________________
જ ગ્રંથ પ્રકાશિત કરાવી આપવા આદેશ કર્યો. મુનિરાજશ્રીના આદેશને શિરોધાર્ય કરી ગ્રંથ પ્રકાશનનું કાર્ય હાથમાં લીધું. આજે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે ખરે જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું.
પ્રવર્તક મુનિરાજ શ્રી મૃગેન્દ્રવિજયજી સાહિત્યપ્રેમી છે. ગ્રંથોનું પઠનપાઠન તેમના રસનો વિષય છે. તેમણે અનેક ગ્રંથોનું સંપાદન, અનુવાદ, લેખનકાર્ય કર્યું છે. સાધુજીવન ભ્રમણશીલ હોય છે, અને એક સ્થળેથી અન્ય સ્થળે જતા આવતા રહેવું એ આચાર છે, છતાં પણ મુનિશ્રીએ અધ્યયનની ધારાને ક્ષીણ થવા દીધી નથી. નવા ગ્રંથો વાંચવા, રચવા તે તેમની રુચિનો વિષય છે. વર્તમાનમાં તેઓશ્રી ઉમરગાંવમાં વધુ સમય વ્યતીત કરે છે. આ સ્થળને સાધનાભૂમિ બનાવીને તેમણે વિદ્યાવ્યાસંગ જાળવી રાખ્યો છે.
ઉમરગાંવ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલ છે. ‘રામાયણ'ના શૂટીંગ માટે જાણીતું છે. હાલ અત્રે બે શિખરબંધી દેરાસર અને જૈનોની વસતિ પણ છે.
જૈનયોગ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા તેઓશ્રીના ગ્રંથો પ્રકાશિત થયા છે. તેની સૂચી ગ્રંથને અંતે આપવામાં આવી છે.
જિતેન્દ્ર શાહ
તા.૨૦-૪-૨૦૧૧
અમદાવાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org