________________
છે ત્યાં ત્યાં કર્તરૂપ અર્થ, વર્તમાનકાળરૂપ અર્થ અને એક સંખ્યારૂપ અર્થ હોય છે અને જ્યાં જ્યાં કર્તરૂપ અર્થ, વતમાન કાળરૂપ અર્થ અને એક સંખ્યારૂપ અર્થ નથી ત્યાં ત્યાં તે અંશ નથી હોતો. એ જાતના અન્ય વ્યતિરેક દ્વારા તિ ના અર્થ વિશે નિર્ણય કર્યા પછી જે વન્, ચળ, તુટુ. રૂપ અંશ પ્રતિ વગેરેમાં શેષ રહે છે તે મૂળ ધાતુરૂપ છે અને તેને અર્થ તે જ ધાત્વર્થ છે એમ નિર્ણય કરવાની પ્રક્રિયા દ્વારા તમામે તમામ ધાતુઓ શોધાયેલા છે અને એ જ પ્રક્રિયા દ્વારા નામનાં રૂપમાંથી મૂળ નામ અને પ્રત્યયો પણ છૂટા પાડી શકાય છે. રામૌ, સેવ, હરૌ વગેરે રૂપમાં મ+, તેવ+, દુર+મૌ--એવા બે અંશ કલ્પાય છે અને પછી અકારાંત નામોને જ્યાં જ્યાં પ લાગેલ હોય ત્યાં ત્યાં અવશ્ય બે સંખ્યાનો અર્થ સૂચિત થાય છે અને જ્યાં થી અંશ નથી ત્યાં બે સંખ્યાને અર્થ પણ સૂચિત થતું નથી. જેમ અમે રૂપમાં રામ અંશ છે. છતાં તેને સૌ અંશ લાગેલે ન હેયાથી રામે રૂપ બે સંખ્યાના અર્થનું સૂચક નથી. એમ અન્વય અને વ્યતિરેક દ્વારા જામૌ, રેવૌ, ઢૌ વગેરે રૂપોમાં મૂળ પ્રકૃતિભાગને અને પ્રત્યયભાગને અવબોધ થઈ શકે છે.
શ્રી. શાકટાયન મુનિએ પૂર્વોક્ત અન્વય તથા વ્યતિરેકની યુક્તિનો ઉપયોગ કરીને જે ધાતુઓ શોધી કાઢેલા તે કેટલા હતા તેની ચોક્કસ સંખ્યાની તે ખબર નથી પડી પણ એ શોધાયેલા ધાતુઓમાંથી પાણિનીયના ધાતુપાઠમાં બે હજારથી પચીશસો ધાતુઓને સંગ્રહ હાલ આપણી સામે વિદ્યમાન છે.
કેટલાક એવા શબ્દો મળે છે જે સંગ્રહીત ધાતુઓ દ્વારા નિષ્પન્ન થઈ શક્તા નથી તેમની નિષ્પત્તિ સમજાવવા નવા નવા ધાતુઓ કલ્પાના આવ્યા છે અને એ કપાયેલા નવા ધાતુઓને “સૌત્રધાતુ' નું નામ અપાયેલ છે.
મૂળ ધાતુઓ નકકી થયા પછી તે ધાતુઓને અમુક પ્રત્યય લગાડવામાં આવે છે અને એમ કર્યા પછી ધાતુઓમાં કે પ્રત્યયોમાં ઘટતે ફેરફાર કરીને નામોની નિષ્પત્તિને સમજાવવામાં આવે છે. આ રીતે નિષ્પન્ન થયેલા નામોને વ્યવહારમાં ઉપયોગ કરવા સારુ તે નામને વળી ખાસ ખાસ અર્થના સૂચક એવા જુદા જુદા પ્રત્યય લગાડવામાં આવે છે અને એમ કરવા જતાં પણ મૂળ નામોમાં અને લગાડવાના પ્રત્યમાં પણ ઘટતો ફેરફાર કરવા જરૂરી મનાય છે. આ પ્રકારે તૈયાર થયેલ નામરૂપ જ વ્યવહારમાં અર્થબોધ પેદા કરી શકે છે. નામરૂપોની પેઠે જ ક્રિયાપદરૂપને, કૃદંતરૂપોને, સામાસિક રૂપોને અને તદ્ધિતીય રૂપોને પણ વ્યવહાર માટે નિપન્ન કરવા પડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org