________________
२६
બ રીતે અહી તે સંક્ષેપમાં લખવાનું છે તેથી માત્ર આ તેવીશ વિષને જણાવેલા છે પણ બીજા અનેક લૌકિક વિષયે સુભાષિત વચનો, કહેવતો જેવાં વચન તથા કામક્રીડાના પ્રકારો વગેરેને લગતા અનેક વિષયો આ ગાથાઓમાં વર્ણવેલા છે આમ અનેક બાબતોની હકીક્ત ઉદાહરણ ગાથાઓમાં દર્શાવેલ છે જેમ આચાર્યો સંસ્કૃત થાશ્રય તથા પ્રાકૃત ક્યાશ્રય રચીને સંસ્કૃત તથા પ્રાકૃત વ્યાકરણનાં તમામ ઉદાહરણો સમજાવેલાં છે તેમ ઉદાહરણગાથાઓ આપીને સંઘરેલા તમામ દેશી શબ્દોને વ્યવહાર તથા ઉપયોગ સમજાવેલ છે.
આ હકીક્ત અહીં સંક્ષેપમાં જ જણાવેલ છે વિસ્તારથી જણાવવા જાઉં અને તે વિવેચન સાથે લખવા પ્રયાસ કરું તે પાનાં ભરાય તેમ છે એટલે અહીં આટલાથી જ ઇતિશ્રી કરેલી છે.
વ્યુત્પત્તિની ને સંપાદકે આ ગ્રંથની પાછળ દેશી શબ્દોની વ્યુત્પત્તિની આપેલ છે. તેમાં કઈ પદ્ધતિનો આશ્રય લીધેલ છે તે વાત તે નોંધ આપતાં પહેલાં જ જણાવી દિધેલ છે પણ એક વાત એવી છે કે, પંડિતો વ્યુત્પત્તિવિશારદ એ નેને વાંચશે તે તેમને જણાશે કે નેધોમાં સંખ્યાબંધ એવા શબ્દો આવેલા છે કે જેમને નિદેશ અમરકેશ, અભિધાનચિંતામણિકોશ, વિશ્વપ્રકાશકે, અને કાર્થસંગ્રહકેશ તથા હૈમાનિઘંટુશેષ કેશ વગેરે અનેક કેશોમાં મળે છે એટલે એ બધા દેશીશબ્દોને વ્યુત્પન્ન ન ગણી શકાય છે તે તે કેશની ટીકાઓમાં એ શબ્દમાંના કેટલાકની વ્યુત્પતિઓ પણ નોંધેલ છે. તે બધાને સંપાદકે શબ્દો સાથે જ આપેલ છે તથા વ્યાકરણના ઉણદિપ્રકરણમાં પણ એ શબ્દોની જે વ્યુત્પત્તિઓ બતાવેલ છે તે પણ તે તે શબ્દો સાથે નૉવેલ છે. આ જોતાં દેશી શબ્દોને મોટે ભાગ વ્યુત્પન્ન શબ્દો જેવો જણાય છે. એ અંગે વિદ્વાન વિચારે અને આ નેધોમાં જે સુધારાવધારા કરવા હોય તે અંગે જરૂર સંપાદકને સૂચના કરે.
જે શબ્દોની વ્યુત્પત્તિઓ કશો વગેરેમાં નથી તે શબ્દોનો અર્થ સમજી અર્થને અનુસાર સમાન સંસ્કૃત શબ્દોને આપવાની પદ્ધતિ સંપાદકે સ્વીકારેલ છે તથા ઘણું શબ્દોમાં તો દેશી શબ્દોને મળતા આવે એવા સંસ્કૃત શબ્દોને આપવાનો પ્રયત્ન કરેલ છે, વળી, ઘણે ઠેકાણે દેશી શબ્દના ઉચ્ચારણને અનુરૂપ શબ્દની યેજના કરવા માટે ઉચ્ચારણપદ્ધતિના ક્રમનો ભંગ થયેલો જેવામાં આવશે પણ નિરુક્ત તથા પ્રાચીન વ્યાકરણોમાં અને શબ્દોને લગતાં બીજ ઉણુદિ વગેરે પ્રકરણોમાં જે રીતે વ્યુત્પત્તિને સમજાવવાનો પ્રયાસ થયેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org