________________
‘આરણ્યકપર્વ” : નાનું ૧૧૫ કડવાંનું આ આખ્યાનામુ, કવિની અન્યત્ર પણ જોવા મળતી પદ્ધતિ પ્રમાણે, આરંભમાં ૯ કડવાંમાં ‘આદિ-પર્વ’ અને ‘સભા-પર્વનો સંક્ષિપ્ત સાર આપે છે. કથાના અખંડ પ્રવાહને સિકતાથી રજૂ કરવા માટે કવિએ મહાભારતની મૂળ કથાનાં કેટલાંક પેટાપર્વે છોડી દીધાં છે, કેટલાક પ્રસંગોના ટૂંક સાર આપીને ચલાવી લીધું છે, ક્યાક્રનિરૂપણમાં ફેરફાર કર્યા છે અને પોતા તરફથી કેટલાક કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેર્યા છે. દૃષ્ટાંત તરીકે, મૂળની સુદીર્ઘ નળકથા અહીં માત્ર ૨ કડવાંમાં સમેટાઈ ગઈ છે. બીજી બાજુથી, નિવાતચયુદ્ધકથા તેમ જ અર્જુનના પ્રવાસની માહિતી બેવડાવવા જેવા સનદોષ પણ વિચત્ કિવથી થઈ ગયા છે.
આ કૃતિ નાકરની કવિત્વશક્તિનો નોંધપાત્ર પરિચય કરાવે છે. અર્જુનવિયોગી યુધિષ્ઠિર, પતિવ્રતા સૌંદર્યનુશી દ્રૌપદી અને સંવેદનશીલ ધૃતરાષ્ટ્રનાં ચરિત્રચિત્રણો એમના કોમળ હૃદયભાવોથી આસ્વાદ્ય બન્યાં છે. અર્જુન અને શંકર, નિવાનકવચ અને અર્જુન જેવા મુખ્યપ્રસંગો તેમજ દૂતવન આદિનો તથા ગંધમાદન પર્વત વગેરેનાં વર્ણનો કવિની ઓજસભરી કે પ્રાસાનુપ્રાસની રમણીયતાભરી કાવ્યબાનીથી અસરકારક બન્યાં છે. કવિની કાવ્યક્તિ દ્રૌપદી-જાપ વગેરેના સંવાદોમાં, કેટલાક સુદર અલંકારોના વિનિયોગમાં તેમ જ વિવિધ લયની દેશીઓના પ્રયોગોમાં પણ પ્રગટ થાય છે.
[ચિત્રિ.]
આલ-ઇમામ | ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી રીષદ, ૧૭ કડીના શાનબોધક પદ (પુ.)ના કર્તા. કૃતિ : ઐઇયાગીસા : ૪
[પ્યા.કે.
આલમાં[ ઈ.૧૮મી સદી ઉત્તરાધ]: ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની મૌનએકાદશી ચોપાઇ” (ર. ઈ. ૧૭૫૮ સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની વિચારભાષા વિચાર સ્તવન (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિતકૌમુદી ચતુષ્પદી' (રાઈ,૧૭૧૧ સં.૧૮૨૨, માગશર સુદ ૪) અને છે.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ગીત(મુ.)ના કર્યાં.
કૃતિ : ઔકારગ્રિડ (+સ.). સંદર્ભ : જૈનૂકવો : ૩(૧).
આ[
સંદર્ભ : લીંધરી.
Jain Education International
1: જૈન. બાર ભાવનાના કર્તા, [...]
આશક[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૯મી સદી પૂર્વાધ : લોકાગચ્છના જૈન સાધુ, જેમની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય' (ર.ઈ. ૧૭૮૨; મુ.) ૧૯ કડીની સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય' (૨.ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નિમરાયની ઢાળ' (ર.ઈ. ૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’અને
૭ ઢાળની “ધન્નામુનિની ઢાળ’ (૨.ઈ.૧૮૦૩સં. ૧૮૫૯, વૈશાખ વદ –; મુ.) કૃતિઓના કર્તા. નિમરાયની ઢાળ' તથા 'ધન્ના મુનિની ઢાળમાં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે.
કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેમલ ભૈ, શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કા.ત્રિ.]
આશાધર [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. સંદર્ભ : સાહિત્યકારો.
[ા.ત્રિ.]
આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો' (મુ.) તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશા રામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. દેવી-માહાત્મ્ય અથવા ગરબા-સંગ્રહ : ૨, પૂ. વિશ્વનાથ ગો. દિવંદી, ઈ. ૧૮૯૭, ૩. પસંગો પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૪. ભજનસાગર : ૧; ૫. ભસાધુિ.
સંદર્ભ : ૧. ગુજહકીકત; [ ] ૨. સુવાદ; ૩. ફાઇનામાંગિ : [નિ.વો.]
આશારામ-ઈ.૧૭૫માં માત]: જ્ઞાતિને નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના‘સુદામા-ચરિત્ર’(૨.ઈ.૧૭૫૦/૨.સં.૧૮૦૬, શ્રાવણ – ૩, મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’, બીજાં આખ્યાનો તથા ગુજરાતી- હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.
કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ – ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર', કનૈયાલાલ ભા. દવે (સં.). [નિ.વો.]
[નિ.વો.]
આસગ/આસિંગ [ઈ.૧૨૦૧માં હયાત]: રાસકવિ. જૈન શ્રાવક [ા.ત્રિ.] શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સગિપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં જીવદયારાસ'ની રચના કરી. ૫૩ કડીની જીવદયા-રાસ' (૨.૭.૧૨૦૧/ સં.૧૫૭, આસો સુદ ૧ મ ગેય પ્રકારના ચણાકુલની દોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં સત્કાલીન નગરો-ગામસ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી ની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની 'ચંદનબાવા-રાસ' (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’(મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ
ગુજરાતી સાહિત્યકોશ : ૨૩
આશારામ-૨ ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : મોતીલાલ નાગર(અવ ઈ.૧૮૩૬)ના શિષ્ય. યથોચિત દૃષ્ટાંતોથી પ્રભુસ્મરણ કરવાનો બોધ આપતાં ૨ પદો(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રારસુધા : ૨ (સં.).
For Personal & Private Use Only
www.jainelibrary.org