________________
ગાંધી રજનીકાન્ત સુરેશ – ગાંધી શાંતા કાલિદાસ
ગાંધી રજનીકાન્ત સુરેશ કાર્યવન, કલાકાર, પ્રાધ્યાપક, કવિ અને તંત્રોને વિષય બનાવતી છવ્વીસ વાર્તાઓનો સંગ્રહ ‘અંતરના અંતરે’ના કર્તા.
ા.ત્રિ.
ગાંધી રમણલાલ હિંમતલાલ : ચરિત્રલેખક, અનુવાદક.
એમણે 'કષાયની પ્રતિમા' (અન્ય સાથે, ૧૯૫૯)માં સામાન્ય પરિસ્થિતિમાંથી પુર્ષના બળે વનિવકાસ સાધનોરા અને સાબરકાંઠાની પ્રજામાં નવચેતન પ્રગટાવનારા મથુરદાસ ગાંધીનું જીવનચરિત્ર આલેખ્યું છે. તેમાં ચરિત્રનાયકના જીવનપ્રસંગો સુધિરૂપે રજૂ થયા છે. એમણે ‘શ્રી’(૧૯૫૩), ‘ચરિત્રહીન' (૧૯૫૬), ‘શેષ પ્રશ્ન’(૧૯૫૬), ‘ચુભા’(૧૯૫૭) વગેરે બંગાળી વાર્તા નવલકથાઓના ગુજરાતીમાં અનુવાદ કર્યાં છે. ‘સરળ સામુદ્રિકશાસ્ત્ર' અને 'હુન્નારશિક્ષક'(૧૯૫૭) પણ એમનાં પુસ્તકો છે. નિ.વા.
ગાંધી રંભાબેન મનમોહન (૨૭-૪-૧૯૧૧, ૨૯-૩-૧૯૯૬): નાટધકાર, ગીતકાર, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક, હાસ્યવેખક. જન્મ ધંધુકા તાલુકાના સરવાળે ગામમાં. ૧૯૩૭માં અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્ર સાથે બી.એ. ૧૯૪૯થી ૧૯૫૩ સુધી ફિલ્મ સેન્સર બોર્ડનાં સભ્ય. ૧૯૫૦થી ૧૯૫૪ સુધી બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીનાં કાઉન્સિલર મૅમ્બર.વિવિધ સામાજિક સંસ્થાઓમાં કાર્યકર્તા. ૧૯૫૨થી ૧૯૮૩ સુધી કોર્ટ માર્શલમાં ભાગ લીધા. ૧૯૭૦થી ૧૯૭૭ સુધી જૈનસમાજ પત્રિકાનાં તંત્રી.
આકાશવાણી, મુંબઈ માટે એમણે લગભગ ૪૦૦ નાટકો લખ્યાં છે અને ભાગ લીધો છે. ‘પ્રાયશ્ચિત્ત’ તેમ જ ‘મંથન’ જેવાં નાટકો તો અન્ય ભાષાઓમાં અનૂદિત પણ થયું છે. ૧૯૫૧ થી ૧૯૯૩ સુધીમાં એમનાં કુલ ૪૪ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે; તેમાં ‘કોઈને કહેશે। નહિ’(૧૯૫૧), ‘પ્રણયના રંગ’(૧૯૫૨), ‘ચકમક’ (૧૯૫૫), ‘પરણ’તો તને જ’ (૧૯૫૭), ‘પ્રેક્ષકો માફ કરે' (૧૯૬૧), ‘રાજાને ગમી તે રાણી’(૧૯૬૫), 'રોંગ નંબર’(૧૯૮૫) ઇત્યાદિ નાટકા; ‘પીપળ પાન ખરતાં’(૧૯૬૬) અને ‘મઝદાર’(૧૯૭૩) જેવા મૌલિક તેમ જ ‘તિમિરે ટમટમતા તારલા’(૧૯૬૬) અને ‘પ્રીતની ન્યારી રીત’(૧૯૭૮) જેવા રૂપાંતરિત નવલિકાઓના સંગ્રહો; ‘ઝાંઝવાંનાં જળ’(૧૯૭૯) જેવી રૂપાંતરિત નવલકથા; ‘તીર અને તુક્કા’(૧૯૫૯), ‘સંસારસાગરને તીરેથી’(૧૯૬૩), ‘સબરસ’(૧૯૬૯), ‘તમને કેટલો થશે ? ૧૬, ૭, ૮૦૪'(૧૯૮૫) જેવા નિબંધિકા-સંગ્રહા; ‘આનંદ ગુલાલ’(૧૯૬૪), ‘આનંદ મંગળ’(૧૯૭૩) જેવા રમૂજી ટૂચકાઓ અને વિચારકણિકાઓના સંગ્રહા; ‘બિંદુમાં સિંધુ’(૧૯૭૨)જેવું કહેવાના સંગ્રહનું પુસ્તક; 'મારું ગીત મધુરાં ગાવા છે’(૧૯૭૫) જેવો ગીતસંગ્રહ, અત્યંત સદ્વિચાર’(૧૯૭૭) અને ‘સંતોના સંગ કરીએ’(૧૯૮૩) જેવા પ્રેરક પ્રસંગાના સંગો વગેરેના સમાવેશ થાય છે.
