________________
६
આ કોશગ્રંથ એ જૂની આવૃત્તિનું પુનર્મુદ્રણ કે બીજી આવૃત્તિ જ નથી પણ સંશોધિત-સંવર્ધિત-સંસ્કારિત પુનઃ સંસ્કરણ છે. એ આજની વૈજ્ઞાનિક યાંત્રિક ટેક્નોલૉજી દ્વારા દુર્લભ ગ્રંથોને એઝ ઇટ ઇઝ (as it is) સુલભ બનાવવામાં આવે છે ત્યારે આપણા માટે આનંદપ્રદ બીના બની રહે છે. આ ગ્રંથનું કદ મહાકાય છે તેથી પાઠશાળાઓમાં અને જ્ઞાનભંડારોમાં તેનો સમુચિત ઉપયોગ થશે.
વિદ્યાપ્રેમી ચતુર્વિધશ્રી સંઘને અને અન્ય સંસ્કૃત ભાષાના વિદ્વાનોને ચોક્કસ ઉપકારક થશે.
આ ગ્રંથના પુનઃ સંસ્કરણને આવકારતાં ખૂબ પ્રસન્નતા પ્રગટે છે. આ ગ્રંથથી ઉપલબ્ધ સાચા જ્ઞાન દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના આરાધક બની ઉત્તરોત્તર પરંપરાએ સ્વાધીન, અક્ષય, અવ્યય, અવ્યબાધ, નિસર્ગસુંદર, સત્ય, સનાતન સ્વરૂપને પામીએ એ જ એક ભાવના સાથે
શ્રી મલ્લિતીર્થ,
વિ. સં. ૨૦૪૧ (બે હજાર એકતાલીસ) મહા સુદિ દશમી, નવ્વાણુમો ધ્વજારોપણ દિન.
તા. ૩૧-૧-૧૯૮૫
Jain Education International
-પૂજ્યપાદ વ્યાકરણાચાર્ય શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના
ચરણરેણુપં. પ્રદ્યુમ્નવિજય ગણી.
હાલ આચાર્ય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા.
For Private & Personal Use Only
www.jainelibrary.org