________________
૧૪
ધારો કે પૂર્વના આચાર્યોએ આ શબ્દને દેશી માન્યો હોય પણ જ્યારે સંગ્રહકાર જાણે છે કે પાથેય શબ્દની સાથે વહેક્સ શબ્દને ઘણે નિકટને સંબંધ છે તો પછી પૂર્વસૂરિઓની આવી ગતાનુગતિક્તાને પ્રશ્રય આપવાની શી જરૂર ? સંગ્રહકારે સંસ્કૃત શબ્દોને મળતા આવે એવા ઘણા શબ્દોને ફેશી ગણને સંગ્રહમાં નેધેલ છે. સંપાદકને એમ જણાય છે કે જે શબ્દનું પૃથકકરણ થઈ શકતું હોય વા જે શબ્દો વ્યાકરણમાં કે કેશોમાં સધાયા હોય વા સુપ્રસિદ્ધ હોય તેવા શબ્દોને માત્ર પૂર્વપરંપરાને અનુસરીને રેશમાં ગણવાનું કેઈ કારણ હોય તો સંગ્રહકારે જરૂર આપવું જોઈએ. સંગ્રહકાર ૧૧મ ગાથામાં “પરિરંભ અર્થને અવકેય શબ્દ આપે છે. સંગ્રહકારને એમ લાગે છે કે મહિર શબ્દ ભૂતકૃદંત જેવો છે એટલે વ્યાકરણમાં જ પરિરંભ અર્થને અવર ધાતુ લખ્યું હોત તો તે શબ્દને ગાથામાં લખવાની જરૂર ન રહેતા અને તેમ કરવાથી ગ્રંથલાઘવ પણ થાત, આવું સ્પષ્ટ સમજતાં છતાં આ અંગે સંગ્રહકાર જણાવે છે કે પૂર્વસૂરિઓએ અવહંદુ ધાતુને વ્યાકરણમાં નેધેલ નથી તેથી તેમનું અનુસરણ કરીને અમે પણ આ ધાતુને વ્યાકરણમાં નેધેલ નથી. જે આમ જ પૂર્વસૂરિને પગલે પગલે ચાલવાનું હોય તે પછી અનુક્રમયુક્ત આ દેશીસંગ્રહને શા માટે બનાવ્યો ? છંદોનુશાસન અને કાવ્યાનુશાસન પણ ક્રોઈ પૂર્વસૂરિઓએ કયાં બનાવ્યાં છે ? વ્યાકરણ પણ તમારી રીતે કોઈ પૂર્વસૂરિએ બનાવેલ છે ખરું ?
- દેશી શબ્દો વિશેષ પ્રાચીન છે અને એમ હોવાથી તે શબ્દો જેવા જુના રૂપમાં હતા તેવા રહ્યા નથી અને એમ કહેવાથી જ એમ કહેવું પડે છે કે દેશી શબ્દોમાં મૂલધાતુ કર્યો અને પ્રત્યયને અંશ કેટલે ? આ વિભાગ થઈ શકતો નથી પણ જે શબ્દોમાં આવો વિભાગ થવાની શકયતા છે તેમાં એવો વિભાગ કરીને શબ્દોને સુધ બનાવી શકતા હોય તો કેમ ન બનાવવા ? આમ કરવાથી તો વિદ્યાથીઓને વધારે સુગમતા થઈ શકે એમ છે. જેમકે ૬૭૫મી ગાથામાં વિદ્છુક શબ્દને “રાહુ’ના પર્યાયરૂપે આપેલ છે. સંસ્કૃત ભાષામાં વ્યાકરણમાં અને કેશોમાં વિધુત શબ્દ “રાહુ” અર્થ માટે સુપ્રસિદ્ધ છે અને આ વિદુંદુ શબ્દ તે વિધુતુદ્ર સાથે બરાબર મળી રહે છે એટલે જે કે મૂળશબ્દનું ઉચ્ચારણું ઘણું બદલી ગયેલ છે છતાં ઊંડા ઉતરીને તપાસીએ તે. વધુતુદ્ર અને વિદુહુરા શબ્દો બને એકમૂલક છે. આ રીતે ગંભીર રીતે નિરીક્ષણ કરતાં આ સંગ્રહમાં આવા ઘણા શબ્દોને નોંધીને તેમને દેશી શબ્દરૂપે સમજાવવામાં આવેલ છે. આનું કારણ કદાચ પૂર્વ પરંપરાનું અનુસરણ હેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org