SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૨૧ :: ૧૪૨૭૭ છેદ સંયમપાલનમાં સાધુ-સાધ્વીજીને અતિચાર લાગે તેનાં નિવારણ અંગે અપાતાં પ્રાયશ્ચિત્તમાં વિધાન-વિધિ જે શાસ્ત્રમાં છે તે છેદસૂત્ર. નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર, બૃહત્કલ્પસૂત્ર અને દશાશ્રુતસ્કંધ સૂત્ર એ ૪ છેદસૂત્ર છે. ૧૪૨૭૮ આશયપ્રકાશિતા અભિપ્રાય અજવાળતી, પ્રકટ કરતી, પ્રતિબદ્ધ કરતી ટીકા; ટીકા રહસ્ય છપાવીને પ્રસિદ્ધ કરતી ટીકા ૧૪૨૭૯ વ્યવહાર હેતુ વ્યવહારના હેતુ ૧૪૨૮૦ પરમાર્થ હેતુ પરમાર્થના હેતુ, નિશ્ચયના હેતુ ૧૪૨૮૧ પરમાર્થ ગૌણતાની પ્રસિદ્ધિ નિશ્ચયની ગૌણતા જાહેર-પ્રગટ કરવી ૧૪૨૮૨ વ્યવહાર વિસ્તારનું પર્યવસાન વ્યવહારના ફેલાવા-પ્રસારનું પરિણામ; અંત; નિકાલ, સારાંશ ૧૪૨૮૩ અનેકાંતદૃષ્ટિહેતુ અનેકાંતદૃષ્ટિનો આશય, અર્થ, પ્રયોજન, નિમિત્ત ૧૪૨૮૪ સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન પોતે પોતાને જ મનોગત કહેતું હોય એમ કહેલા મતાંતરને મટાડવાનો પ્રયત્ન. ૧૪૨૮૫ ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ આરંભથી નિર્ણયાત્મક અંત સુધી, ન વિધિ: જેનો સાંધો વિઘટે નહીં તે, પૂર્વાપર અવિરોધપણે શરૂઆતથી સમાપ્તિ સુધી ૧૪૨૮૬ લોકવર્ણનસ્થૂળત્વહેતુ લોકનાં વર્ણનની વૃદ્ધિ-મોટાઈ-બાહ્ય કારણ-આશય-મતલબ ૧૪૨૮૭ વર્તમાનકાળે આત્મસાધન ભૂમિકા વર્તમાનકાળમાં આત્મસાધનની ભૂમિકા ૧૪૨૮૮ વીતરાગદર્શન વ્યાખ્યાનો અનુક્રમ વીતરાગ દર્શનનાં વિવરણ-ટીકાની પરિપાટી મૂળ ૧૪૨૮૯ લોકસંસ્થાન લોકનો આકાર ૧૪૨૯૦ ધર્મઅધર્મઅસ્તિકાય રૂપ દ્રવ્ય? ધર્માસ્તિકાય રૂપે દ્રવ્ય? અધર્માસ્તિકાય દ્રવ્ય? ૧૪૨૯૧ સ્વાભાવિક અભવ્યત્વ? અભવ્યત્વ (અભવ્યજીવો) સ્વભાવથી જ હોય? ૧૪૨૯૨ અનાદિ અનંત સિદ્ધિ? અનાદિ કાળથી અનંત કાળ સુધી મુક્તિ છે? ૧૪૨૯૩ અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે? અનાદિ અને અનંતનું જ્ઞાન શી રીતે હોઈ શકે? ૧૪૨૯૪ આત્મા સંકોચે વિકાસે? આત્માને સંકોચવિકાસ ગુણ હોય? આત્મા સંકોચવિકાસ પામે? ૧૪૨૯૫ સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવતું શા માટે નહીં? મોક્ષે જતી વખતે આત્મા ધીમે ધીમે વળાંક લઈને કેમ ન જાય? ૧૪૨૯૬ કેવળજ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાતૃત્વ શી રીતે? કેવળજ્ઞાનમાં લોકાલોક કેવી રીતે જણાય? ૧૪૨૯૭ લોકસ્થિતિ મર્યાદા હેતુ? લોકસ્થિતિની સીમા-હદનો આશય શું? કારણ શું? ૧૪૨૯૮ શાશ્વત વસ્તુ લક્ષણ? શાશ્વત-સનાતન વસ્તુનું લક્ષણ શું? ઉત્તર ૧૪૨૯૯ તે તે સ્થાનવર્તી સૂર્યચંદ્રાદિ વસ્તુ તે તે સ્થાનમાં રહેલા સૂર્ય-ચંદ્ર વગેરે પદાર્થ ૧૪૩૦ અથવા નિયમિત ગતિ હેતુ? અથવા નિયમિત ગતિનું કારણ? ૧૪૩૦૧ દુષમ સુષમાદિ કાળ? દુષમ સુષમ વગેરે કાળ? આરા? ૧૪૩૦૨ મનુષ્ય ઊંચત્વાદિ પ્રમાણ? મનુષ્યની ઊંચાઈ વગેરેની સાબિતી, જ્ઞાન? ૧૪૩૦૩ અગ્નિકાયનું નિમિત્તયોગે એકદમ ઉત્પન્ન થવું? અગ્નિકાય વગેરે જીવો નિમિત્ત મળતાં એકાએક ઉત્પન્ન થઈ જાય? Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy