________________
૧૭.
જે શબ્દોની વ્યુત્પત્તિ માત્ર ધાતુ અને પ્રત્યયન વિભાગને બતાવવા પુરતી છે પણ શખના વાચ્ય અર્થ સાથે તે વ્યુત્પત્તિ કશે સાક્ષાત સીધો સંબંધ ધરાવતી નથી તે શબ્દો વ્યુત્પત્તિ રહિત છે અને એમ છે માટે જ તે શબ્દ રૂઢ છે આમંડલની વ્યુત્પત્તિ–સર્વાઇબ્દથતિ તિ મug: ખંડન કરે–તેડે–ભાંગે તેનું નામ આમંડલ. (આખંડલ શબ્દ નિકા ના નિઘંટુકાંડમાં આવે છે. “આમિમુન્ચન અથિતઃ ચા વાતિ મેદાન : આ પ્રમાણે નિઘંટુકારે આખંડલ પદનું નિર્વચન કરેલું છે. (પૃ. ૨૦૫) આ વ્યુત્પત્તિ પ્રમાણે ખંડન કરનારો જે હેય તેને “આમંડલ' શબ્દના અર્થમાં લેવું જોઈએ પણ એમ નથી. માત્ર “ઈન્દ્ર અર્થને જ આમંડલ શબદ સૂચવે છે એટલે આખંડલ શબ્દની વ્યુત્પત્તિ તેના મૂળ ધાત અને પ્રત્યયને સૂચવવા પૂરતી છે પણ અર્થની દષ્ટિએ એ વ્યુત્પત્તિ કોઈ રીતે કામની નથી જો કે ઈદ્ર શત્રુઓનું ખંડન કરનાર છે માટે આમંડલ કહેવાય છે પણ બીજા પણ એવા છે જેઓ શત્રુઓનું ખંડન કરે છે છતાં આ ખંડલ કહેવાતા નથી–એ અપેક્ષાએ આખંડલ શબ્દ વ્યુત્પત્તિ વિનાને છે. એ જ રીતે જછતિ કૃતિ – શબ્દમાં જન્ ધાતુ છે અને પ્રત્યય છે એમ આ. વ્યુત્પત્તિ સૂચવે છે. જે ગતિ કરે તે “જો' કહેવાય. આ વ્યુત્પત્તિ પ્રમાણે તે ગતિ કરનાર તમામ પ્રાણ નો શબદના અર્થમાં આવવા જોઈએ પણ કોશકારે કે સાહિત્યકારો એ વ્યવહાર કરતા નથી. તેઓ તો કહે છે કે શીંગડાંવાળું અને ગળાની નીચેના ભાગમાં કંબલ જેવા શરીરના અવયવને ધારણ કરનારું જે પ્રાણી હોય તેને જ જે શબ્દના અર્થરૂપે સમજવું. આ અર્થ જે શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે નથી તેથી ગો શબ્દ રૂઢ કહેવાય.
આ પ્રકારે જે જે શબ્દો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ ન બતાવતા હોય તે તમામને રૂઢ અથવા દેશ્ય સમજવા. આવા શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત જુદું હોય છે અને વ્યુત્પત્તિનિમિત્ત જુદું હોય છે. માત્ર ધાતુ અને પ્રત્યયન વિભાગ કરે તે આવા શબ્દોનું વ્યુત્પત્તિનિમિત્ત છે. વૈયાકરણ શબ્દ અંગે બે મત ધરાવે છે ?
કેટલાક કહે છે કે કોઈપણ શબ્દ અમુક ધાતુ દ્વારા નિપજેલ છે એમ નથી– શબ્દો એમ ને એમ અનાદિકાળથી તે આજ સુધી ચાલ્યા આવેલા છે અને એ જ રીતે ભવિષ્યમાં ચાલતા રહેવાના છે. તથા જેમ જેમ નવી નવી વસ્તુઓ દુનિયામાં પેદા થાય છે, તેમ તેમ તે તમામ નવી નવી વસ્તુનાં નામો પણ પેદા થાય છે એટલે એવા નવા નવા શબ્દો પણ ભવિષ્યમાં પેદા થયા કરવાના છે અને એ પ્રકારે ભવિષ્યમાં શબ્દોને પ્રવાહ ચાલુ રહેવાનું છે. એટલું ખરું કે તે તે શબ્દોના ઉચ્ચારણમાં કાળે કાળે પરિવર્તન થયા કરવાનું. આ પરિવર્તન બેલનારાઓને આભારી છે. તથા એ ઉપરાંત બોલવાનાં સ્થાનમાં વિકાર કે ઊણપ, અજ્ઞાત ઉચ્ચારણમાં બેકાળજી તથા પ્રાકૃતિક હવા-પાણીની જે અસર શરીર ઉપર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org