________________
:: ૪૮૬ ::
૬૫૫ ગાથાનો જૈન ભૂગોળનો ગ્રંથ. આ ઉપરાંત બૃહત્ સંગ્રહણી, વિ.સં.૧૪૨૮માં
શ્રી રત્નશેખરસૂરિએ આના પરથી ર૬૩ ગાથાનો ‘લઘુક્ષેત્રસમાસ' ગ્રંથ રચ્યો. ૧૩૨૯૧ મતિ અજ્ઞાન સમ્યકત્વ વિનાનું મિથ્યાત્વ સહિત મતિજ્ઞાન ૧૩૨૯૨ શ્રુત અજ્ઞાન સમ્યકત્વ વિનાનું મિથ્યાત્વ સહિત શ્રુતજ્ઞાન ૧૩૨૯૩ અવધિ અજ્ઞાન સમ્યકત્વ વિનાનું મિથ્યાત્વ સહિત અવધિઅજ્ઞાન ૧૩૨૯૪ કર્મ
રાગાદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તે. શુભ-અશુભ અધ્યવસાયવાળું પરિણમન ૧૩૨૯૫ નિર્જરા શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન પૃ.૭૪૫ ૧૩૨૯૬ બંધાણો છું બંધાયેલો છું. ૧૩૨૯૭ વિચાર વડીએ કરી વિચાર વડે; મંગળ પ્રસંગે વડી-પાપડ કરાય છે તેમ મોક્ષમંગળ માટે
વિચારરૂપી વડી દ્વારા ૧૩૨૯૮ શુદ્ધ નય નિશ્ચય નય. ૧૩૨૯૯ સંભાવ ભાવ છતા છે, અસ્તિત્વ ધરાવે છે, કલ્પિત નથી ૧૩૩CO શુદ્ધનયાભાસમત વેદાંત મત, માત્ર નિશ્ચય નયને જ ગ્રહણ કરનાર મત ૧૩૩૦૧ અનેકાંતિક અનેક અંત-ધર્મવાળા, સ્યાદ્વાદી ૧૩૩૦૨ નવતત્ત્વ તત્વા તત્70,=લોક-અલોકરૂપ જગત. વૈ=પણું. એવા જગતનું મૂળ તે
તત્ત્વ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ ૧૩૩૦૩ સાત તત્ત્વ શુભ કર્મનો આશ્રવ તે પુણ્ય અને અશુભ કર્મનો આશ્રવ તે પાપ એમ
ગણતાં ૯ની બદલે ૭ તત્ત્વ ૧૩૩૦૪ પદ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવ
અને કાળ એ છ દ્રવ્ય ૧૩૩૦૫ ષસ્પદ છ પદ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે,
મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે ૧૩૩૦૬ બે રાશિ જીવ રાશિ અને અજીવ રાશિ, જીવ-અજીવ તત્ત્વ, જીવ-અજીવ દ્રવ્ય ૧૩૩૦૭ નિગોદ नियंता निश्चितां गां भूमिमाश्रयं ददाति यत् तत् निगोदशरीरं येषां ते निगोदशरीरः ।
નરક કરતાં યે નિકૃષ્ટ, અત્યંત પણ અવ્યક્ત દુઃખવાળા. નિઃનિકટના, નજીક રહેલા. ગોદ ગોટો, ગોળો, ખોળો. અત્યંત નજીક રહેલા જીવો. અનેકાનેક જીવોના ઝુંડ, વંદ, ગોળા તે નિગોદના જીવો. એક શરીરના આશ્રયે અનંત જીવો રહે જે આહાર, શ્વાસોચ્છવાસ વગેરે સાથે કરે છે. સૂક્ષ્મનિગોદ તે સૂક્ષ્મ વનસ્પતિકાયનાં શરીરો, અવ્યવહાર રાશિયા જીવ. બાદર નિગોદ તે સાધારણ વનસ્પતિકાય, કંદમૂળ, લીલ, ફૂગ વગેરે વ્યવહાર રાશિયા જીવ. આપણા શરીરમાં પણ નિગોદ છે. કેવળજ્ઞાની, આહારક શરીરી, દેવો, નારકો વગેરેમાં
નિગોદ નથી. નિગોદનું બીજું નામ પુલવિ. ૧૩૩૦૮ સ્થૂળદેહ પ્રમાણ ઈદ્રિયગ્રાહ્ય શરીર માપ ૧૩૩૦૯ પાદર પદ્રા ગામ-નગરના દરવાજાની બહારનો ખુલ્લો સપાટ ભૂભાગ, ભાગોળ
આગળનું મેદાન, ગોંદરો ૧૩૩૧૦ અવકાશ જગા, જગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org