________________
૯૪૦૪
૯૪૦૫
૯૪૦૬ ૯૪૦૭
૯૪૦૮
૯૪૦૯
:: ૩૩૭:: સાંખ્ય દર્શન મહર્ષિ કપિલ પ્રણીત આ દર્શન વિશ્વનાં ઘટક તત્ત્વોની સંખ્યા ૨૫ કહે છે તેથી
સાંખ્ય દર્શન. પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલું આખું વિશ્વ સત્ત્વ-રજ-તમસ્ ગુણનું
બનેલું છે. વેદાંતદર્શનની માયા તે આ સાંખ્યદર્શનની પ્રકૃતિ. જૈન દર્શન આરંતુ દર્શન, અનેકાંત દર્શન, સ્યાદ્વા સિદ્ધાંત, વિતરાગ દર્શન વગેરે નામ
છે. જૈન દર્શનના પ્રણેતા વીતરાગ-સર્વજ્ઞ કે કેવળી જ હોઈ શકે. જૈન દર્શનમાં અનંતદ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે, જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, પરિણામી, અસંખ્યાત પ્રદેશી, પ્રત્યેક આત્મા સ્વશરીરવગાહવર્તી માન્યો છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી જગતનું નિરૂપણ કરેલું હોવાથી, બધા દર્શન-મત
આમાં સમાવેશ પામે છે. મીમાંસા દર્શન મીમાંસા એટલે વિચારણા, ૨ વિભાગઃ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વૈશેષિક દર્શન કણાદ ઋષિ પ્રણીત દર્શન, ઔલુક્ય-કશ્યપ નામ પણ કણાદ ઋષિનાં જ છે.
ન્યાયદર્શનની પુરવણીરૂપે આ દર્શન છે. કણાદ ૬ પ્રકારના પદાર્થ કહ્યા; દ્રવ્યગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-સમવાય અને અભાવઃ એમાં એક “અભાવ' પદાર્થ
વિશેષ છે તેથી વૈશેષિક દર્શન. યોગદર્શન આધદૃષ્ટા હિરણ્યગર્ભ છે, પતંજલિનું યોગદર્શન સાંખ્યદર્શનની પૂર્તિરૂપ છે.
પતંજલિનાં યોગસૂત્રોમાં ૪ પાદ (અધ્યાય) છે, સમાધિ-સાધના-વિભૂતિ અને કૈવલ્યપાદ પતંજલિનો યોગ રાજયોગ, અષ્ટાંગયોગ તરીકે જાણીતો છે. ચિત્તની
૫ ભૂમિકા, ક્લેશના ૫ પ્રકાર વિષે વર્ણન છે. જૈમિનીદર્શન પૂર્વમીમાંસા. જૈમિની ઋષિ કૃત આ દર્શનમાં ૧૨ અધ્યાય છે યજ્ઞયાગ,
કર્મકાંડ અને સ્વર્ગસુખથી વિશેષ વિચારણા નથી. જો કે, પછીના મીમાંસકોએ
- પ્રભાકરે અને કુમારિલે મોક્ષને અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકારેલ છે. વેદાંતદર્શન ઉત્તરમીમાંસા. વેદાંત એટલે વેદોનો અંત. વેદના છેવટના ભાગમાં જે સિદ્ધાંતોનું
પ્રતિપાદન છે તેનું આ દર્શનમાં વ્યવસ્થિત સંયોજન છે. વેદનો છેવટનો ભાગ તે ઉપનિષદ્વ્યાસજી (બાદરાયણ) રચિત બ્રહ્મસૂત્રોના ૪ અધ્યાયો-સમન્વય, અવિરોધ, સાધના અને ફળ. બ્રહ્મ, માયા અને જીવ વિષે નિરૂપણ છે. શાખાપ્રશાખા આ પ્રમાણે છે, શ્રી શંકરાચાર્યનો કેવલ અદ્વૈતવાદ શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈતવાદ શ્રી મદ્વાચાર્યનો દ્વૈતવાદ શ્રી નિમ્બાર્કાચાર્યનો ભેદભેદવાદ શ્રી વલ્લભાચાર્યનો શુદ્ધ અદ્વૈતવાદ શ્રી ચૈતન્યનો અચિંત્ય ભેદભેદવાદ
ઇશ્વર, વિશ્વ અને આત્મા આ ૩ મૂળભૂત પ્રશ્નો આસપાસ બધી વિચારધારા છે વેદાશ્રિત દર્શન વેદને આશ્રયે રહેલાં દર્શન વેદાર્થ વેદ પ્રમાણે અર્થ ચાર્વાક દર્શન વા+વા ચાર્વાક ઋષિનું દર્શન. નાસ્તિક મત; દેખાય તેટલું જ માનનાર.
આ દર્શનના સ્થાપક બૃહસ્પતિ કહેવાય છે. પંચમહાભૂત જ જગતના મૂળ તત્ત્વો છે, પુણ્ય-પાપ-સ્વર્ગ-નરક-મોક્ષ નથી એમ કહે છે તે.
૯૪૧૦
૯૪૧૧ ૯૪૧૨ ૯૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org