________________
જ્યો વિષય આવનાર છે તેનું સૂચન કરે છે એટલે ગ્રંથને સમગ્ર અભિધેયને સંક્ષેપમાં નિર્દેશ કરે છે અને સાથે જ ગ્રંથના અભિધેય સાથે ગ્રંથ પોતે કેવી જાતને સંબંધ રાખે છે એ પણ બતાવતા હોય છે. દેશીશબ્દસંગહના કર્તા આચાર્યશ્રીએ પણ એ જ પ્રાચીન પરિપાટીનું અનુસરણ કરેલ છે. ગ્રંથની મૂળ બીજી ગાથામાં ગ્રંથના અભિધેયને જણાવેલ છે એટલે આ ગ્રંથમાં અભિધેય રૂપ દેશી શબ્દોને સંગ્રહ છે અને પ્રસ્તુત ગ્રંથ અને તેના અભિધેય દેશીશબ્દસંગ્રહ વચ્ચે ઉપાય–ઉપેયભાવને સંબંધ બતાવેલ છે. દેશી શબ્દો ઉપયરૂપ છે તેને જાણવા-સમજવાના સાધનરૂપ આ ગ્રંથ ઉપાયરૂપ છે. આમ સંબંધ બતાવીને એમ જણાવેલ છે કે ગ્રંથ પોતાના ઉપયરૂપ થેમને બરાબર વફાદાર છે પૃ. ૬ ગા. ૪
દેશી કે દેશ્ય શબ્દ પ્રાકૃત ભાષાના વિશેષ પ્રકારને સૂચક છે તમામ વૈયાકરણેએ પોતપોતાના પ્રાકૃત વ્યાકરણમાં પ્રાકૃત ભાષાના ત્રણ પ્રકાર બતાવેલા છે, તદ્દભવ, તત્સમ અને દેશ્ય, પહેલા પ્રકાર તદ્દભવને અર્થ બતાવતાં તેઓએ જણાવેલ છે કે, તત એટલે સંસ્કૃત અને એવડે કે એમાં જે થયેલ હોય તેનું નામ તદ્ભવ અર્થાત્ સંસ્કૃત દ્વારા જે થયેલ છે તે તભવપ્રાકૃત. જે પ્રાકૃત સંસ્કૃતની સાથે તદ્દન મળતું આવે છે તે તત્સમ પ્રાકૃત અને દેશમાં જે તળપદી ભાષારૂપે પ્રચલિત છે તથા જેના શબ્દોમાં અમુક અંશ મૂળ પ્રકૃતિનો છે અને અમુક અંશ પ્રત્યયને છે એવો વિભાગ કરી શકાતું નથી વા થઈ શકતો નથી તે દેશ્ય પ્રાકૃત. - ઘ, –uઢ. જૌરી-સરી, ધૃત-ઘય. આ જાતના ઘર વગેરે તમામ શબ્દો તદ્ભવ પ્રાકૃત કહેવાય. સંસાર, વીર, નીર, સંમોટું, દુર, ધૂઝિ, સમીર વગેરે શબ્દો જેવા પ્રાકૃતમાં પ્રચલિત છે તેવા જ સંસ્કૃતમાં પણ પ્રચલિત છે એટલે એ બધા શબ્દો તત્સમ સંસ્કૃતસમ–પ્રાકૃત કહેવાય. મોરઢી-લાંબો મધુરસ્વર, મોગામ-ગજિત, છુંવાયુ, પુજા-ભય પામેલો, રૂક્ઝી-સિંહ કે શાર્દૂલ. આ બધા ગોરી વગેરે શબ્દોમાં મૂળ ધાતુ કેટલું છે અને પ્રત્યય અંશ કેટલું છે તેની ખબર પડતી નથી તેથી તે તે અર્થે સાથે તે શબ્દોને કેવો સંબંધ છે તે પણ જણાતું નથી એટલે આવા અવ્યુત્પન્ન શબ્દોને દેશ્ય પ્રાતરૂપ ગણવામાં આવે છે. મતલબ કે જે શબ્દો અમુક અર્થમાં રૂઢ છે અને બીજી રીતે જે શબ્દોને અર્થે સાથે કોઈ પ્રકારનો સંબંધ તે જરૂર હોવો જોઈએ પણ તે શબ્દોનો મૂળ ધાતુ ધયાનમાં ન આવતો હોવાથી તે સંબંધ નથી જણાતો તે દેશ્યશબ્દો કહેવાય. સંસ્કૃત ભાષામાં પણ જે શબ્દોને રૂદ્ર કહેવામાં આવે છે–મહિષ, મયૂર, આતંત્ર, , આ બધા શબ્દની વ્યુત્પત્તિ સાથે તેમના અર્થો કશે સંબંધ ધરાવતા નથી અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org