________________
:: ૯૨ ::
૫. અપરકંકાગમનઃ ૯મા વાસુદેવ કૃષ્ણને અપરકંકા નગરીમાં જવાનું થયું તે. ધાતકી ખંડનાં
ભરત ક્ષેત્રમાં પદ્મનાભ રાજાને અપરકંકા નગરીમાં કોઈદેવે દ્રૌપદીનું અપહરણ કરીને આપેલ. ૫ પાંડવો સહિત શ્રીકૃષ્ણ બીજાદેવની સહાયથી ૨ લાખ યોજનનો દરિયો જમીનની માફક ઓળંગીને શંખનાદથી દ્રૌપદીને લઈ આવ્યા. એક જ જગ્યાએ ૨ તીર્થકર, ૨ ચક્રવર્તી કે ર વાસુદેવ હોતા નથી. કદાચ આવી જાય તો
એકબીજાને મળી શકતા નથી. ૬. સૂર્ય-ચંદ્રાવતરણ કૌશામ્બી નગરીમાં સમવસરેલા મહાવીર સ્વામીને વંદવા પાછલા પહોરે
આકાશમાંથી સૂર્ય-ચંદ્ર બન્નેનું એકસાથે મૂળ શાશ્વત વિમાન સાથે આવવું થયું તે
આશ્ચર્ય. સામાન્ય રીતે ઉત્તરવૈક્રિય વિમાન સાથે આવે. ૭. હરિવંશોત્પત્તિ હરિવર્ષક્ષેત્રના પુરુષવિશેષની પરંપરારૂપ વંશ તે હરિવંશ. જંબુદ્વીપના ભરત
ક્ષેત્રના કૌશંબી નગરીના સુમુખ રાજાને વીરક વણકરની લાવણ્યમયી વનમાળા મેળવવાની તીવ્ર ઇચ્છા થઇ અને રાણી બનાવી. મહેલમાંથી બન્ને રસ્તા પર એકલા વિરહવ્યાકુળ વીરકને જોઇને આત્મનિંદા કરતા હતા ત્યાં જ વીજળી પડી, મૃત્યુ પામીને હરિવર્ષના ૩જા ક્ષેત્રમાં હરિ-હરિણીરૂપે યુગલિક મનુષ્ય થયા. વીરક વણકર મરીને અજ્ઞાન તપથી કિલ્વેિષકદેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વભવ જણાતાં વેરથી પેલાં યુગલને કલ્પવૃક્ષો સાથે ભરત ક્ષેત્રની ચંપાપુરીમાં લાવ્યો. તે વખતે ત્યાં ઇક્વાકુ વંશનો રાજા પુત્રરહિત મૃત્યુ પામેલો એટલે ત્યાં રાજા બનાવી દીધો, રાજા હરિએ સમુદ્ર સુધીની પૃથ્વી જીતીને લાંબો સમય રાજ કર્યું અને તેના નામે
વંશ શરૂ થયો. આ રીતે હરિવંશકુળની ઉત્પત્તિ તે આશ્ચર્ય. ૮. ચમરેન્દ્રનો ઉત્પાત : અસુરકુમાર નિકાયના ઈન્દ્ર ચમરેન્દ્રનું ઉપરના દેવલોકમાં આકસ્મિક
જવાનું થયું તે ઉત્પાત. બાળપથી બનેલો ચમરેન્દ્ર સૌધર્મેન્દ્ર શુક્રની સભામાં જઈને આક્રોશ કરવા લાગ્યો. શકે સામું વજ છોડ્યું. ચમરેન્દ્ર મહાવીર સ્વામીના શરણે જઈને બે પગ વચ્ચે પેસી ગયો. શકે તીર્થકરની આશાતનાના ભયે વજ પાછું ખેંચી લીધું, અમરેન્દ્રને આશ્વાસન આપ્યું, ભગવાનને નમન કરીને સ્વસ્થાનકે ગયો. ચમરેન્દ્ર પણ પછી બહાર નીકળી પ્રભુની સ્તુતિ કરી ચમચંચા
રાજધાનીમાં પહોંચી ગયો. ૯. એક સમયે ૧૦૮નું મોક્ષગમન : એક સમયે મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ જીવ મોક્ષે જાય
છે પણ એક સમયમાં એક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય એ આશ્ચર્ય છે. ઋષભદેવ પ્રભુ ૯૯ પુત્રો અને ૮ પૌત્રો સાથે મહા વદ ૧૩ ના દિને એક જ
સમયે નિર્વાણ પામ્યા તે બધા જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા હતા ૧૦. અસંયતિ પૂજા આરંભ પરિગ્રહવાળા અબ્રહ્મચારીઓની પૂજા-સત્કાર તે અસંયમીની પૂજા.
૯મા શ્રી સુવિધિનાથ તીર્થકરના નિર્વાણ બાદ હૂંડાવસર્પિણી કાળને કારણે સાધુઓનો વિચ્છેદ થયો. વૃદ્ધ શ્રાવકોને બધા ધર્મમાર્ગ પૂછવા લાગ્યા અને બદલામાં ધન વસ્ત્ર વડે પૂજવા પણ લાગ્યા. સમસ્ત તીર્થનો ઉચ્છેદ થવાથી ૧૦મા શ્રી શીતલનાથ પ્રભુના તીર્થ સુધી અસંયમી બ્રાહ્મણોની વિસ્તૃત પૂજા થઈ. ૯માથી ૧૬મા સુધીના ૮ તીર્થકરના ૭ આંતરામાં તીર્થોચ્છેદને લીધે અસંયતિ પૂજા થઈ અને ૧લા ઋષભપ્રભુના સમયમાં મરીચિ, કપિલ વગેરેની પૂજા તે તીર્થની વિદ્યમાનતામાં થવા પામી હતી.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org