________________
નયચક્ર, કર્મપ્રકૃતિ, ઓઘનિર્યુક્તિ, કલ્પસૂત્ર, પ્રતિષ્ઠાકલ્પ, મહાકલ્પ, સ્થાપનાકપ વગેરે તે તે મહત્વના ગ્રંથો જે જે પૂર્વમાંથી ઉઠ્ઠન થયા છે તે પાંદડાંમાં નિર્દિષ્ટ કર્યા છે.
વૃક્ષના મથાળે અરિહંત પરમાત્માનું તેજસ્વી બિંબ દર્શાવી વીતરાગપ્રણીત હોવાના કારણે આ આગ એકાંત કલ્યાણકર છે એ ભાવ સૂચવ્યું છે.
આ સિવાય આ વૃક્ષમાં ગોલાકારે લખેલ નામ ૮૪ આગની સંકલના સૂચવે છે.
મૂળ પટમાં તે ઉઘડતા રંગમાં ૪૫ આગમ અને હયાતી ધરાવતા આગમને નિર્દેશ કર્યો છે, અને ઘેરા રંગમાં ૮૪ આગમે અને વિચ્છેદ પામેલ નામશેષ આગમે દર્શાવ્યા છે.
વળી વડના ઝાડને હોય છે તેવી વડવાઈઓરૂપે આગમરૂપી વૃક્ષના સ્વરૂપને ટકાવનારવિકસાવનાર પંચાંગીમાંથી નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને વૃત્તિઓને દર્શાવી મુમુક્ષુઓના હિતાર્થે આગમેને વારસો ગીતાર્થોએ કેટલે સરસ વિવિધ રીતે આવે છે તે સમજાય છે.
તથા આ વડવાઈઓના પાછળના ભાગે નીચે જમીન પર જુનાં ખરી પડેલ પાંદડાંઓને ઢગલે આજ સુધીમાં ઘણા ઘણા વિચ્છેદ પામેલા આગ સૂચવે છે.
આ પ્રમાણે આત્માને કલ્યાણના પથે આગળ ધપવા માટે જરૂરી માર્ગદર્શન આપનાર વિતરાગ પરમાત્માની વાણીના વારસારૂપે હાલમાં ઉપલબ્ધ ૪૫ આગમોના માર્મિક સ્વરૂપને ધ્યાનમાં રાખી જીવનને આધ્યાત્મિક પથે વધારવા પ્રયત્ન કરે જરૂરી છે.
લિ.
વીર નિ. સં. ૨૪૮૦ વિ. સં. ૨૦૧૭
માહ સુદ ૯ જે ન ઉ પ શ્રય મુ, ઉંઝા
પૂજ્ય ગુરૂદેવ શ્રી ધર્મસાગરજી મ. ગણિવર ચરણેપાસક
મુનિ અભયસાગર
સાધના મુદ્રણાલય : દાણાપીઠ-ભાવનગર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org