________________
મૂલપ
૭૧
મૃત્યુ
મૂલ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) મૂલહર એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) મૂલી મહેન્દ્ર પર્વતમાંથી નીકળેલી નદી. મૂષક દેશવિશેષ | ભર૦ ભી ૯-૫૯ મૂષિકાદ એક નાગવિશેષ | ભાર૦ સ. ૮-૧૧, ઉ૦ ૧૦૩–૧૪. મૃકંડ સ્વાયંભુવ મન્વન્તરમાંના ભગુઋષિના પૌત્ર, ધાતા નામના ઋષિને પુત્ર. આને પુત્ર માર્કડેય. મૃગ સમની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક મૃગ (૨) મૃગશીર્ષ નામનું નક્ષત્ર. મૃગકાંત માનસ સરોવરમાંથી નીકળેલી એક નદો. મૃગકેતુ એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) મૃગધૂમ ભારતવર્ષીય એક તીર્થ | ભા૨૦ વ૦ ૮૧
-૧૦૧, મૃગમદા કશ્યપથી ક્રોધાને થયેલી કન્યાઓમાંની એક મૃગવ્યાધ એક રુદ્ર (એકાદશ રુદ્ર શબ્દ જુએ.) મૃગાવતી યમુના તીર ઉપરની સતીની એક વિભૂતિ. મૃગી કશ્યપને કાલાથી થયેલી કન્યાઓમાંની એક. મૃગ્યા માનસ સરોવરમાંથી નીકળેલી એક નદી. અંડ મહાદેવનું નામ, મૃડાની પાર્વતી મૃતપા દનુપુત્ર દાનવોમાંને એક. મૃત્તિકાવતી એક નગરી | ભાર વનઅ. ૨૫૪ મૃત્યુ પૃથ્વીદેવી ઘણા ભારથી પીડાઈને એમને શરણે
આવી ત્યારે શું કરવું તેને વિચાર કરતાં બ્રહ્મ- દેવને કાંઈ સૂઝયું નહિ. તેથી એમને ક્રોધ ઉત્પન્ન થયે. આ ક્રોધથી સઘળી સૃષ્ટિ બળવા લાગી. એ જોઈને સર્વ પ્રજાનું હિત ઈછી, રુદ્ધ બ્રહ્મદેવને શરણે ગયા અને તેમને પ્રજાને બાળી નાખતાં ક્રોધમાંથી ઊપજેલે અગ્નિ શમાવવાની પ્રાર્થના કરી. બ્રહ્મદેવે પ્રસન્ન થઈને કહ્યું કે, મારી ઈચ્છા કોઈ સુષ્ટિને પ્રજાળવાનો નથી. મને તે પૃથ્વીને ભાર ઓછો કરવા શું કરવું તે ન સૂઝવાથી ક્રોધ ઉત્પન્ન થયો હતો. પછી બ્રહ્મદેવ તેમના કંધમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિને ઉપસંહાર કરતા હતા, તે વખતે તે મહાત્માની સમગ્ર ઇન્ડિયાનાં છિદ્રોમાંથી એક સ્ત્રી પ્રકટ થઈ.
તે સ્ત્રી રંગે કાળી અને કાંઈક રતાશ પડતી હતી. તેની જીભ, મુખ અને નેત્રે પિંગળાં અને લાલ રંગનાં હતાં તથા તેણે ઝળહળતાં બે કુંડળ પહેર્યા હતાં. તે સ્ત્રી દક્ષિણ દિશામાં જઈને ઊભી રહી અને જગતના આ બને દેવ (રુદ્ર અને બ્રહ્મદેવ)ની સામું જોઈને મંદ મંદ હસવા લાગી. બ્રહ્મદેવે તે સ્ત્રીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે મૃત્યુદેવી, તું આ પ્રજાને નાશ કરજે. સંહાર બુદ્ધિથી જ તું મારા ક્રોધમાંથી ઉત્પન્ન થઈ છે. તું આ સર્વ સ્થાવર-જંગમં પ્રજાને સંહાર કરજે. મારી આજ્ઞાનું પાલન કરવાથી તું પરમ કલ્યાણને પામીશ.
બ્રહ્મદેવ આમ કહેતાં જ સ્ત્રી અત્યંત વિચારમાં પડી ગઈ અને મધુર સ્વરે રડવા લાગી. એનાં અશ્રુઓને બ્રહ્મદેવે પિતાના બે હાથમાં ઝીલી લીધાં અને પ્રજાઓનું હિત કરવા માટે તેને વીનવવા લાગ્યા. મૃત્યુ નામની આ સ્ત્રી દુઃખને પિતાના અંતરમાં દબાવીને હાથ જોડી, લતાની પેઠે નમ્ર થઈ બ્રહ્મદેવને કહેવા લાગી. તે બેલી, હે શ્રેષ્ઠદેવ ! આપે મને આવી સ્ત્રી કેમ ઉત્પન્ન કરી ? જાણવા છતાં આપે કહેલું અહિત, કૂર કર્મ હું કેમ કરું? હું અધર્મથી ડરું છું. તેના પ્રિય પુત્રે, મિત્રો, ભાઈઓ, માતાઓ, પિતા અને પતિઓને સંહાર કરીશ તેથી તેઓ મારું અનિષ્ટ ચિતવશે. હું જ્યારે કોઈને મારી નાખીશ ત્યારે તેનાં દીન સંબંધીઓ રડી રડીને અથુપાત કરશે! ખરેખાત હું તેમનાથી ડરું છું. હું તમારે શરણે આવી છું, હું યમરાજને ત્યાં કદી નહિ જાઉં. હું બે હાથ જોડી આપની પ્રાર્થના કરું છું કે મને તપ કરવાની જ ઈચ્છા છે. માટે આપ એ જ વર આપે. હું ઉગ્ર તપ વડે તપીશ. વિલાપ કરતાં પ્રાણીઓના પ્રાણ હરવા હું સમર્થ નહિ થાઉં. માટે મને એ અધર્મમાંથી બચાવો.
બ્રહ્મદેવે કહ્યું કે પ્રજાના સંહારના કારણે 'તરીકે જ મેં તારો પ્રથમથી સંકલ્પ કર્યો છે માટે જા, સંહાર જ કર્યા કર. એમાં તારે વિચાર કરવા નહિ. જા, એમ કરવાથી તું લેકમાં નિંદાઈશ નહિ.