________________
સંખ્યાત્મક શબ્દકોશ
૫૭
આપે – આમંત્રિત ભોજન, (૭) વારંવાર પ્રત્યાખ્યાન તોડવાં, (૮) છ મહિનામાં એક ગણમાંથી બીજા ગણમાં જવું, (૯) એક મહિનામાં ત્રણવાર પાણીમાં પ્રવેશ કરે, (૧૦) એક મહિનામાં ત્રણવાર માયાનું સેવન કરે, (૧૨) રાજપિંડ ખાય, (૧૩) જાણી જોઈને પૃથ્વીકાય વગેરે જીવોની ઘાત કરે, (૧૪) જાણી જોઈને સચિત્ત પૃથ્વીની નજીકમાં આસન શયન વગેરે કરે, (૧૫) જાણી જોઈને કોઈના દીધા વિના વસ્તુ લે, (૧૬) જાણી જોઈને પાણીથી સ્નિગ્ધ કે સચિત્ત રજભૂમિકા આસનશયન વગેરે કરે, (૧૭) જાણી જોઈને સચિત્ત પૃથ્વી, સચિત્ત શીલા, કંકર, પથ્થર સમૂહ અને લીલ-ફૂગ-પાણી, માટી, જગ્યા આસન-શયન કરે, (૧૮) જાણી જોઈને સચિત્ત મૂલભોજન, કંદભોજન, છાલભોજન, પ્રવાલભોજન, પુષ્પ-ફૂલભોજન, હરિત ભોજન કરે, (૧૯) એક વર્ષમાં દશ વખત જળમાં અવગાહન મોટી નદીમાં ઉતરવાનું, (૨૦) એક વર્ષમાં ૧૦ વખત માયાચારનું સેવન, (૨૧) સચિત્ત પાણીથી ખરડાયેલા હાથથી આહાર-પાણી વગેરે ગ્રહણ કરે - (સમવાયાંગ સૂત્ર)
અંક-૨૨ અભક્ષ્ય (વજ્ય) -
મધ, મદિરા, માંસ, માખણ, ઉદુંબર ફળ, વડના ટેટા, કોઠંબડા, પીપળાના ટેટા, પીપળી, બરફ, અફીણ, કરા, કાચી માટી, રાત્રિ ભોજન, બહુબીજ, બોર અથાણા, દ્વિદળ, રીંગણાં, તુચ્છફળ, અજ્ઞાતફળ, ચલિતરસ, અનંતકાય
(શ્રાવકના અતિચાર). નિગ્રહસ્થાન (નૈયાયિક) - ૨૨ -
પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવંતર, અર્થાન્તર, નિરર્થક, અપાર્થક, અવિજ્ઞાતાર્થ, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org