________________
ચીક
કફ ઋવેદ
વેદ ચાર વેદ પૈકી પહેલે. એ બ્રહ્મદેવના પૂર્વ મુખમાંથી નીકળ્યો છે અને એને ઉપવેદ તે આયુવેદ છે. પિતાના ઉપવેદ સહિત આ વેદ સત્ય લેકમાં સર્વદા મૂર્તિમાન રહે છે. (વેદ શબ્દ જુઓ.) રક્ષ એક ક્ષત્રિય. સોમવંશીય ઋચને પુત્ર. એ તક્ષકની કન્યા જવલંતીને પરણ્યો હતો. એને અન્યના નામે પુત્ર હતા. / ભાર આ૦ ૬૩–૨૫. કક્ષ (૨) રીંછ, ક્રોધાને પેટે થયેલી મૃગમન્દાથી ઉત્પન્ન થયેલાં પ્રાણી | ભા૨૦ આ૦ ૬૬-૬૨, બરક્ષા અજમઢની ભાર્યા. એના પુત્રનું નામ સંવરણ / ભાર૦ આ૦ ૬૩-૪૦. ચ એક ક્ષત્રિય. સામવંશીય પુરુવંશના દેવાતિથીને પુત્ર. એની માતા મર્યાદા નામની વૈદભી હતી. એ સંગરાજની કન્યા વામદેવીને પરણ્ય હતે. એને પુત્ર તે ઋક્ષ / ભાર આ૦ ૬૩–૧૪. ચીક ચાલુ વૈવસ્વત મવંતરમાં વાણિ ભગુના ચાર પુત્રમાંના મોટા યવન ઋષિને પ્રપૌત્ર ઊર્વ ઋષિને પૌત્ર અને ઔર્વ ઋષિને પુત્ર. પિતાના બાલ્યાવસ્થા વેદાનુષ્ઠાન અને તપમાં ગાળ્યા પછી ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા થવાથી વિવાહ સારુ કન્યા માગવા એ ગાધિ રાજ પાસે ગયે. રાજાએ એને સત્કાર કરી કેમ આવવું થયું પૂછતાં એણે પિતાને હેતુ રાજાને જણાવ્યું. રાજા એ સાંભળી વિચારમાં પડશે કે હવે શું કરવું. એને યુક્તિ સૂઝી અને કહ્યું કે જો આપ મને એક હજાર શ્યામકર્ણ ઘેડા આણુ આપે તે હું મારી સત્યવતી નામની કન્યા આપને તત્કાળ આપું. રાજાના મનમાં કે હજાર શ્યામકર્ણ અશ્વ એનાથી અપાશે નહિ અને મારે કન્યા આપવીયે નહિ પડે. આ સાંભળી ઋચીક તરત જ વરુણ પાસે ગયે. વરુણ એને પૂર્વજ હોવાથી એણે એને તે જ ક્ષણે હજાર ઘેડા આપ્યા. તે લઈને એણે આવીને રાજાને અર્પણ કર્યા. આથી રાજાને આશ્ચર્ય લાગ્યું. પણ
સંતોષ પામીને પિતાની સત્યવતી કન્યા એને પરણાવીને બધા અશ્વ પણ પાછા આપ્યા. ઋચીક ઋષિ પિતાની ભાર્યા સત્યવતીને લઈને ગૃહસ્થાશ્રમ ચલાવવા લાગ્યા. ઘણું દિવસો વીતતાં એના મૂળ પુરુષ ભગુઋષિ સ્વેચ્છાએ ફરતાં ફરતાં એને આશ્રમે આવી પહોંચ્યા. ચીક અને એની સ્ત્રીએ ઋષિને ઘણું સંતોષથી પોતાને ત્યાં કેટલાક દિવસ રાખ્યા અને એમની એવી સારી સેવા કરી કે એમણે સત્યવતીને આજ્ઞા કરી કે મારી પાસે કાંઈ માંગ. સત્યવતીએ નમ્રતાપૂર્વક વિનંતી કરી કે મારી મા અપુત્ર હોવાથી મારા પિતા ગાધિ ઘણું દુઃખી છે. આમ હોવાથી મારી માને અને મને પુત્ર થાય એવી કૃપાની યાચના છે. આ વિનંતીથી સંતુષ્ટ થઈને તેમણે વિરાટ પુરુષ અભિમંત્ર વડે બ્રાહ્મણ ઉત્પન્ન થવાને એક અને ક્ષત્રિય ઉત્પન્ન થવાને એક, એમ બે ચરુડા સિદ્ધ કરીને સત્યવતીને આપ્યા. સત્યવતીએ પિતાને ખાવાને પિતે રાખી, માતાને ખાવાને ચડે એને આપ્યું. પણ એટલામાં એના માતાના મનમાં આવ્યું કે સત્યવતીના ચડામાં કાંઈ વિશેષ હશે, તેથી પિતાને ચડે સત્યવતાને આપી તેને પિતે બદલી લીધે. આમ ચરુડા બદલી તેમણે તેની અંદર પદાર્થ ભક્ષ કર્યો. મા અને દીકરી બંનેને ગર્ભ રહ્યો. ચરુડા બદલ્યાની વાત જાણતાં ભૃગુએ કહ્યું કે તમે આ ઠીક ન કર્યું. પણ આથી એવું થશે કે તારી માતાને બ્રાહ્મણના લક્ષણવાળો અને તારે ક્ષત્રિયના લક્ષણવાળા પુત્ર થશે. સત્યવતીએ પ્રાર્થના કરી કે આપ સમર્થ છો માટે મારે એવા લક્ષણવાળા પુત્ર ન થાય એમ કરવા કૃપા કરો. ભૃગુએ કહ્યું કે જા, તારે પુત્ર સારો થશે, પણ તારો પૌત્ર ક્ષત્રિ જેવો થશે. આમ કહીને ઋષિ અંતર્ધાન થયા. સત્યવતીને જમદગ્નિ પ્રભુતિ અને સો પુત્ર થયા. એ બધા ઋષિના વરદાન પ્રમાણે શાંતિ, દાંતિ વગેરે બ્રાહ્મણોનાં લક્ષણવાળા હતા. પણ જમદગ્નિને રેણુકાને પેટે થયેલા પરશુરામ ઉગ્ર સ્વભાવના હતા. અહીં ગાધિને ત્યાં વિશ્વામિત્ર જગ્યા. એઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org