________________
ની અંબાલાલ બુલાખીરામ – જાની ચિનુપ્રસાદ વૈકુંઠરામ
જાની અંબાલાલ બુલાખીરામ (૧૮-૧૦-૧૮૮૦, ૨૮-૩-૧૯૪૨): જન્મ નડિયાદમાં. ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ નડિયાદની ગવર્મેટલ હાઈસ્કૂલમાં. આઠ વર્ષની વયે અમરકોશ, શબ્દરૂપાવલિ, ધાતુરૂપાવલિ કંઠસ્થ. માધ્યમિક શિક્ષણ નડિયાદ અને અમદાવાદમાં. ૧૯૦૭માં ઐચ્છિક વિષયે ફિઝિકસ અને કેમિસ્ટી લઈ જૂનાગઢ કોલેજમાંથી વિજ્ઞાન સાથે બી.એ. ૧૯૦૭-૧૯૦૯ માં મુંબઈની પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૦૯ થી ‘ગુજરાતી' સાપ્તાહિકના સહતંત્રી. ૧૯૧૪-૧૯૨૧ દરમિયાન ‘સમાચકના સહતંત્રી, ફોર્બસ ગુજરાતી સભાના મદદનીશ મંત્રી અને ‘શ્રી ફોર્બસ ગુજરાતી સભા - બૈમાસિકના સંપાદક. મધુપ્રમેહને કારણે મુંબઈની હરકિશનદાસ હૉસ્પિટલમાં અવસાન. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી અને સંશાધક આ લેખકે સતત કામ અને ખંતથી મધ્યકાલીન સાહિત્યક ગ્રંથને અંગે ઊહાપોહ કરેલા છે. ‘અખે ભકત અને તેની કવિતા' (બીજી સાહિત્ય પરિષદ અહેવાલ : ૧૯૦૭); “નરસિહાદિના સુદામાચરિતનું વિવેચન” (“સમાચક': ૧૯૦૯-૧૦); ‘નાકરચરિત' ('બૃહદ્ કાવ્યદોહન'-ભા. ૮: ૧૯૧૩); ‘પ્રેમાનંદનાં નાટકોને સંભવાસંભવનો વિચાર” (“સમાચક’: ૧૯૧૪) વગેરે આનાં પ્રમાણ છે. એમણે ‘ભા અને કાલિદાસ' (૧૯૧૮) ગ્રંથ પણ કર્યો છે.
ઉપર્ઘાત, ટીકા ને સંશોધન સહિતનાં એમણે ચાર મધ્યકાલીન સંપાદન આપ્યાં છે: “કવિ પ્રેમાનંદરચિત સુભદ્રાહરાગ અને મહાકવિ પ્રેમાનંદની જીવનકલા' (૧૯૧૯), શામળકૃત “સિંહાસનબત્રીસી'- ભા. ૧-૨ (૧૯૨૪), ભીમકૃત ‘હરિલીલાપોડશકલા'- ભા. ૧, ૨ (૧૯૨૮, ૧૯૨૯) અને ‘શ્રીકૃપગલીલાકાવ્ય' (૧૯૩૩).
‘શ્રી ફોર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ'-ભા. ૧ (૧૯૨૩) અને ભા. ૨ (૧૯૨૯) એમના હાથે થયેલી કીમતી સૂચિઓ છે. ૭૫ વર્ષની સાહિત્યપ્રવૃત્તિનિમિત્તે પ્રકાશિત થયેલા શ્રી ફોર્બસ ગુજરાતી સભા મહોત્સવેગ્રંથ' (૧૯૪૦)નું સંપાદન એમણે કર્યું છે.
‘હરિવંશ'- ભા. ૧ (૧૯૨૦) અને ભા. ૨ (૧૯૨૫) તેમ જ ‘હિતોપદેશ' (૧૯૨૬) એમણે કરેલાં ભાષાન્તરો છે.
.ટી. જાની કનુભાઈ (૧૯૦૭): આત્મકથનાત્મક પુસ્તક ‘મારી જીવનયાત્રા' (૧૯૭૭) ના કર્તા.
નિ.. જાની કનુભાઈ છોટાલાલ, ‘ઉપમન્યુ' (૪-૨-૧૯૨૫): વિવેચક, સંશોધક. જન્મ જૂનાગઢ જિલ્લાના કોડિનારમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી અને સંસ્કૃત વિષયે સાથે બી.એ. ૧૯૪૯ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૫ સુધી રાજકોટ, જામનગર, ભૂજ અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ભાષાસાહિત્યનું અધ્યાપન. ૧૯૮૫ થી નિવૃત્ત. કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૦માં વિદેશીઓને ગુજરાતી ભાષા શીખવવામાં વિશેષ શકિતઓ દાખવવા બદલ અમેરિકાની ઘેટલબરી સંસ્થા તરફથી મેરિટ ઍવોર્ડ.
