________________
ખ્રિસ્તી ત્રિભુવનદાસ રામદાસ- ગઢવી રામભાઈ વજાણંદ
ખ્રિસ્તી ત્રિભુવનદાસ રામદાસ: સંવાદરૂપે ધર્મશાસ્ત્રની ચર્ચા
આપતું પુસ્તક ‘અચરતલાલ અને આનંદરાવ’(૧૯૯૪) તેમ જ “કાવ્યરચનાના કર્તા.
નિ..
ગજજર વિઠ્ઠલદાસ રતનશી, “મધુપંખી’: વિવિધ વિષયની ગઝલો તેમ જ અબળા પર બળાત્કાર ગુજારનાર સેનાપતિના કરૂણ અંતની કથાને હરિગીત છંદમાં ગૂંથતી પદ્યપુસ્તિકા ‘સતી પર સિતમ ઉફે સિંહની છાંગે શૈતાનને સંહાર' (૧૯૨૨)ના કર્તા.
ક.બ. ગજજર સાકરલાલ લલુભાઈ: કથાતત્ત્વવાળી કૃતિ 'ગુમગુમા” | (૧૯૦૮)ના કર્તા.
ગદર ગુલબાન: પતિવિરહ નિરૂપતા કાવ્યસંગ્રહ ‘ગુલબાનું કાવ્ય
માળા’નાં કર્તા. ગઝદર ફરામજી મંચરજી : 'પ્રકલ્લિત યાને તિલસ્માતે બહાર” (૧૮૯૫)ના કર્તા.
ગગનવિહાર : વિવિધ સમય અને સ્થળથી તેમ જ ઋતુઋતુના
ભેદથી પલટાતા આકાશની વિવિધતા રૂપકશૈલીથી નિરૂપ અંબાલાલ પુરાણીને નિબંધ.
ચંટો. ગજકંધ રામજી અર્જુન, બકુલેશ' (૧૧-૮-૧૯૧૦, ૧૯૫૭):
જન્મ કચ્છમાં. શાળાકીય અભ્યાસ. પત્રકાર તરીકે કારકિર્દી. “વીસમી સદી'માં સહતંત્રી. પ્રજામિત્ર કેસરી'ના તંત્રીમંડળમાં. ‘હિન્દુસ્તાન’, ‘પ્રજામિત્ર'ના દીપોત્સવી અંકોનું સંપાદન.
કથાવસ્તુ અને પાત્રોના વૈવિધ્યથી નિમ્નવર્ગીય સમાજને આલેખતી સામ્યવાદી વલણયુકત આ લેખકની વાર્તાસૃષ્ટિ વાસ્તવ અને કાવ્યના સંયોજનથી વિશિષ્ટ છે. ઘટનાને બદલે સંવેદનને કેન્દ્રમાં રાખતી એમની વાર્તાઓની વૈયકિતકતા નોંધપાત્ર છે. ‘સુવર્ણના નિ:શ્વાસ' (૧૯૩૬), 'ઈશ્કની ખુબુ' (૧૯૪૨), કાદવના કંકુ' (૧૯૪૪), “અગનકૂલ', “ખારાં પાણી', 'કંકડી' (૧૯૫૩) વગેરે એમના વાર્તાસંગ્રહોમાંથી ચૂંટીને મહેશ દવેએ ‘બકુલેશની વાર્તાઓ' (૧૯૭૭)નું સંપાદન કર્યું છે. “નિશિગંધા', ‘કિમી-ચાન’, ‘ગોપીનું ઘર વગેરે એમની યશસ્વી વાર્તાઓ છે.
ગઢવી કાળિદાસ ગરમેહભાઈ, ‘શ્યામ': પાટડીના મહારાજા સૂરજસિંહજીના અવસાન નિમિત્તે લખાયેલી અંજલિસ્વરૂપના પદ્યની પુસ્તિકા ‘પાટડીને પ્રભાકર અથવા સૂર્યવિરહ બત્રીસી તથા તખ્તાસીન તવારીખ' (૧૯૧૩)ના કર્તા.
કૌ.બ્ર. ગઢવી ગોપાલજી વિરમજી : બત્રીસ પ્રકરણોમાં ગદ્ય-પદ્યની મિશ્ર સંકલનાથી લખાયેલું, મેવાડના સ્વદેશભકત રાણા મહારાણા પ્રતાપનું જીવનચરિત્ર “મેવાડકેશરી યાને હિન્દવો સૂર્ય' (૧૯૫૩)ના કર્તા.
