૯૨૧) અને 'સાગરના ચાંચિયા' એમની સાહપ્રેરક સાગરકથાઓ છે. ‘રાજકુમાર’, ‘રખડુ વેલા’(૧૯૬૧), ‘કિરણનો કોયડો’, ‘અઘોરી’, ગારીલાનો પ્રેમ' વગેરે એમની સિક, બાધક અને પ્રેરક બાળવાર્તાઓ છે. ‘આઝાદીની વાતો’ અને ‘ખુદીરામ બેઝ’માં રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે દેશભક્ત નરવીરાએ આપેલાં મોંઘાં બલિદાનોનું સરળ પણ સચોટ ભાષામાં આલેખન છે. ‘ભગવાન બુદ્ધ’,‘ભગવાન શંકર' અને 'મીરા' એમની ચરિત્રાત્મક કૃતિઓ છે. આ ઉપરાંત એમણે મૂળ ગ્રંથોને આધારે ‘ભાગવત’ અને ‘રામાયણ’ સંક્ષેપકૃતિઓ પણ આપી છે.
.િવા.
જોશી દેવકૃષ્ણ પીતામ્બર (૫-૧-૧૮૯૨,−): કવિ. જન્મ ટાણા (જિ. ભાવનગર)માં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. શરૂઆતમાં રેલવેમાં સ્ટેશનમાસ્તર, પછી ઇરાન-આબાદાનમાં લાંબા સમય શિક્ષક, સ્વદેશ પરત આવી ભાવનગરમાં તાર ઓફિસમાં નોકરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org