‘શબ્દનિમિત્ત' (૧૯૭૯) નામક એમના વિવેચનગ્રંથમાં અધ્યયનના નિષ્કર્ષરૂપ અગિયાર સ્વાધ્યાયલેખ સંગ્રહાયેલા છે. મેઘાણી સંદર્ભ' (૧૯૮૧) સંદર્ભગ્રંથ છે. આ ઉપરાંત ‘વિરા - વલી' (મુનિશ્રી રત્નપ્રભવિષેજી સાથે, ૧૯૪૮), 'માયાલોક' (વિનોદ અધ્વર્યુ સાથે, ૧૯૫૭), ‘ચાર ફાગુ' (મહિનભાઈ . પટેલ સાથે, ૧૯૫૮), ‘સા વિદ્યા યા' (૧૯૭૬) એમના અન્ય ગ્રંથો છે. એમણ કરેલાં ગ્રીક નાટકોનાં વાર્તારૂપાંતર તેમ જ લખલા મેઘાણી પરના લેખે અદ્યાપિ અગ્રંથસ્થ છે.
ચં.ટા. જાની કૃપાશંકર મતીરામ (૨૨ ૮ ૧૯૨૭): કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના સાદરામાં. ૧૯૪૪ માં મૅટ્રિક. ૧૯૭૫ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૭૯માં એલએલ.બી. ૧૯૪૧ થી અમદાવાદની જિલ્લા અદાલતમાં કલાર્ક. ૧૯૬૧માં શિરસ્તેદાર, મૅજિસ્ટ્રેટ કોર્ટ તરીકે કામગીરી. ૧૯૭૮ થી મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કૅર્ટમાં અધીક્ષક.
‘મનસા' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. ‘ઝરમરતી ક્ષણા (૧૯૮૨), ‘જીવનસુધા(૧૯૮૪) અને સૌરભકળશ” (૧૯૮૫) માં પ્રેરક પ્રસંગે આલેખાયા છે.
પા.માં. જોની કૃષ્ણલાલ પ્રહલાદજી : વનરાંગ્રહ ‘ભગવતી સ્તવનમાલિકા' (૧૯૩૨) તથા ‘બૌચર કાવ્ય અને બાવનની મહાદેવી -૨' (૧૯૩૪) ના કર્તા.
નિ.વા. જાની ગુણવંતરાય : તીર્થધામનું માહાસ્ય વાર્ણવતું પુસ્તક “શંકર
જગન્નાથતીર્થ' (૧૯૮૦)ના કર્તા.
જની ગેવિદલાલ રામશંકર : ‘રણછોડજીને અરજી (૧૮૯૩) પદ્ય કૃતિના કર્તા.
નિ.વા. જાની ચંદુલાલ ચુનીલાલ: ગદ્ય-પદ્યમાં રચાયેલી સંવાદાત્મક વાર્તા
‘ચતુર ચંદન' (૧૯૮૪)ના કર્તા.
નિ.વા.
જાની ચંદ્રવદન : ભાવનામય જીવનને મંગલદૃષ્ટિથી આલેખતી પંદર સામાજિક વાર્તાઓનો સંગ્રહ મૌસમ મનની મહોરી'ના કર્તા.
કૌ.બ્ર. જાની ચિનુપ્રસાદ વૈકુંઠરામ, ‘ચિન્મય' (૪-૧-૧૯૩૩): નવલક્થાકાર. જન્મ પૂનામાં. ૧૯૫૨ માં તત્ત્વજ્ઞાન અને મને વિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૫૪ માં એલએલ.બી. ૧૯૫૯ માં એલએલ.એમ. ૧૯૫૬ થી ૧૯૬૨ દરમિયાન ઍકઝામિનર ઑફ બુકસ ઍન્ડ પબ્લિકેશન્સમાં અનુવાદક. ૧૯૬૨ થી ૧૯૬૯ સુધી મહેસાણામાં વકીલાત. ૧૯૬૯થી અમદાવાદમાં વકીલાત. ૧૯૭૭-૭૮ માં સિટી સિવિલ ઍન્ડ સેસન્સ કોર્ટના જજ અને ઑક્ટોબર, ૧૯૭૮ માં તે પદેથી રાજીનામું. ૧૯૬૨ થી કાયદાના ખંડસમયના પ્રાધ્યાપક.
૧૨૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org