________________
આદિનો નિર્ણય કરાયો છે અને બીજા વર્ષમાં પણ કકારાદિ ક્રમ રાખ્યો છે. આમાં શબ્દોના કાન્તથી લઈને હાન્ત સુધીના ૩૩ વર્ગો, ક્ષાન્ત વર્ગ અને અવ્યયવર્ગ – આ પ્રકારે બધા મળીને ૩પ વર્ગો કરવામાં આવ્યા છે. આ અનેકાર્થકકોશ વિવિધ કવીશ્વરોના કોશોને જોઈને રચવામાં આવ્યો છે એવું એની પ્રશસ્તિમાં કહ્યું
મુનિ ધરસેન સેનવંશમાં થનારા કવિ, આન્વીક્ષિકી વિદ્યામાં નિષ્ણાત અને વાદી મુનિસેનના શિષ્ય હતા. તેઓ સમસ્ત શાસ્ત્રોના પારગામી, રાજાઓના વિશ્વાસપાત્ર અને કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ મનીષી હતા.
આ ધરસેન મુનિના સમય સંબંધે કોઈ પ્રમાણ મળતું નથી. આ કોશ ચૌદમી શતાબ્દીના આરંભમાં રચાયો હશે એમ સાંયોગિક પુરાવાઓના આધારે કહી શકાય. નાનાર્થકોશ
‘નાનાર્થકોશ'ના કર્તા અસગ નામે કવિ હતા એવો ઉલ્લેખ મળે છે. તેઓ દિગંબર જૈન ગૃહસ્થ હતા. તેમણે કેટલાંક કાવ્યોની રચના કરી છે. તેમના સમય વિશે જાણવામાં આવ્યું નથી. પંચવર્ગસંગ્રહનામમાલા
આ. મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણિએ સં. ૧૨૨પમાં પંચવર્ગસંગ્રહનામમાલા'ની રચના કરી છે. તેમણે બીજા અનેક ગ્રંથો રચ્યા છે. અપવર્ગનામમાલા
આ ગ્રંથનું જિનરત્નકોશ' પૃ. ૩૭૭માં “પંચવર્ગપરિહારનામમાલાનામ આપેલું છે પરંતુ એનો આદિઅંત જોતાં “અપવર્ગનામમાલા' જ સાચું નામ હોય એમ જણાય છે.
આ કોશમાં પાંચ વર્ગ એટલે ‘અકથી “મ' સુધીના વર્ષોમાંથી ઓછાવત્તા વર્ષોથી બનેલા શબ્દો જ બતાવેલા છે.
આ કોશના કર્તા આ. જિનભદ્રસૂરિ હોવાનું જણાવેલું છે. તેમણે પોતાનો જિનવલ્લભસૂરિ અને જિનદત્તસૂરિના સેવકરૂપે નિર્દેશ કર્યો છે, એટલે તેઓ ૧૪મી શતાબ્દીમાં થયેલા વિદ્વાન જણાય છે. અપવર્ગનામમાલા
જૈન ગ્રંથાવલી'ના પૃ. ૩૦૯માં અજ્ઞાતકર્તક “અપવર્ગનામમાલા' નામક ગ્રંથનો ઉલ્લેખ છે અને તે ૨૧૫ શ્લોકપરિમાણ હોવાનું જણાવ્યું છે. એકાક્ષરીનાનાર્થકોશ
દિગંબર જૈનાચાર્ય શ્રી ધરસેને ‘એકાક્ષરીનાનાર્થકોશ' નામક ગ્રંથની રચના કરેલી છે. આમાં ૩પ પડ્યો છે. ‘ક’ થી ‘ક્ષ' પર્વતના વણનો અથનિર્દેશ પ્રથમ ૨૮ પદ્યોમાં છે અને સ્વરોનો નિર્દેશ તે પછીના ૭ પદ્યોમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org