________________
દશરથ
૧૪૫
દશરથ.
ઉપષણપૂર્વક વ્રતસ્થ રહેવું, એમ કહીને વસિષ્ઠ પાછા વળ્યા. આખા નગરમાં આ વાત ફેલાઈ જતાં સર્વત્ર આનંદ વ્યાપી રહ્યો. કૌસલ્યા અને સુમિત્રા- એ હર્ષ માં આવીને અનેક દાન આપ્યાં. મંથરા નામની દાસીની શિખવથી માત્ર એકેયીને વિપરીત બુદ્ધિ ઉપન્ન થવાથી તે ક્રોધે બળી ગઈ. , (૨. મંથરા શબ્દ જુઓ.)
કેકેયી દશરથની નાની સ્ત્રી હતી તેમ જ રૂપ- રૂપને ભંડાર હતી; તેથી દશરથની એના પર વિશેષ પ્રીતિ હતી. એમ હોવાથી રાજા પ્રાયઃ તેને મહેલે
" મા તન મહેલ જ રહે. સાંજે જ્યારે દશરથ એને મહેલે ગયા, ત્યારે એ જ પ્રમાણે એને સામી લેવા આવી નહિ. આમાં કંઈક વિલક્ષણપણું જણાવાથી એણે એની દાસીને પૂછયું કે તારી સ્વામિની કંઈક દેખાતી કેમ નથી? દાસીએ કહ્યું કે એ ફોધવશ થઈને બેઠાં છે; કેમ રિસાયાં છે તે અમને ખબર નથી. આથી દશરથ કયી હતી ત્યાં ગયે અને જુએ છે તે એ મલિન વસ્ત્ર ધારણ કરીને ભોંય પર પડી રહી છે. દશરથે કહ્યું કે આજ તે આ શું કરવા માંડયું છે ? તને કેઈએ કંઈ કહ્યું છે ? કેકેયીએ કહ્યું, તમે મને પૂર્વે બે વરદાન આપવાનું કહ્યું છે, તે માટે આજે જોઈએ છે. પ્રથમ વર તે એ કે તમે ભરતને યુવરાજપદ આપે અને બીજુ એ કે રામને ચૌદ વર્ષ વનવાસ મોકલે. એમાં ઢીલ કરી નહિ ચાલે. તમે એ વરદાન નહિ આપે તે હું પ્રાણત્યાગ કરીશ (તિમિરધ્વજ શબ્દ જુઓ.)
કે કેયીનાં આવાં કડવાં અને દુષ્ટ વચન સાંભળીને દશરથને શોકની પરાકાષ્ઠા થઈ એણે એને ઘરે પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એણે કશું સાંભળ્યું જ નહિ. ટૂંકામાં આખી રાત શેક અને દુઃખમાં ગઈ અને પ્રાતઃકાળ થયો. સવારમાં એણે રામને પિતાની પાસે તેડાવ્યો. રામ આ જાણી દશરથને પારાવાર કષ્ટ થયું. અતિશય દુઃખે એનાથી રામની જોડે બોલાયું નહિ. મને દશરથે પૂર્વે બે વરદાન આપવાનું કહ્યું હતું, વગેરે વાત કરી અને રામને કહ્યું કે તારે ચૌદ વર્ષ વનવાસ કિયીએ
જવું જ પડશે. રામ તથાસ્તુ કહીને કૌસલ્યાને મંદિર ગયો અને અરણ્યમાં જવાની આજ્ઞા માગી, આથી કૌશલ્યાને ઘણું જ દુઃખ થયું, પણ રામે એનું સમાધાન કર્યું. ત્યાંથી રામે સીતાના મંદિરમાં જઈને તેને બધા વર્તમાન જણાવ્યા. રામે કહ્યું કે તું દશરથ અને કૌશલ્યાની સેવા કરતી સતી સ્વસ્થ રહેજે. ચૌદ વર્ષ કાલ નીકળી જશે અને સત્વર જ પાછો આવીશ, પણ સીતાએ એટલે આગ્રહ કર્યો કે એને સાથે લેવી પડી (સીતા શબ્દ જુએ.)
લમણે પણ રામને વિનંતી કરી કે હું જેડે આવીશ જ, નહિ લઈ જાએ તે હું પ્રાણત્યાગ કરીશ, એ ઉપરથી રામે એને પણ સાથે લીધે. (૨. લક્ષમણ શબ્દ જુઓ.)
પછી, રામ સીતા અને લક્ષમણ કેકેયીના મંદિરમાં પાછાં આવ્યાં અને વનવાસ જવાને સારુ એની આજ્ઞા માગી. એ આજ્ઞા મળતાં જ દશરથને અને બીજી માતાઓને વંદન કરીને સુમંત્ર તૈયાર કરેલા રથમાં બેસી એઓ અરણયમાં જવા નીકળ્યાં
સુમંત્રે રથ હાંકતાં જ નગરમાં જે શોકન્વનિ કે તે વર્ણવાય નહિ એ હતો. રાજા, એની બધી રાણીઓ અને નાગરિક જ રથ પછાડી દોડવા લાગ્યાં. વારંવાર સુમંત્રને હાક મારીને રથ ધીરે ચલાવવાને બૂમ પાડતાં હતાં. પરંતુ રામે રથ ઉતાવળે હાંકવાનું કહેવાથી સુમંત્ર પણ સાંસામાં પડશે કે કાનું કહ્યું માનવું. ટૂંકામાં ભેગા થયેલા હજારો લેકમાંથી મહામહેનતે રથને કાઢીને દોડાવી મૂક્યો. રથ એટલે દૂર ગયે કે દશરથ વગેરેને દેખાતો બંધ થયો એટલે દશરથ પિતાની સ્ત્રીઓ સહ વર્તમાન પાછા આવી કાસલ્યાના મહેલમાં જઈને દુઃખમાં ડૂબી ગયે. કૌશલ્યાને અને સુમિત્રાને પણ જતે અત્યંત દુઃખ થયું. તથાપિ સુમિત્રાએ રાજાનું સાંત્વન કરવા માંડયું. પરંતુ દશરથનું કષ્ટ કેમે કર્યું ઘટે નહિ. એ તે વારંવાર અરે રામ! અરે લક્ષમણઅરે સીતા ! એમ ઘાંટા પાડીપાડીને આંખમાંથી આંસુ વર્ષાવતા હતા. આ પ્રમાણે કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org