________________
Jain Education International
ગુજરાત રાજ્ય સરકાર આ યાજના માટે પંચોતેર ટકા અનુદાનના શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હો. ગુજરાત સાહિત્વ અકાદમીના મહામંત્ર શ્રી હરસુ યાશિકે આ અનુદાન દ્વારા કોશનો પ્રથમ ભાગ સંપાદિત–પ્રકાશિત થાય એનું ઔચિત્ય સ્વીકાર્યું. રાજ્યની આ સાહિત્યસંસ્થાનું વલણ સતત સહકારનું રહ્યું છે એ નોંધતાં આભારની લાગણી જાગે છે.
ઉપર્યુકત સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય સરકારે આજ સુધી રૂ. ૯,૫૦,૦૦૦/- (નવ લાખ પચાસ હજાર) અનુદાન આપ્યું છે. શ્રી જયવદન તકતાવાળા દ્વારા આ કોશ માટે રૂ. ૫૦,૮૮૮/(પચાસ હજાર)નું દાન મળેલું. કોશનો આ પ્રથમ ખંડ મધ્યકાલીન સાહિત્ય વિશે હોઈ શ્રી ચીમનલાલ ચકુમાઈ પ્રેરિત ‘આચાર્ય હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ' અને શ્રી વાડીલાલ પરિવાર પ્રેરિત નરસિંહ મહેતા સ્વાધ્યાયપીઠ'ના ભંડોળમાંથી બે લાખ એંશી હજાર જેટલી રકમ એના પ્રકાશને પછળ ખપમાં લીધી છે, જે વેચાણ દ્વારા પાછી મળતાં બંને સ્વાદયાયપીઠની પ્રવૃત્તિઓમાં ફરી રોકાશે.
આ સાહિત્યકોશને ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાજનો આવકાર મળશે એવી આશા છે.
ગોવર્ધન ભવન ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
૨૮ નવેમ્બર, ૧૯૮૯
ભોળાભાઈ પ વર્ષા અડાલજા
For Personal & Private Use Only
પ્રિયકાન્ત પરીખ નરોત્તમ પલાણ મંત્રીઓ
www.jainlibrary.org