________________
પણ વૃત્તિ
૧૫૪૨ શ્લેક પ્રમાણ આ કેશગ્રંથ પર આચાર્ય ભગવંતે સ્વયં ૧૦૦૦૦ કલેક પ્રમાણ વિસ્તૃત વૃત્તિની રચના કરી છે.
આ વૃત્તિમાં–૫૦ થી વધુ ગ્રંથકારોના તથા ૩૦ થી વધુ ગ્રંથના નામનો ઉલ્લેખ છે. જેમાં કેટલાક સ્વકૃત ગ્રંથનો પણ સમાવેશ થાય છેઆ ગ્રંથકારે અને ગ્રંથોના ઉલ્લેખ દ્વારા અપાયેલ સાક્ષિપાઠથી કયાંક શબની વિભિન્નતા તો ક્યાંક લિંગની વિભિન્નતા બતાવી છે.
ટીકામાં વ્યુત્પત્તિ કરતી વખતે શબ્દોની સાધનિકા સ્વકૃત સિદ્ધહેમ શબ્દાનુશાસનના સૂત્રો તથા ઉણાદિગણના સૂત્રો દ્વારા કરી છે. કેટલાક શબ્દની વ્યુત્પત્તિએ સ્પષ્ટ હોવાથી છોડી દીધી છે. આ ટીકામાં શબ્દોની વ્યુત્પત્તિ હોવાથી અનેક ટીકાકારે એ ગ્રંથની ટીકા કરતી વખતે આ ગ્રંથને છૂટથી ઉપગ કર્યો હશે. હીર સૌભાગ્યની પજ્ઞ ટકામાં શ્રી દેવવિમલગણિમહારાજે ઠેર ઠેર મૂળ કેશગ્રંથના શ્લેકેનું ઉદ્ધરણ કરેલ છે.
વૃત્તિમાં આવતી વ્યુત્પત્તિએ શબ્દના મૂળને પકડીને તેના વિશેષાર્થનું સુંદર જ્ઞાન કરાવે છે જેમાં કેટલીક વ્યુત્પત્તિએ તો માનવીનો સ્વભાવ, એનું કાર્ય તેમજ એના ગુણઅવગુણેને જણાવે છે. જેના નમૂના રૂપે કેટલાક શબ્દની વ્યુત્પત્તિઓ જોઈએ.
૨ ગામવા-સાતમું પૂર્વ.
* नयदर्शनैरात्मानं प्रवदतीति आत्मप्रवादम् । ૨ શામંમર-પેટભરે. ___ * आत्मानमेव बिभती ति आत्म भरिः । રૂ મશિન-જોતિષી. ___ * शुभाशुभमादिशतीत्येव शीलः इति आदेशी । ૪ ગુરુ-ધર્મોપદેશ આપનાર ગુરુ.
* વૃતિ ધર્મમિતિ ગુરુઃ |
અભિધાનની વૃત્તિમાં એક સ્થળે જોવામ ત" દ્વારા ત નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. તેમજ તેનું સત્ર પણ આપવામાં આવ્યું છે. જે તેઓશ્રી વિરચિત પ્રમાણમીમાંસા ગ્રંથમાં પણ છે. વળી આજ વૃત્તિમાં આગળ ઉપર પ્રમાણમીમાંસા ગ્રંથને પણ ઉલ્લેખ છે.તે હવે પ્રશ્ન એ થાય છે કે આ બે ગ્રંથ ભિન્ન ભિન્ન હશે કે એક જ ? જો એકજ હોય તે અભિધાનની વૃત્તિમાં એક જ ગ્રંથને બે અલગ અલગ નામથી શા માટે ઉલ્લેખ કરાયો હશે ? વર્તમાનના કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે આ બંને ગ્રંથ એકજ હોવા જોઈએ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ સ્યાદાદ મંજરી અનુવાદ ગ્રંથના અગગ્યવચ્છેદ કાત્રિશિકાઃ એક અવલોકન નામના અમારા લેખમાં અમે આ બંને ગ્રંથને અલગ જણાવ્યા છે. તરવું તુ છેવટનમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org