ચંટો.
કૌ.બ્ર.
ગજજર ચન્દ્રકાન્ત મ, “સફી જહાં': બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાના આશયવાળી પુસ્તિકા ‘સૌરભકથાઓ' અને પરંપરાગત વાર્તાશૈલીને અનુસરતી બાવીસ વાર્તાઓને સંચય “હવેલીની શાનીના કર્તા.
ક.બ્ર. ગજજર જયંતીલાલ પૂજાલાલ, “અનંત' (૧૬-૬-૧૯૩૪) : નવલકથાકાર. જન્મ એડિસ અબાબા (આફ્રિકા)માં. વતન પાનસર. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૨માં એમ.એ.
એમણે “ફૂલડે ફૂલડે ફોરમ' (૧૯૬૧), ‘અંતલ' (૧૯૬૭) તથા ‘સ્નેહશૂન્ય સરવાળા' (૧૯૬૯) સામાજિક નવલકથાઓ અને ‘રંગપરાગ” તથા “દીપત’ નવલિકાસંગ્રહો આપ્યાં છે.
પા.માં. ગજજર ધીરજલાલ ભવાનભાઈ, ‘શત્રુંજય’, ‘યંત્રશાસ્ત્રી’ (૯-૨-૧૯૨૬): બાળસાહિત્યકાર, નવલકથાકાર. જન્મસ્થળ અમદાવાદ. વતન રાજકોટ. ૧૯૪૪માં મૅટ્રિક, ૧૯૬૧માં બી.એ. વ્યવસાયે શિક્ષક. હાલ આશ્રમ વિનયમંદિર, અમદાવાદમાં.
એમણે ‘પ્રેમપંથ પાવકની જવાળા' (૧૯૬૭), ‘સફળ થયો સંસાર' (૧૯૬૭), ‘સ્નેહની સગાઈ' (૧૯૬૭), 'વાસુકિ' (૧૯૬૭) વગેરે નવલકથાઓ લખી છે. ભારતપ્રવાસ' (૧૯૬૯), 'અતૃપ્ત આત્મા” એ બે અનુવાદનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ઉપરાંત સરળ અને રસપ્રદ શૈલીમાં અનેક બાળગ્રંથાવલીઓ એમણે રચી છે.
પા.માં.
ગઢવી પિંગળશી મેઘાણંદ (૨૭-૭-૧૯૧૪) : કવિ, વાર્તાકાર. જન્મ જૂનાગઢ જિલ્લાના છત્રાવામાં. પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. વ્યવસાય ખેતી અને લેખનને.
ખેડૂતબાવની' (૧૯૫૭), “સરહદને સંગ્રામ' (૧૯૬૩), 'મહાદાન થશમાળા' (૧૯૭૦), ‘આરાધ' (૧૯૭૨), ‘વેણુનાદ' (૧૯૭૯) એમના કાવ્યગ્રંથો છે. જસમા ઓડણ' (૧૯૬૮) અને ‘ગાંધીકળ' (૧૯૬૯) એમની નવલકથાઓ છે. ઉપરાંત દેપાળદે (૧૯૬૯), ‘ધૂંધળીમલ” (૧૯૭૦), 'જીવનઝલક' (૧૯૭૨) આદિ ગીતનાટિકાઓ પણ એમણે આપેલી છે. “જીવતરના જોખ' (૧૯૬૪), 'પ્રાગવડનાં પંખી' (૧૯૬૫), ‘ખમીરવંતા માનવી'
(૧૯૭૨), ‘નામ રહંદા ઠક્કરાં' (૧૯૮૦) એ એમનું લોકકથા- સાહિત્ય છે.
કૌ.બ. ગઢવી પ્રતાપદાન રવિદાન : કથાત્મક પુસ્તિકા ‘રાજદ્રોહી'ના કર્તા.
કૌ.બ્ર. ગઢવી મેતીસિંહ જેઠાભાઈ : સુદામા, વિદુર, દ્રૌપદી આદિ પ્રાચીન ભકતચરિત્રોનો પદ્યગ્રંથ શ્રી ભકતવત્સલ' (૧૯૫૭) ના કર્તા.
કૌ.બ્ર. ગઢવી રામભાઈ વેજાણંદ, ‘સ્વપ્નશીલ' (૧-૨-૧૯૨૬): કવિ. જન્મ જામનગર જિલ્લાના માડીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ,
૯૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org