________________
પ્રસ્તાવના
મહાત્મા પુરુષોએ રચેલા ધાર્મિક ગ્રન્થો પ્રાય: સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં છે. આ બન્ને ભાષા જ પ્રાય: ધર્મસૂત્રકારોની ભાષા છે. જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રો પણ આ બે જ ભાષામાં લગભગ રચાયેલાં છે. એટલે કોઈ પણ ધર્મસંબંધી શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃતપ્રાકૃત ભાષા જાણવી અત્યંત આવશ્યક છે.
તથા આ બે ભાષા એટલી બધી શિષ્ટ અને સંસ્કારી ભાષા છે કે ગુજરાતી-હિન્દી આદિ અન્ય ભાષાઓમાં પણ આ ભાષાના શબ્દોનો પ્રયોગ કરવા વડે તે તે ભાષાનું ગૌરવ અને સંસ્કારિતા દેખાવા લાગે છે. ભાષાનું સૌષ્ઠવ અને તેજસ્વિતા ચમક્યા વિના રહેતી નથી. માટે ખરેખર તો આ બન્ને ભાષા ભણવી જ જોઈએ.
પરંતુ છેલ્લા કેટલાંય વર્ષોથી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ ઘટતો ગયો છે. સ્કૂલ ને કૉલેજોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિષયો વૈકલ્પિક રીતે જે રખાતા હતા તે પણ નીરસતાના કારણે લુપ્તપ્રાયઃ થયા છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધવાના કારણે સંસ્કૃત-પ્રાકૃત તો શું? પરંતુ હિન્દી ગુજરાતીનું પણ પ્રમાણ સવિશેષ ઘટવા માંડ્યું છે. એટલે ભારતમાં વસતાં પ્રૌઢ સ્ત્રી-પુરુષોને જ્યારે જ્યારે ધર્મશાસ્ત્રો વાંચવાની-ભણવાની તમન્ના થાય છે ત્યારે ત્યારે તે મૂળ ભાષા હસ્તગત હોવાથી ધર્મશાસ્ત્રોની સમજ દુષ્કર બની જાય છે. વાંચવાની નીરસતા વ્યાપે છે. વ્યાખ્યાનાદિ સાંભળવામાં રૂચિ ઓછી થતી જાય છે.
લંડન-અમેરિકા-કેનેડા આદિ પરદેશોમાં પણ ધર્મનું તત્ત્વ જાણવા-સમજવાની જિજ્ઞાસા છેલ્લાં પંદર વર્ષથી ખૂજ જ જોવાય છે. જે અત્યંત આનંદદાયક અને અનુકરણીય બાબત છે, પરંતુ ત્યાં પણ માત્ર અંગ્રેજી જ ભાષા હોવાથી, અને બચપણથી લીધેલ ગુજરાતીહિન્દી આદિનો પરિચય પણ ભૂંસાઈ જવાથી સંસ્કૃત-પ્રાકૃત ભાષાના શબ્દો કયાંથી સમજાય? છેલ્લાં સાત-આઠ વર્ષથી મારે પણ આ ધાર્મિક વર્ગો ચલાવવા માટે લંડન-અમેરિકા-કેનેડા જવાનું થયું. ત્યાં સર્વ ઠેકાણે આ એક જ બૂમ હતી કે વક્તાઓ ઘણા આવે છે. જુદી-જુદી રીતે ઘણાં પ્રવચનો આપે છે. ઘણું છપાયેલું સાહિત્ય લાવે છે. પરંતુ આ ભાષાના શબ્દો બિલકુલ સમજાતા જ નથી. ભાષાકીય શબ્દો જો ન સમજાય તો વાક્યર્થ અને તેનો રહસ્યાર્થ તો સમજાય જ કેવી રીતે ?
આ સમસ્યા દૂર કરવા માટે મેં “જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ”લખવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org