________________
બે શબ્દો
પૌરાણિક કથાકોશ'ની આ નવી આવૃત્તિનું પ્રકાશન ઘણી રીતે આવકાર્ય બની રહેશે એવી આશા છે.
એની પ્રથમ આવૃત્તિના “પુરોવચનમાં સાક્ષરશ્રી સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતાએ એની ઉપયોગિતા અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તેમાં તેઓ લખે છે:
વૃદ્ધ સ્ત્રીઓને આ પુરાણોની વાત કંઠાગ્રે અને સ્મૃતિપટમાં નિત્ય તરવરતી હતી, એટલે ઊછરતી પ્રા થોડા સમયમાં તે પ્રસંગેની માહિતી સવર મેળવી શકતી. પણ વસ્તુસ્થિતિ હાલ બદલાઈ ગઈ છે. ઈતિહાસ-પુરાણેને જાણનાર વૃદ્ધ વર્ગ હવે રહ્યો નથી. માણભટ્ટીઓની કથાઓ હવે થતી નથી. જૂના કવિઓનાં કાવ્ય અલંકાર અને સાહિત્ય શાસ્ત્રની દષ્ટિથા યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં દાખલ થયાં છે. આ અભ્યાસકોને ઈતિહાસપુરાણના પ્રસંગે ખુલાસે સત્વર મળે તેવી યોજનાની ખાસ જરૂર જણાઈ છે. અને આ ગુજરાતી અભ્યાસક પ્રજાની જરૂરિયાત શ્રી ડાહ્યાભાઈ દેરાસરીએ પિતાના આ પૌરાણિક કથાકેશથી પૂરી પાડી છે,
આ કથાકેશને મુખ્ય આધાર જોક મારતવષય પ્રાચીન ઐતિહાસિક એ નામને કિલાસવાસી રઘુનાથ ભાસ્કર ગોડબેલેને મરાઠી ગ્રંથ છે, તે પણ ગુજરાતી આ દેશમાં બીજા ઘણું ઉમેરા કરવામાં આવ્યા છે. મૂળ મરાઠી ગ્રંથ ઘણે ભાગે ઈતિહાસ અનુસરે છે, જ્યારે આ ગ્રંથ ઈતિહાસ ઉપરાંત પુરાણને પણ અનુસરે છે. ગુજરાતી ગ્રંથમાં તુલસીદાસના રામજરિત માનસ વગેરે ઘણુ ગ્રંથની મદદ લેવામાં આવી છે, અને તેમાં અનેક દેવ, તીર્થ, ઋષિ, મુનિ વગેરેની માહિતી આપવામાં આવી છે. ટૂંકામાં
ગુજરાતીમાં કેશવર્ગના સાહિત્યમાં શ્રી ડાહ્યાભાઈના આ ગ્રંથે અપૂર્વ સ્થાન મેળવ્યું છે. વિશેષમાં, એના કર્તા બૅરિસ્ટર સ્વ. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરીએ પોતાની સુદી પ્રસ્તાવનામાં આ પ્રકારના ગ્રંથની રચનાને હેતુ વ્યક્ત કરતાં લખ્યું છે:
* પુરાનું સામર્થ્ય, મહાગ્ય અને મહત્વ ઘણું છે. પુરાણે એ પાંચમો વેદ છે એમ કહ્યું છે. વેદ જાણતે હેય, બીજી વિદ્યા અને શાસ્ત્રોમાં વિશારદ હેય, છતાં પુરાણે ન જાણતા હોય તેની કશી કિંમત ગણું નથી.
પુરાની સંખ્યા અઢારની છે. એ બધાં મહાપુરાણ કહેવાય છે. પછીથી થયેલાં બીજ અઢાર ઉપપુરાણ કહેવાય છે. પુરાણોની સંખ્યા આમ વધતી ગઈ છે અને તેઓ સે ઉપરાંત છે ! મહાપુરાણનાં કેટલાંક તેમાંના વિષય પરત્વે રાજસ, સાત્વિક અને તામસ એવા ત્રણ વર્ગ પાડે છે. ત્રિમૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એમને લગતા વિષય ઉપરથી આ ભેદ ગયા છે. બ્રહ્મન સંબંધી પુરાણે તે રાજસ, કેમકે બ્રહ્માને ગુણ રજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org