________________
પ્રકાશકીય
ભારતીય સાહિત્યમાં શબ્દકોશ અગત્યનું સ્થાન ભોગવે છે. વ્યાકરણશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રની જેમ જ શબ્દકોશનું અધ્યયન પણ આવશ્યક મનાયું છે. આથી કોશોની રચના પ્રાચીન કાળથી જ શરૂ થઈ ગઈ હતી. જૈનઆગમ ગ્રંથો અને બૌદ્ધ પાલિ-ત્રિપિટક ગ્રંથોમાં પણ આવા પ્રકારના ગ્રંથો પ્રાપ્ત થાય છે. કોઈપણ શાસ્ત્રના અભ્યાસ માટે અને તેના રહસ્યને પામવા શબ્દકોશનું જ્ઞાન આવશ્યક છે. વળી શબ્દોના અર્થોમાં કાળક્રમે પરિવર્તન આવતું જ હોય છે તેથી શબ્દના તે તે કાળના અર્થને જાણવા-સમજવા માટે શબ્દકોશની આવશ્યકતા રહે છે. અમરકોશ અને અભિધાન ચિંતામણિ કોશ આના સુપ્રસિદ્ધ દષ્ટાંત છે. કોશ માત્ર શબ્દોના અર્થ માટે જ ઉપયોગમાં આવતો તેવું ન હતું પરંતુ એક જ અર્થ ધરાવતા અન્ય કયા શબ્દો છે, તેનું જ્ઞાન પણ કોશ દ્વારા થતું હતું તેમજ શબ્દો બનાવવાની રીત પણ બતાવવામાં આવતી હતી. શબ્દોનાં લિંગ આદિ પણ કોશ દ્વારા જ જાણવા મળી જતા. આવી અનેકવિધ વિશેષતાઓ ભારતીય શબ્દકોશોમાં જોવા મળે છે. તેથી જ શબ્દકોશનું જ્ઞાન પણ આવશ્યક માનવામાં આવ્યું હતું.
ભારતીય સાહિત્ય જગતમાં જાત જાતના શબ્દકોશોનું નિર્માણ થતું. સંસ્કૃતભાષામાં એકવાર્થક અને અનેકાર્થક શબ્દકોશની તેમજ જુદા જુદા વિષયનાં શબ્દકોશોની રચના થઈ છે. નિઘંટુ કોશ, દેશ્યકોશ આદિ તેનાં ઉદાહરણો છે. આમ સંસ્કૃત ભાષામાં અનેક કોશોની રચના થઈ છે અને તેની સૂચિ ઘણી જ લાંબી થાય તેથી અહીં આપી નથી. સંખ્યાને આધારે પદાર્થોની ગણના કરવી એ પણ એક પદ્ધતિ હતી. જૈન આગમગ્રંથોમાં સ્થાનાંગ અને સમવાયાંગ આ પ્રકારના આગમગ્રંથો છે. અંગુત્તરનિકાય પણ પાલિભાષામાં પ્રાપ્ત થાય છે. જૈનધર્મમાં ગુજરાતી ભાષામાં આવા ગ્રંથની ઊણપ હતી. વૈદિક પરંપરામાં મૂળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org