.. ગાંધી રામદાસ હનદાસ (૧૮૯૦): ચરિત્રકાર, જન્મ દક્ષિણ આફ્રિકાનો ડરબનમાં, પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. ત્યારબાદ
કટ: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
દક્ષિણ આફ્રિકા ફિનિક્સ શાળામાં તથા તોલ્સ્ટોય ફાર્મમાં અભ્યાસ. મુંબઈની તાતા ભોઇલ કંપનીમાં કામ કર્યા બાદ સેવાગ્રામમાં ખાદી વિદ્યાલયમાં અને આશ્રમના ખેતીવિભાગમાં કામગીરી. એમના પુસ્તક 'સંસ્મરણો'(૧૯૬૭)માં દક્ષિણ આફ્રિકા અને ભારતમાંની ગાંધીજીની પ્રવૃત્તિઓનો વ્યાપકપણે રસવાની શૈલીમાં પરિચય મળે છે.
નવા.
ગાંધી લલિતમાહન ચુનીલાલ (૮-૫-૧૯૦૨): નવલિકાકાર. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૨૩માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાંથી બી.એસસી. ૧૯૨૫માં એલએલ.બી. તેમ જ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક. ત્યારબાદ સુરતમાં વકીલાત.
એમણે ‘ઊંધાં ચશ્માં’ અને ‘કલ્પનાકુસુમા’(૧૯૩૦) નામક વાર્તાસંગમાં સંસ્કારપાષક સામાજિક વાર્તાઓ આપી છે.
બા.મ.
ગાંધી શકરાભાઈ ભુલાભાઈ : ‘કમળા’ (શાહ તુલજારામ જમનાદાસ સાથે, ૧૯૧૩) નવલક્થાના કર્તા. G.ft. ગાંધી શામળદાસ મીદાસ, 'પ્રેમયોગો’(૧૮૯૭, ૯૬ ૧૯૫૩) :
જ્ન્મ રાકારમાં. પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. પ્રારંભમાં પોરબંદર રાજપના તિજોરી ખાતામાં કારકન, પછી મુંબઈમાં રૂ બજારની ગુમાસ્તાગીરી કર્યા બાદ પત્રકારત્વ તરફ આકર્ષણ. ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ના સંપાદક, પછી સાપ્તાહિક 'કર્મભૂમિ' શરૂ કર્યું. ત્યારબાદ ‘મુંબઈ સમાચાર’ના તંત્રીપદે. ત્યાંથી ‘જન્મભૂમિ'ના તંત્રીપદે. ૧૯૪૧માં ‘વન્દેમાતરમ ' દૈનિકની શરૂઆત ૧૯૩૩૩૮માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી મૃત્યુ.
‘કાઠિયાવાડની કાળરાત્રિ’(૧૯૩૧) જેવું પુસ્તક ઉપરાંત એમણ ‘સોનેરી ર’(૧૯૨૩) નામે અનુવાદ પણ આપ્યો છે
ચં.ટા. ગાંધી શાંતા કાલિદાસ (૨૦-૧૨-૧૯૧૭): વાર્તાકાર, નાથકાર. જન્મ નાસિકમાં. ૧૯૩૬માં મેડિસિનના અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ ૧૯૪૧માં અલ્મોડાના ઉદયશંકર કલ્ચર સેન્ટર સાથે સંલગ્ન. ૧૯૪૩માં ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનના સેન્ટ્રલ બેલે ટૂ પનાં સંસ્થાપક સભ્ય ને અગ્રણી નૃત્યાંગના. ૧૯૫૨-૫૪ દરમ્યાન દક્ષિણ ગુજરાતના આદિવાસીનો વચ્ચે કામગીરી. ૧૯૫૭-૫૮માં એશિયન થિયેટર ઇન્સ્ટિટયુટ, ન્યુ દિલ્હી સાથે સંલગ્ન. ૧૯૭૦માં બાલભવન અને નેશનલ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમનાં નિયામક. ૧૯૭૩માં સ્થાપિત વુમન સાયન્ટિસ્ટ્સ ઍસોસિયેશનનાં સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી. ૧૯૮૩થી નેશનલ સ્કૂલ ઑવ ડ્રામાનાં ઍરપર્સન. સંસ્કૃત, હિંદી, ગુજરાતી, અંગ્રેજીનાં અને બાળનાટકો મળીને આશરે ૪૫ જેટલાં નાટકોનું દિગ્દર્શન. ૧૯૭૩માં સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર. ૧૯૮૪માં પદ્મશ્રીનો ખિતાબ.
For Personal & Private Use Only
www.jainelibrity.org